ગુજરાત TET વિવાદ 2026: 2010 પહેલાંના શિક્ષકોની માંગ, ધરણાં

 



ગુજરાત TET વિવાદ 2026: 2010 પહેલાંના શિક્ષકોની TETમાંથી મુક્તિની માંગ


ગુજરાત રાજ્યમાં સુપ્રીમ કોર્ટના એક મહત્વપૂર્ણ નિર્ણય બાદ રાજ્યના હજારો શિક્ષકોમાં અસંતોષનો ખ્યાલ આવે છે. ખાસ કરીને વર્ષ 2010 પહેલા ભરતીમાં શિક્ષકો માટે ફરજિયાત Tet પરીક્ષા પાસ અંગેનો મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ શિક્ષક સંગઠન દ્વારા સરકાર સમક્ષ અનેક મહત્વપૂર્ણ રજૂ કરવામાં આવી રહી છે. જેમાં સૌથી મોટી માંગ 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકોને ફરિયાદ Tet પરીક્ષામાંથી મુક્તિ આપવાની છે. શિક્ષકોનું કહેવું છે કે તેઓ જ્યારે નોકરીમાં જોડાયા ત્યારે આવી કોઈ શરત અમલમાં નહોતી .તેથી વર્ષો બાદ નવી શરત લાગુ કરવી  ન્યાય સંગત નથી. આ ઉપરાંત શિક્ષકો જૂની પેન્શન યોજના, ધોરણ 6 થી 8ના શિક્ષકો માટે અલગ ગ્રેડ-પે અને HTAT આચાર્યોને વધારાની શાળાનો ચાર્જ સોપવાની પ્રથા નો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. 


ગાંધીનગરમાં રાજ્ય વ્યાપી ધરણાનું આયોજન 

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શિક્ષક સંગઠનો દ્વારા વિરોધ કાર્યક્રમ ઓ બાદ હવે ગાંધીનગરમાં રાજ્યવ્યાપી ધરણા કરવાની  જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં 11 જુલાઈએ સેક્ટર 6 માં સત્યાગ્રહ છાવણી ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં રાજ્યના અનેક જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો જોડાઈ તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સંગઠનોનો દાવો છે કે સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે શાંતિપૂર્ણ અને લોકશાહી પદ્ધતિથી વિરોધ કરવામાં આવશે. જો સરકાર તરફથી યોગ્ય નિર્ણય નહી લેવાય તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન પણ થઈ શકે છે. 

AMC Recruitment 2026 અંતર્ગત સહાયક સિનિયર ક્લાર્કની 250 જગ્યાઓ માટે ભરતી 

30000 થી વધુ શિક્ષકો જોડાઈતી શક્યતા 

શિક્ષક સંગઠનો જણાવનાર મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 30000 થી વધુ શિક્ષકો ગાંધીનગર ખાતે  કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. આ સંગઠનનો દ્વારા TET પરીક્ષા મુક્તિ ઉપરાંત જૂની પેન્શન યોજના ફરી અમલમાં મૂકવાની બીજી મહત્વની માંગ છે. ઘણા શિક્ષકો માને છે કે નવી પેન્શન યોજના કરતાં OPS વધુ સુરક્ષિત છે અને નિવૃત્તિ બાદ આર્થિક સ્થિરતા પણ આપે છે. ધોરણ 6 થી 8 ના શિક્ષકો માટે કાર્યની જવાબદારી,શૈક્ષણિક લાયકાતને ધ્યાનમાં રાખીને અલગ પગાર ધોરણની પણ સંગઠનો ની એક માંગ રહેલી છે. અને છેલ્લે શિક્ષકોનું કહેવું છે કે એક સાથે અનેક શાળાની જવાબદારી નો ચાર્જ Htat આચાર્યોને આપવાથી શિક્ષણની ગુણવત્તા પર અસર પડે છે. તેથી HTAT આચાર્યોને વધારાના ચાર્જ ન સોંપવાની પ્રથા નો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે.


કામધેનુ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2026 | 101 જગ્યાઓ માટે ભરતી જાહેર

ટેટ પરીક્ષા મુક્તિ સરકાર  ની ભૂમિકા 

હાલ મળતી માહિતી મુજબ, સરકાર તરફથી કોઈ અંતિમ જાહેરાત કરવામાં આવી નથી, સરકાર શિક્ષક સંગઠનો સાથે ચર્ચા કરીને કોઈ વચલો માર્ગ શોધવાનો પ્રયાસ કરી શકે છે કેટલાક કિસ્સાઓમાં વિશેષ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી શકે છે અથવા કાયદાકીય અભિપ્રાય બાદ નિર્ણય લેવામાં આવી શકે છે. જો સરકાર શિક્ષકોની માંગણી સ્વીકારશે તો હજારો શિક્ષકોને રાહત મળી શકે છે બીજી તરફ જો નિયમોમાં કોઈ ફેરફાર નહીં થાય તો શિક્ષકોને કોર્ટના નિર્ણય મુજબની પ્રક્રિયા અનુસરવી પડી શકે છે. 

આવકનો દાખલો મેળવવા ઓનલાઈન અરજી કરવાની રીત

શિક્ષણ વ્યવસ્થા પર શું અસર પડી શકે 

લાંબા સમય સુધી વિરોધ પ્રદર્શન સારું રહેશે તો સરકારી શાળાઓના દૈનિક શિક્ષણ કાર્ય ઉપર અસર પડી શકે છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ ,પરીક્ષા તૈયારી અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વિલંબ થવાની સંભાવના રહેલી છે. બીજી તરફ શિક્ષકોનું કહેવું છે કે તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ આવશે તો વધુ નિષ્ઠાપૂર્વક શિક્ષણ કાર્ય કરી શકશે તેવી સરકારને શિક્ષક સંગઠનો વચ્ચે ચર્ચાઓ દ્વારા ઉકેલ આવે તે  સૌના હિતમાં છે.


શિક્ષકો નું માનવું છે કે તેઓ વર્ષોથી વિદ્યાર્થીઓની શિક્ષણ આપી રહ્યા છે. તેઓનો દાવો છે કે ભરતી સમયે જે નિયમો અમલમાં હતા તે મુજબ જ તેમની નિમણૂક થઈ હતી તેથી પાછળથી નવા નિયમો લાગુ કરીને તેની નોકરી અથવા બઢતી ઉપર અસર કરવી હિતાવહ નથી. તેમની કામગીરીના આધારે તેમની યોગ્યતા સાબિત થાય છે. 



Tet પરીક્ષા મુક્તિ પર આગળ શુ નિર્ણય આવી શકે 

ગુજરાતમાં ફરજિયાત પરીક્ષા પાસ ને લઇને ઊભા થયેલા વિરોધ રાજ્યની શિક્ષણ ક્ષેત્રમાં નવી ચર્ચા બનાવી છે. ખાસ  2010 પહેલા ભરતી પામેલા શિક્ષકો માટે આ ખાસ મહત્વની બાબત છે. સમગ્ર મુદ્દા બાદ હવે, નજર સરકાર અને શિક્ષક સંગઠનો વચ્ચે આગામી ચર્ચા પર રહેશે. તો બંને પક્ષ વચ્ચે સંમતિ બનશે તો વિવાદનો ઉકેલ આવી શકે છે. જો કોઈ સમાધાન ન  થાય તો આ મુદ્દો ફરી કાનૂની અથવા વહીવટી પ્રક્રિયામાં જઈ શકે છે. શિક્ષક સંગઠનો પોતાની માંગણીઓ માટે લોકશાહી પદ્ધતિ વિરોધ કરી રહ્યા છે જ્યારે સરકાર માટે કોર્ટના નિર્ણય અને શિક્ષકોને લાગણીઓ વચ્ચે સંતુલન જાળવવાનો પડકાર છે. આગામી દિવસોમાં સરકારનું વલણ શિક્ષક સંગઠનો સાથેની બેઠક અને સંભવિત જાહેરાતો સમગ્ર મુદ્દાની દિશા નક્કી કરશે.





Post a Comment

0 Comments