GSRTC Recruitment Notification 2026: બસ કંડક્ટર ની 4318 જગ્યાઓ ની ભરતી જાહેર


Gsrtc કંડકટર ભરતી 2026


ગુજરાતના યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક રૂ. 26,000 ફિક્સ પગાર, 4318 જગ્યાઓ અને OMR આધારિત પરીક્ષા સાથે GSRTC કંડક્ટર ભરતી 2026 યુવાનો માટે આકર્ષક તક બની છે.



GSRTC  conductor Bharti 2026: ગુજરાત રાજ્ય રોડ અને માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મોટી સંખ્યામાં કંડકટરની જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કરી છે. ગુજરાતમાં  યુવાનો માટે આ ભરતી એક મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ગુજરાતમાં  બસ કંડકટરની ભરતી માટે લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ઘણી રાહત છે. આ ભરતી ઝુંબેશ ગુજરાતમાં રોજગાર મેળવવા માંગતા લોકો માટે ખુલ્લી છે. વિવિધ જિલ્લાઓમાં વિવિધ જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા ઓનલાઈન છે. જેમાં ધોરણ 12 પાસ અને માન્ય કંડકટર લાયસન્સ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. આ ભરતીમાં બસકંડક્ટર ની 4318 જગ્યાઓ અને ડ્રાઇવરની 4599 જગ્યાઓનો સમાવેશ થાય છે સરકારી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો આ ભરતીમાં જોડાઈ શકશે. 


GSRTC ભરતી 2026 હાઇલાઇટ્સ

                                                                                                                                                                                                                                                                                                                                                                                                

ભરતી સંસ્થા

GSRTC

પોસ્ટનું નામ

ડ્રાઈવર અને કંડક્ટર

કુલ જગ્યાઓ

8917

ડ્રાઈવર જગ્યાઓ

4599

કંડક્ટર જગ્યાઓ

4318

અરજી પ્રક્રિયા

ઓનલાઈન

અરજી શરૂ તારીખ

6 જૂન 2026

છેલ્લી તારીખ

5 જુલાઈ 2026

નોકરીનું સ્થાન

સમગ્ર ગુજરાત 









ગુજરાત બસ કંડક્ટરની ભરતી જગ્યાઓની સંપૂર્ણ વિગતો 


આ ભરતી અન્વયે, ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં બસ કંડકટર ની ખાલી પડેલ જગ્યાઓ માટે નવા ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. દરેક જિલ્લાઓમાં ખાલી પડેલ જગ્યાઓની સંખ્યા નક્કી કરવામાં આવેલ હશે. તેના આધારે ઉમેદવાર પોતાની પસંદગીનો જિલ્લો પસંદ કરી શકશે. કેટલાક જિલ્લાઓમાં ખાલી જગ્યાઓની સંખ્યા વધુ હશે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં ઓછી હશે. Notification માં માં જિલ્લા વાઇઝ આપેલ જગ્યાઓની માહિતી આપવામાં આવેલ છે. જેમાં, કચ્છ ,બનાસકાંઠા ,અરવલ્લી, પાટણ, મહેસાણા ગાંધીનગર ,મહીસાગર માં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેના આધારે ઉમેદવારને જિલ્લાઓ ખાલી પડેલી જગ્યાઓની સંખ્યા અને અરજી કરવાની છેલ્લી તારીખ સમજવામાં સરળતા રહે છે.                                                                                                                                                                                                                                                                                                                                                                                                   


ગુજરાત બસ કંડકટર  ભરતી માટેની શૈક્ષણિક લાયકાત  



ગુજરાત બસ કંડક્ટર ભરતી માટે શૈક્ષણિક લાયકાત અંગે, આ પદ માટે અરજી કરનારા ઉમેદવાર હોય બંને બોર્ડમાંથી 12મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા  કંડકટર વેલીડ લાઇસન્સ, બેજ અને ફર્સ્ટ aid સર્ટિફિકેટ હોવું જરૂરી છે તદુપરાંત લેખિત પરીક્ષા લેવામાં આવશે જેનાથી પસંદગી પ્રક્રિયા સરળ અને પારદર્શક બનશે. ત્યારબાદ મેરીટ યાદી તૈયાર થયા પછી પસંદ કરેલા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી પછી અંતિમ યાદી જાહેર કરવામાં આવશે અને તેના આધારે ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે..

ગુજરાત બસ કંડક્ટર ભરતી માટેની વય  મર્યાદા 


ગુજરાત બસ કંડક્ટર ભરતી માટે અરજી કરનારો ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની મહત્તમ ઉંમર 40 વર્ષ હોવી જોઈએ અનામત શ્રેણી. અનામત વર્ગના જેમ કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અથવા અન્ય પછાત વર્ગોનો ઉમેદવારોની સરકારી નિયમોના આધારે વયમાં છૂટછાટ આપવામાં આવશે ગણવામાં આવશે તેથી અરજી કરતા પહેલા ખાતરી કરવી જોઈએ કે તેમની ઉંમર સાચી છે. નિયમો અનુસાર મર્યાદા નું પાલન કરવું આવશ્યક છે.


પરીક્ષા પદ્ધતિ 

GSRTC કંડકટર ભરતી માટે ઓ એમ આર આધારિત લેખિત પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવારે કંડકટર ભરતી પ્રક્રિયામાં 100 ગુણની લેખિત પરીક્ષા આપવાની રહેશે આ પરીક્ષા બહુ વિકલ્પીય એટલે કે MCQ આધારિત પ્રશ્નો હશે જેનો સમયગાળો એક કલાકનો હોય છે. મૂલ્યાંકન OMR શીટ આધારિત થશે. પરીક્ષામાં મેળવેલ ગુણને આધારે ઉમેદવારને મેરીટ યાદીમાં ક્રમ મળશે.



પરીક્ષાનો અભ્યાસક્રમ


1. સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ – 20 ગુણ

ગુજરાત રાજ્યનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, મહત્વના સ્થળો અને સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછવામાં આવશે.

2. રોડ સેફ્ટી – 10 ગુણ

ટ્રાફિક નિયમો, માર્ગ સલામતી અને વાહન વ્યવહાર સંબંધિત પ્રશ્નો આવશે.

3. ગુજરાતી વ્યાકરણ – 10 ગુણ

ભાષા જ્ઞાન, જોડણી, સમાસ, વિરુદ્ધાર્થી વગેરે વિષયો આવરી લેવામાં આવશે.

4. અંગ્રેજી વ્યાકરણ – 10 ગુણ

Grammar, Tense, Vocabulary અને Sentence Correction જેવા પ્રશ્નો પૂછાશે.

5. કરન્ટ અફેર્સ અને રિઝનિંગ – 10 ગુણ

રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને તર્કશક્તિ આધારિત પ્રશ્નો આવશે.

6. ગણિત – 10 ગુણ

મૂળભૂત ગણિત, ટકાવારી, વ્યાજ, ગુણોત્તર વગેરે મુદ્દાઓ આવરી લેવામાં આવશે.

7. વાહનવ્યવહાર અને કંડક્ટર સંબંધિત પ્રશ્નો – 10 ગુણ

GSRTC અને પરિવહન વ્યવસ્થા અંગે પ્રશ્નો પૂછાશે.

8. કમ્પ્યુટર જ્ઞાન – 20 ગુણ

મૂળભૂત કમ્પ્યુટર, MS Office, ઈન્ટરનેટ અને ડિજિટલ સેવાઓ અંગે પ્રશ્નો આવશે.






કેટેગરી મુજબ જગ્યા ની સંખ્યા 

કેટેગરી

જગ્યાઓ

General

1552

General મહિલા

 

968

EWS

308

EWS મહિલા

 

155

SEBC

555

SEBC મહિલા

 

278

SC

314

SC મહિલા

 

145

ST

147

ST મહિલા

 

91

દિવ્યાંગ ઉમેદવારો 

80






































ગુજરાત બસ કંડકટર ભરતી માટેની અરજી પ્રક્રિયા 



ગુજરાત બસ કન્ડક્ટરની ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પણે ઓનલાઈન રહેશે. ઉમેદવારી સૌ પ્રથમ જીએસઆરટીસી ની ભરતી ની વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ કંડકટર રિક્રુટમેન્ટ 2026 લિંક પર ક્લિક કરવાનું. અરજી કરતાં પહેલાં અને લોગીન કરે પહેલા નોંધણી જરૂરી છે. ધ્યાન રાખો કે બધી જ માહિતી સાચી અને સચોટ છે. ઉમેદવાર પોતાનો ફોટો અને સિગ્નેચર 10 KB માં અપલોડ કરવાના રહેશે વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરો જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. ફોર્મ સબમીટ કરીને પ્રિન્ટ આઉટ સાચવીને પોતાની પાસે રાખો.





GSRTC કંડક્ટર ભરતી 2026 ગુજરાતના યુવાનો માટે એક મોટી રોજગારીની તક છે. કુલ 4318 જગ્યાઓ, ધોરણ 12 પાસ લાયકાત, રૂ. 26,000 ફિક્સ પગાર અને પારદર્શક ભરતી પ્રક્રિયા આ ભરતીને વધુ આકર્ષક બનાવે છે.જે ઉમેદવારો સરકારી નોકરી મેળવવા ઇચ્છે છે તેમણે સમયસર અરજી કરીને પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. યોગ્ય આયોજન અને સતત મહેનત દ્વારા GSRTCમાં નોકરી મેળવવાનું સપનું સાકાર થઈ શકે છે. 


Official Website: Click Here 

Post a Comment

0 Comments