જ્ઞાન સહાયક ભરતી ના નવા GR બાદ મોટા ફેરફારો, ઉમેદવારો માટે સુવર્ણ તક
ગુજરાત સરકાર દ્વારા 3 જૂન 2020 ના રોજ જાહેર કરવામાં આવેલા નવા નિયમો મુજબ હવે પછી જ્ઞાનસહાયક ભરતી ના નિયમોમાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવેલા છે. આ ફેરફારોને કારણે હજારો ઉમેદવારો માટે નવી તકો ઊભી થઈ છે ખાસ કરીને TET 1 અને TET 2 પાસે ઉમેદવારો, વધુમાં ઉમેદવારોની વય મર્યાદા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નોકરી શોધી રહેલા શિક્ષણ ક્ષેત્રના યુવાનો માટે આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ લેખમાં, આપણે નવા જી. આર અનુસાર થયેલા તમામ ફેરફારો જૂના અને નવા નિયમોની સરખામણી ભરતી પ્રક્રિયા ઉંમર મર્યાદા અને ઉમેદવારોને મળનાર લાભ વિશે વિગતવાર માહિતી મેળવીશું.
જૂના અને નવા નિયમોની સરખામણી
|
મુદ્દો |
જૂનો નિયમ |
નવો નિયમ |
|
ઉંમર મર્યાદા |
ઓછી મર્યાદા |
48 વર્ષ |
|
TET લાયકાત |
મુખ્યત્વે TET-2 |
TET-1 અને TET-2 બંને |
|
ભરતી શાળાઓ |
SOE
શાળાઓ |
SOE + NON-SOE |
|
જિલ્લા પસંદગી |
એકથી વધુ જિલ્લા |
માત્ર એક જિલ્લા |
|
શાળા ફાળવણી |
બદલવાની શક્યતા |
પ્રક્રિયા રદ |
શિક્ષણ વિભાગમાં કરેલા નવા સુધારા મુજબ ઉમેદવારની વય મર્યાદા 48 વર્ષ નક્કી કરવામાં આવી છે. અત્યાર સુધી જ્ઞાન સહાયક ની મહત્તમ ઉંમર 40 વર્ષ રાખવામાં આવેલી હતી. એટલે કે તેમાં આઠ વર્ષનો વધારો કરવામાં આવે છે. જેનાથી હવે વધુ ઉમેદવારો અરજી કરી શકશે. જેથી હવે પછી શાળાઓને વધુ અનુભવી અને લાયક ઉમેદવારો મળશે તેમજ શાળાઓમાં પડેલી ખાલી જગ્યાઓ ભરવામાં મદદ મળશે.
જ્ઞાન સહાયક ભરતી માં TET 1 અને TET 2 બંને ઉમેદવારોને તક
આ અગાઉ જ્ઞાન સહાયક ભરતીમાં મુખ્યત્વે Tet -2 પાસ ઉમેદવારોને જ પ્રાધાન્ય મળતું હતું પરંતુ નવા નિયમ મુજબ પ્રમાણે ટેટ1 ઉમેદવારો અને ટેટ2 પાસ બંને ઉમેદવારો જ્ઞાનસહાયક ભરતી માટે અરજી કરી શકશે. હવે પછી ધોરણ 1 થી 5 માટે TET 1 અને ધોરણ 6 થી 8 માટે TET 2 માં મેળવેલા ગુણને આધારે જિલ્લા વાર મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે જેના આધારે ઉમેદવારોને શાળા પસંદગી આપવામાં આવશે. આ નિર્ણય પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રના હજારો ઉમેદવારો માટે રાહત રૂપ સાબિત થયો છે.
નોન SOE શાળાઓમાં પણ ભરતી અને બદલી ના નિયમ
અગાઉ જ્ઞાન સહાયક ઉમેદવારો ની માત્ર SOE શાળાઓમાં એટલે કે સ્કૂલ ઓફ એક્સેલન્સ શાળાઓમાં નિમણૂક આપવામાં આવતી હતી. પરંતુ હવે નવા G .R.પછી એ SOE શાળાઓ અને NON-SOE શાળાઓ બંને પ્રકારની શાળાઓમાં જ્ઞાન સહાયકો ની ભરતી કરવામાં આવશે જેથી ભરતીની ખાલી જગ્યામાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. અગાઉ કેટલીક પરિસ્થિતિઓમાં અન્ય શાળામાં બદલી અથવા ફાળવણી શક્યતા હતી પરંતુ નવા નિયમ મુજબ બંને શાળામાં ફાળવણી માટેની પ્રક્રિયા રદ કરવામાં આવી છે આથી ભરતી સમયે જે શાળા ફાળવવામાં આવશે ત્યાં ઉમેદવારને સેવા આપવાની રહેશે.
જિલ્લા પસંદગીની નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.
અગાઉ ઉમેદવારોને એકથી વધુ જિલ્લાઓ પસંદ કરવાની તક મળતી હતી પરંતુ, હવે હવે નવા નિયમ મુજબ ઉમેદવારને માત્ર એક જ જિલ્લાની પસંદગી કરવાની રહેશે આ નિયમથી ભરતી પ્રક્રિયા વધુ પારદર્શક અને વ્યવસ્થિત બનશે.તેથી ઉમેદવારો જિલ્લા પસંદગી વખતે ખૂબ જ સાવચેતી રાખવી પડશે. જિલ્લાવાર ખાલી જગ્યાઓની યાદી ઓનલાઈન જાહેર કરવામાં આવશે. ત્યારબાદ મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે અને એ પછી સ્થળ પસંદગી કરવા દેવામાં આવશે. સ્થળ પસંદગી બાદ શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા કરાર આધારિત નિમણુક આપવામાં આવશે.
શિક્ષણ ક્ષેત્ર પર નિર્ણયની હકારાત્મક અસર
નવા G.Rથી ઉમેદવારોને જ નહિ પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થા ને લાભ થશે. રાજ્યની ઘણી શાળાઓમાં શિક્ષકોની અછત લાંબા સમયથી અનુભવી રહી છે નવા નિયમોથી વધુ સંખ્યામાં જ્ઞાન સહાયક ઉપલબ્ધ થશે એના કારણે શિક્ષણની ગુણવત્તા વધશે ,વિદ્યાર્થીને નિયમિત શિક્ષણ મળશે, શિક્ષકો પરનું ભારણ ઓછુ થશે અને શાળાઓમાં શૈક્ષણિક પરિણામોમાં પણ સુધારો થશે . શિક્ષણ વિભાગ દ્વારા નવા નિયમો અમલીકરણમાં આવતા આગામી ભરતીમાં વધુ સંખ્યામાં અરજીઓ આવવાની સંભાવના છે. ભરતી પ્રક્રિયા વધુ પારદર્શક અને જિલ્લા આધારિત બનશે .સરકારનો મુખ્ય હેતુ રાજ્યની તમામ શાળાઓમાં શિક્ષકોની ઉપલબ્ધતા વધારવાનો છે. જો ભરતી પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવામાં આવશે તો હજારો ઉમેદવારોને રોજગારી મળશે અને રાજ્યની શિક્ષણ વ્યવસ્થા પણ મજબૂત બનશે.
3 જૂન, 2026 ના નવા નિયમ બાદ જ્ઞાનસહાયક ભરતીમાં અનેક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમ કે ઉંમર મર્યાદા, TET 1 અને TET 2 પાસ, બંને ઉમેદવારોની તક આપવી, અને જિલ્લા પસંદગીની નવી વ્યવસ્થા જેવા નિર્ણયો ઉમેદવારો માટે લાભદાયક સાબિત થઈ શકે છે. આ ફેરફારોને કારણે ભરતીનો વ્યાપ વધશે ,વધુ ઉમેદવારોને રોજગારી મળશે અને રાજ્યની શાળાઓમાં શિક્ષણ વ્યવસ્થા વધુ મજબૂત બનશે ભરતીની સત્તાવાર જાહેરાત બહાર પડે ત્યારે ઉમેદવારો તમામ નિયમો ધ્યાનથી વાંચીને સમયસર અરજી કરવી.

0 Comments