શિક્ષક બનવાની મોટી તક! ગુજરાત વિદ્યાસહાયક ભરતી 2026 શરૂ Apply Online



 


ગુજરાત વિદ્યાસહાયક ભરતી 2026 માટે 11000 પોસ્ટની સરકારી શિક્ષક ભરતી જાહેરાત



Gujarat Vidyasahayak Bharti 2026:11000 જગ્યાઓ માટે મોટી ભરતી શરૂ | પ્રાથમિક વિભાગ 1 થી 5 ની જગ્યાઓ માટે 

જો તમે પણ ગુજરાતમાં રોજગાર શોધી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર આવી ગયા છે તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા રાજ્યના વિદ્યા સહાયકો માટે અરજીઓ મંગાવી છે. પાછલા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં વિદ્યાસહાયક ભરતી ની સંખ્યા ઓછી જોવા મળી હતી.છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછતને ધ્યાનમાં રાખીને આ ભરતી યોજાઈ રહી છે.યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને આ તકનો સંપૂર્ણ લાભ લેવો જોઈએ.રાજ્યભરના વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ફોર્મ ભરવાની માટેની  છેલ્લી તારીખ 24 એપ્રિલ 2026 નક્કી કરવામાં આવી છે અને ઉમેદવારોએ સમય મર્યાદા સુધીમાં કોઈપણ મુશ્કેલી ટાળવા માટે સમયસર તેમની રજિસ્ટ્રેશન ની પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. જ્યારે ખાનગી નોકરીમાં અનિશ્ચિતતા વધુ હોય છે.આથી મોટાભાગના ઉમેદવારો સરકારી નોકરીને વધુ પ્રાધાન્ય આપે છે.


ગુજરાતના પ્રાથમિક વિભાગમાં વિદ્યા સહાયક ની જગ્યાઓ 2026 

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ હેઠળ ધોરણ 1  થી 5 માં હાલમાં રાજ્યભરમાં ખૂબ જ શિક્ષકોની ઘટ વર્તાઇ  રહી છે. હાલમાં રાજ્યભરના સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત જોવા મળી રહી છે, જેને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.વિભાગ દ્વારા જાહેર કરાયેલ માહિતીને આધારે સરકારી પ્રાથમિક શાળાઓના પ્રાથમિક શિક્ષકોના જિલ્લા ફેર બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થતાં  તમામ જિલ્લા /નગર શિક્ષણ સમિતિના રોસ્ટર આધારિત ખાલી જગ્યાની વિગતો મેળવી જિલ્લાઓ તેમજ પ્રાથમિક શાળા વાર જગ્યાઓ પછીથી વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે. જિલ્લા ફેર બદલી કેમ્પ પછી જ સાચી vacancy બહાર આવે છે. એટલે આ ભરતીની સમયરેખામાં આ એક મહત્વપૂર્ણ ભાગ છે.હાલના તબક્કે વિદ્યા સહાયક વર્ગ -3  વિભાગ ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમમાં કુલ અંદાજિત 11000 જગ્યાઓ માટે ઉમેદવારોને અરજી કરવાની તક મળશે.ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અરજી પ્રક્રિયા નક્કી કરેલી તારીખોમાં જ પૂર્ણ કરવી પડશે. આ ભરતી  માં  બહુ જ જગ્યા  ખાલી  આવી હોવાથી મોટી સંખ્યામાં ઉમેદવારો અરજી કરવાની શક્યતા છે. છેલ્લી ભરતી માં માત્ર  પ્રાથમિક વિભાગ માં તાજેતરની ભરતી કરતાં ઓછી ખાલી જગ્યાઓ હતી.. ઉમેદવારોને સમયસર અરજી કરવી અને તમામ માહિતી સાચી રીતે ભરવી ખૂબ જ જરૂરી છે. ઉમેદવારોની પસંદગી સંપૂર્ણપણે મેરીટ આધારિત હોય છે.તેથી સ્પર્ધા પણ વધુ રહેશે.આ ભરતી ખાસ કરીને ટેટ -1 પાસ અને D.EL.Ed ઉમેદવારો માટે ખાસ તક બની રહેવાની છે જો તમે પણ  શિક્ષણ ક્ષેત્ર માં તમારું કેરિયર બનાવવા ઇચ્છો  છો તો આ તક ને અવગણશો નહીં 



વિદ્યાસહાયક તરીકે પસંદ પામેલ ઉમેદવારો માટે પગાર ધોરણ 

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા  જગ્યાઓ માટે પસંદ પામેલો ઉમેદવારોને શરૂઆતમાં નિશ્ચિત માનદ  વેતન આપવામાં આવશે. ઉપલબ્ધ માહિતી મુજબ ઉમેદવારોને શરૂઆતના પાંચ વર્ષ માટે રૂ. 26,000 જેટલું માસિક વેતન આપવામાં આવશે. જે નવા  ઉમેદવારો માટે  શરૂઆતમાં આર્થિક મજબૂતી પ્રદાન કરશે.સર્વિસ ના પાંચ વર્ષ બાદ તેઓને સરકારી ધારા ધોરણ મુજબ મળવાપાત્ર અને લાભ અને ભથ્થા ઉપલબ્ધ થાય છે. તેમાં મોંઘવારી ભથ્થું (DA), મેડિકલ સુવિધાઓ, રજા અને પેન્શન જેવા લાભોનો સમાવેશ થાય છે.એટલે કે ઉમેદવાર કાયમી સરકારી કર્મચારી તરીકે ના લાભ મેળવી શકે છે. એવું નોંધાયું છે કે શિક્ષણ વિભાગમાં શિક્ષક તરીકેનું પદ એ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે.આઅ પદ સામાજિક માન-સન્માન પણ આપે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષકનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણકે તે નિયમિત આવક અને સરકારી વિભાગમાં કામ કરવાની તક પૂરી પાડે છે. આ જ કારણ છે શિક્ષણ વિભાગમાં મોટી સંખ્યામાં ઉમેદવારો વિદ્યા સહાયક માટે એપ્લિકેશન કરે છે. 

જિલ્લા ફેર ઓનલાઇન અને ઓફલાઇન કેમ્પ શરૂ!

જિલ્લા ફેર કેવી રીતે થાય છે, કયા નિયમો લાગુ પડે છે અને કઈ રીતે અરજી કરવી તેની સંપૂર્ણ સમજ વાંચો 


વિદ્યાસહાયક ભરતી 2026 અરજી કરવા માટેની લાયકાત 


આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો પાસે D.El.Ed નો અભ્યાસ પૂર્ણ કરેલો હોવો જોઈએ. તેની સાથે TET-1 ની પરીક્ષા પણ પાસ કરેલી હોવી ફરજીયાત છે. આ ઉપરાંત આ ભરતીમાં જે ઉમેદવારો D.El.Ed ના અભ્યાસમાં છેલ્લા વર્ષમાં છે અને જે હોય એ TET-1 પરીક્ષા પાસ કરેલી હોય તો તે ઉમેદવારો પણ આ ભરતીમાં અરજી કરી શકશે. આવા ઉમેદવારોના D.El.Ed ના ગુણ અને માર્કશીટ તેમનું પરિણામ પ્રસિદ્ધ થયાથી ઓનલાઇન ઉમેરવાની છૂટછાટ આપવામાં આવશે. અરજી કરતી વખતે ઉમેદવારો પાસે બધા જરૂરી દસ્તાવેજો તૈયાર હોવા જોઈએ.

  • ધોરણ 10 અને 12 ની માર્કશીટ 
  • લિવિંગ સર્ટિફિકેટ 
  • D.El.Ed નું સર્ટિફિકેટ 
  • કેટેગરી સર્ટિફિકેટ 

વય મર્યાાદા (Age Limit)

  • સામાન્ય કેટેગરી
  • OBC / SC / ST માટે છૂટછાટ
  • ખાસ કેસ (PWD, Ex-servicemen)

સામાન્ય રીતે 18 થી 33 વર્ષ વય મર્યાદા હોય છે, પરંતુ સરકારના નિયમો મુજબ કેટેગરી પ્રમાણે છૂટછાટ આપવામાં આવે છે. ભરતી માટેની ખાલી જગ્યાઓ ની ચોક્કસ માહિતી જિલ્લા ફેર બદલી કેમ્પ પૂર્ણ થયા બાદ જ ખ્યાલ આવે છે. આ પ્રક્રિયા હેઠળ જુના કાર્યરત શિક્ષકોને  તેમણે પસંદ કરેલા જિલ્લાઓ માટે બદલીની તક આપવામાં આવે છે.આ કેમ્પ ઓનલાઇન અને ઑફલાઈન એમ બે પદ્ધતિ મુજબ કરવામાં આવે છે.


પસંદગી પ્રક્રિયા (Selection Process)

ગુજરાત વિદ્યાસહાયક ભરતી 2026 માં પસંદગી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને મેરિટ આધારિત રાખવામાં આવી છે.આ ભરતીમાં કોઈ ઇન્ટરવ્યુ લેવામાં આવતું નથી. ઉમેદવારોની પસંદગી સંપૂર્ણપણે મેરિટ આધારીત રહેશે.જે ઉમેદવારો માટે એક સકારાત્મક બાબત છે.પસંદગી માટે ઉમેદવારોના શૈક્ષણિક ગુણ અને TET-1 પરીક્ષાના માર્ક્સને મુખ્ય આધાર તરીકે લેવામાં આવે છે. ઉમેદવારો દ્વારા અરજી દરમિયાન આપવામાં આવેલી માહિતીના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. મેરીટ યાદી તૈયાર થયા બાદ તમામ ઉમેદવારોને કેન્દ્રીયકૃત રીતે નક્કી કરીને જે તે સ્થળે જિલ્લાઓની પસંદગી માટે બોલાવવામાં આવે છે. લગભગ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉમેદવારોને ગાંધીનગર ખાતે જિલ્લા માટે બોલવામાં આવે છે. ઉમેદવારોએ મેરીટ ના ધોરણે સૌપ્રથમ કરવાનો હોય છે. આ પ્રક્રિયા માંથી પસાર થયા બાદ ઉમેદવારોને  પ્રાથમિક શાળા પસંદગી માટે  જે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી મારફતે ફરીથી નક્કી કરેલ તારીખ અને સ્થળ પર હાજર રહેવા જાણ કરવામાં આવે છે. જે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા દરમિયાન હાજર રહી શકતા નથી તેમને પોતાનો પસંદગી હક ફરીથી પાછો મળવા પાત્ર નથી. એટલે કે આ ઉમેદવારોની  કોઈ ફરિયાદ પણ ગ્રાહ્ય રાખવામાં આવતી નથી.

મેરિટમાં શું ગણાશે?

  • TET-1 ના ગુણ
  • D.El.Ed ના ગુણ
  • શૈક્ષણિક લાયકાત

👉 જે ઉમેદવારોનું નામ મેરિટ લિસ્ટમાં આવે છે તેમને આગળની પ્રક્રિયા માટે બોલાવવામાં આવે છે.જે ઉમેદવારની મેરિટ વધુ હશે તેને પ્રાથમિકતા આપવામાં આવશે.આથી ઉમેદવારોને અરજી કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ અને તમામ માહિતી સાચી રીતે દાખલ કરવી જોઈએ.આ સંપૂર્ણ પ્રક્રિયા ઉમેદવારોને યોગ્ય અને પારદર્શક રીતે પસંદ કરવા માટે બનાવવામાં આવી છે.


મેરિટ ગણતરી કેવી રીતે થાય?

મેરિટ તૈયાર કરતી વખતે વિવિધ પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે:

  • TET -1 પરીક્ષાના માર્ક્સને મહત્વ આપવામાં આવે છે
  • D.El.Ed ના પરિણામનો સમાવેશ થાય છે
  • કેટેગરી મુજબ છૂટછાટ લાગુ પડે છે

👉 એટલે ઉમેદવારોને તેમના ગુણ  પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે.મેરિટ લિસ્ટ તૈયાર થયા બાદ તેને જાહેર કરવામાં આવે છે અને ઉમેદવારોને તેમની સ્થિતિ અનુસાર આગળની પ્રક્રિયા માટે બોલાવવામાં આવે છે.



વિદ્યા સહાયક માટે  ઓનલાઇન કેવી રીતે અરજી કરવી ?

ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિભાગમાં વિદ્યાસહાયક ની જગ્યાઓ માટે અરજીઓ સંપૂર્ણપણે ઓનલાઈન સ્વીકારવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારોએ https://dpegujarat.in વેબસાઈટ ઉપર 15/ 04/ 2026 થી 24/04 /2026 સુધી અરજી કરી શકશે.

શૈક્ષણિક લાયકાત, પગારધોરણ, વય મર્યાદા, વય મર્યાદામાં છૂટછાટ, પસંદગીના નિયમો, સ્વીકાર કેન્દ્રોની યાદી, ઓનલાઇન અરજી પત્રક ભરવા માટેની સૂચનાઓ અને સામાન્ય સૂચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો /પરિપત્રો ઉપરોક્ત વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહે છે. સ્વીકાર કેન્દ્રોમાં કેન્દ્રોમાં અરજી પત્રક જમા કરાવવાની છેલ્લી તારીખ 24/04/2026 ના રોજ 17:00 કલાક રહેશે.


ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા

જ્યારે તમારું નામ મેરિટ લિસ્ટમાં આવે છે ત્યારે પ્રક્રિયા  Document Verification.

શું થાય છે આ સ્ટેજમાં?

  • મૂળ પ્રમાણપત્રોની ચકાસણી થાય છે
  • ખોટી માહિતી હોય તો ઉમેદવાર રદ થઈ શકે
  • તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ હોવા જોઈએ

👉 આ સ્ટેજ ખૂબ જ મહત્વપૂર્ણ છે, એટલે કોઈ ભૂલ ન કરવી.


ઓનલાઇન અરજી ભરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો 

ઘણીવાર ઉમેદવારો નાની નાની ભૂલો નોંધણી પ્રક્રિયા વખતે કરે છે જેના કારણે ઘણી વખત યોગ્ય ઉમેદવાર હોવા છતાં આવા ઉમેદવારોને પ્રતિ પ્રક્રિયામાંથી બહાર રહેવું પડે છે. કેટલીક વાર માં ફોર્મ ભરતી વખતે જન્મ તારીખ અથવા મેરીટ ની ગણતરી માં ભૂલ જોવા મળે છે જેના કારણે ડોક્યુમેન્ટ વેરીફીકશન વખતે અથવા અસર દસ્તાવેજોની ચકાસણી સમયે તેઓને તેમના સામનો કરવો પડે છે. બીજી મોટી એ જોવા મળે છે કે અરજદારો દ્વારા ડોક્યુમેન્ટ અસ્પષ્ટ અથવા ઝાંખા અપલોડ કરવામાં આવે છે. આવું ન થાય તે માટે ઉમેદવારોએ સ્પષ્ટ અને સાચા ડોક્યુમેન્ટ વેબસાઈટ ઉપર અપલોડ થાય તે બાબત ધ્યાને લેવી જોઈએ.


ઘણીવાર કેટલાક લોકો છેલ્લી તારીખની રાહ જુએ છે જેના કારણે તેમને ટેકનિકલ સમસ્યા અથવા સર્વર ડાઉન ની સમસ્યાનો સામનો કરવો પડે છે. તેથી આ ભરતીમાં નોંધણી કરતી વખતે અરજદારોએ ઓફિશિયલી વેબસાઈટની સૂચનાઓ બરાબર વાંચીને તમામ વિગતો અરજી પત્રકમાં ફિલ- અપ કરીને બે વખત ધ્યાનથી વાંચવી જરૂરી છે ત્યારબાદ પોતાની શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અને અગત્યના દસ્તાવેજો સ્પષ્ટ રીતે જોઈ શકાય તે મુજબની માંગેલ સાઈઝમાં અપલોડ સમયસર કરી લેવા જોઈએ જેથી તેઓને કોઈપણ પ્રકારની ટેકનિકલ ખામી નો સામનો ન કરવો પડે.


ગુજરાત વિદ્યાસહાયક ભરતી 2026 માત્ર એક નોકરી નથી પરંતુ હજારો ઉમેદવારો માટે જીવન બદલવાની તક છે. સરકારી નોકરીની સુરક્ષા, સ્થિર આવક અને સમાજમાંપ્રતિષ્ઠા  જેવી બાબતો આ નોકરીને ખાસ બનાવે છે.

શિક્ષક તરીકેનું પદ સમાજમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે શિક્ષક વિદ્યાર્થીઓના ભવિષ્યને ઘડે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષકોની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ હોય છે.

આ ભરતી દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં ગુણવત્તા સુધારવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.આથી જો તમે શિક્ષણ ક્ષેત્રમાં રસ ધરાવો છો, તો આ તકને  ઝડપી લો  


વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

Q1: શું B.Ed ઉમેદવારો ફોર્મ કરી શકે?

👉 ના, આ ભરતી માટે D.El.Ed જરૂરી છે.

Q2: શું ઈન્ટરવ્યુ રહેશે?

👉 નહીં, માત્ર મેરિટ આધારિત પસંદગી થશે.

Q3: શું ઓફલાઈન ફોર્મ ભરાઈ શકે?

👉 નહીં, માત્ર ઓનલાઇન અરજી માન્ય છે.

Q4: અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ અરજી કરી શકે?
👉 હા, પરંતુ પછી માર્કશીટ અપલોડ કરવી પડશે.

Q5: અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
👉 24 એપ્રિલ 2026.

Q6: પગાર કેટલો મળશે?
👉 શરૂઆતમાં રૂ. 26,000.



ગુજરાત વિદ્યાસહાયક ભરતી 2026 વિશે નવી અપડેટ માટે અમારી વેબસાઈટને બુકમાર્ક કરો.”






Post a Comment

0 Comments