Ahmedabad Rural TRB Recruitment 2026: ધોરણ 9 પાસ માટે 526 જગ્યાઓ, જાણો અરજી પ્રક્રિયા

 

અમદાવાદ ગ્રામ્ય TRB ભરતી 2026 માટે 526 ટ્રાફિક બ્રિગેડ સેવકોની ભરતી અંગે


Ahmedabad Rural TRB Recruitment 2026:અમદાવાદમાં રહેતા અને સરકારી ક્ષેત્રમાં નોકરી મેળવવાનું સપનું જોઈ રહેલા યુવાનો માટે એક મહત્વપૂર્ણ તક સામે આવી છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક બ્રિગેડ સેવકો એટલે કે ટીઆરબી ની ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ ઉમેદવારો પાસેથી નિયત સમય મર્યાદામાં અરજીઓ મંગાવવામાં આવે છે. આ ભરતીની ખાસિયત એ છે કે માત્ર નવ પાસ કરેલ ઉમેદવારો પણ અરજી કરી શકે છે. જો તમે પણ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય અને નોકરીની શોધમાં રાહ જોઈને બેઠા હોય તો આ ભરતી તમારા માટે એક ઉત્તમ તક છે આ લેખમાં અમે તમને અમદાવાદ ગ્રામ્ય TRB ભરતી 2026 અંગેની તમામ માહિતીને સરળ ભાષામાં સમજાવીશું. 


અમદાવાદ ગ્રામ્ય TRB ભરતી 2026: ધોરણ 9 પાસ માટે 526 જગ્યાઓ 


કુલ 526 જગ્યા ઉપર ની ભરતી માટેની શૈક્ષણિક લાયકાત 

આ ભરતી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો ઉમેદવારી ઓછામાં ઓછું નવ પાસ કરેલું હોવું જરૂરી રહેશે. આ ભરતીમાં મહિલા અને પુરુષ બંને ઉમેદવારો અરજી કરી શકશે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા કુલ 526 ટ્રાફિક બ્રિગેડ સેવકોની પસંદગી કરવામાં આવશે. જિલ્લામાં વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આ ભરતી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે જે ઉમેદવારો પોલીસ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે તેમને માટે એક સારો અવસર બની શકે છે. જો ઉમેદવારી ધોરણ 10,12, ITI,ડિપ્લોમા અથવા ગ્રેજ્યુએશન નો સીધો અભ્યાસ કરેલો હતો પણ આ ભરતીમાં અરજી કરી શકશે. પરંતુ આ સાથે ઉમેદવાર અમદાવાદ ગ્રામ્ય પોલીસ હદ વિસ્તારમાં રહેતો હોવો જરૂરી છે. જો ઉમેદવાર આ હદ વિસ્તારની બહાર રહેતો હોય એટલે કે અમદાવાદ સિવાયના ઉમેદવારો અરજી કરી શકશે નહીં. 

HTAT આચાર્ય પ્રમોશન 2026: શિક્ષકો ઓ આપવી પડશે  150 ગુણ ની કસોટી


ઉમેદવારોની વય મર્યાદા 

અમદાવાદ ગ્રામ્ય TRB ભરતી 2026 માં અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી આવશ્યક છે. અને મહત્તમ ઉંમર મર્યાદા 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ ઉપરાંત અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારોને સરકારી ધારા ધોરણ મુજબ ઉંમર ની મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. ઉમેદવાર ની પસંદગી પ્રક્રિયા માટે શારીરિક માપદંડ માં પણ પાસ થવું જરૂરી બનશે. જે માટે પુરુષ ઉમેદવાર ની ઊંચાઈ 165 સેન્ટિમીટર અને વજન 50 કિલોગ્રામ હોવું જોઈએ . જ્યારે મહિલા ઉમેદવારોની ઊંચાઈ 158 સેન્ટીમીટર હોવી જોઈએ જ્યારે તેમનું વજન 40 kg થી ન હોવું જોઈએ. શારીરિક કસોટી ની વાત કરવામાં આવે તો પુરુષ ઉમેદવારોએ 800 મીટર ની દોડ 4 મિનિટ અને 10 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે. જ્યારે મહિલા ઉમેદવારો માટે 400 મીટર ની દોડ નો સમય 2 મિનિટ અને 10 સેકન્ડનો રહેશે.

શું તમે હજુ સુધી e-KYC નથી કરાવ્યું? જાણો તમને શું નુકસાન થઈ શકે છે?જાણો તેની અસરો 


લેખિત પરીક્ષા પદ્ધતિ અને પસંદગી પ્રક્રિયા 

અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ ભરતી ઉમેદવારે કુલ ગુણ 60 ના લેખિત પ્રશ્નપત્ર માં એમસીક્યુ આધારિત સામાન્ય જ્ઞાન વર્તમાન પ્રવાહો અને સામાન્ય સમાજ આધારિત પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. આ ઉપરાંત લેખિત પરીક્ષા પછી મૌખિક પરીક્ષા લેવામાં આવશે જે 20 ગુણની હશે. જેમાં ઉમેદવારની સંવાદ કૌશલ્યતા, સામાન્ય જ્ઞાન અને આત્મવિશ્વાસ નું મૂલ્યાંકન કરવામાં આવશે. આ ત્રણ તબક્કાઓમાંથી પસાર થયા પછી ઉમેદવારની શારીરિક કસોટી લેખિત કસોટી અને મૌખિક પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોની આ ક્રીમ મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે અને મેરીટ ના આધારે ઉમેદવારોને પસંદગી આપવામાં આવશે. જેથી ઉમેદવારે દરેક તબક્કામાં સારો દેખાવ કરવો જરૂરી બને છે. 

હવે ઘરે બેઠા આવક, જાતિ અને અન્ય સરકારી દાખલા ઓનલાઈન મેળવવામાં સરળતા મળશે

તાલીમ પ્રક્રિયા 

પસંદગી પામેલા ઉમેદવારોને પોલીસ હેડકવોટર મકરબા અમદાવાદ ગ્રામ્ય ખાતે 15 દિવસની તાલીમ આપવામાં આવશે. આ તાલીમ પૂર્ણ થયા બાદ ઉમેદવારોને ટ્રાફિક બ્રિગેડ સેવક તરીકેની કામગીરી સોંપવામાં આવશે.

અરજી કરવાની રીત 

આ ભરતી માટે ઉમેદવારોને ઓનલાઇન અરજી કરવાની કોઈપણ પ્રકારની સુવિધા આપવામાં આવી નથી ઉમેદવારોએ માત્ર ઓફલાઈન અરજી કરવાની રહેશે. 



  1. 15 જૂન 2026થી અરજી ફોર્મ મેળવવું.
  2. નજીકના પોલીસ સ્ટેશન, જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ અથવા જિલ્લા ટ્રાફિક શાખા અમદાવાદ ગ્રામ્ય ખાતેથી ફોર્મ મેળવવું.
  3. ફોર્મમાં જરૂરી વિગતો ભરવી.
  4. જરૂરી દસ્તાવેજો જોડવા.
  5. જે પોલીસ સ્ટેશનમાંથી ફોર્મ મેળવ્યું હોય ત્યાં જ 25 જૂન 2026 સુધીમાં જમા કરાવવું.

છેલ્લી તારીખ પછી કોઈ અરજી સ્વીકારવામાં આવશે નહીં.



અરજી સાથે  જરૂરી  દસ્તાવેજો 

અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજો જરૂરી રહેશે:

  • ધોરણ 9 પાસનું પ્રમાણપત્ર
  • વધુ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • આધાર કાર્ડ
  • જન્મ પ્રમાણપત્ર
  • ચૂંટણી કાર્ડ
  • રેશન કાર્ડ
  • ડોમીસાઈલ સર્ટિફિકેટ
  • પાસપોર્ટ સાઇઝના 2 ફોટોગ્રાફ
  • રહેઠાણનો પુરાવો

અમદાવાદ ગ્રામ્ય TRB ભરતી 2026 ધોરણ 9 પાસ ઉમેદવારો માટે નોકરી મેળવવાની એક ઉત્તમ તક છે. કુલ 526 જગ્યાઓ માટે ભરતી થવાની હોવાથી મોટી સંખ્યામાં ઉમેદવારોને લાભ મળશે. જો તમે જરૂરી લાયકાત ધરાવતા હોય  અને પોલીસ વિભાગ સાથે જોડાવા તૈયાર છો , તો સમયસર અરજી કરીને આ તકનો લાભ જરૂર લો.અરજી શરૂ થવાની તારીખ 15 જૂન 2026 છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 25 જૂન 2026 છે. તેથી તમામ ઉમેદવારોએ સમયસર ફોર્મ મેળવી જરૂરી દસ્તાવેજો સાથે અરજી પૂર્ણ કરવી જોઈએ.

Post a Comment

0 Comments