ઘણા લોકોને એવો પ્રશ્ન થાય છે કે આવકનો દાખલો કેવી રીતે કઢાવવો? આજના સમયમાં સરકારી યોજનાઓ, સ્કોલરશીપ શિક્ષણ ,લોન, નોકરી તેમજ અન્ય અનેક મહત્વપૂર્ણ કામો માટે આવકનો દાખલો એટલે કે Income Certificate એક અગત્યનો દસ્તાવેજ બની ગયો છે .ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિ સરકારી સહાય મેળવવા માંગે છે તો પોતાની વાર્ષિક આવકનો સત્તાવાર પુરાવો રજૂ કરવો હોય ત્યારે આવકનો દાખલો ફરજિયાત બની ગયો છે. પરંતુ ઘણા લોકોને આવકનો દાખલો મેળવવા ઓનલાઈન અરજી ક્યાંથી કરવી? કયા દસ્તાવેજો જૂની જરૂર પડે? અને કેટલા દિવસમાં દાખલો મળે? આમાં તમામ પ્રશ્નો જવાબ જાણવા માટે યોગ્ય માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. ગુજરાતમાં હવે આવકનો દાખલો મેળવવાની પ્રક્રિયા પહેલાં કરતાં ઘણી સરળ બની ગઈ છે. હવે અરજદારો જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, egram સેન્ટર અથવા ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે સરળતા થી અરજી કરી શકે છે. જો જરૂરી દસ્તાવેજો તૈયાર હોય અને અરજીમાં સાચી માહિતી આપવામાં આવે તો ટૂંક સમયમાં માં દાખલો મેળવી શકાય છે. આ લેખમાં, દાખલા નું મહત્વ, તેનો ઉપયોગ ક્યાં થાય છે, જરૂરી દસ્તાવેજો કયા છે ,ઓનલાઇન અરજી કેવી રીતે કરવી,અરજીની સ્થિતિ કેવી રીતે અરજી ની સ્થિતિ કેવી રીતે ચેક કરવી, દાખલો કેવી રીતે ડાઉનલોડ કરવો જે તમામ માહિતી સમજાવવાનો પ્રયત્ન કરીશું.
કામધેનુ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2026 | 101 જગ્યાઓ માટે ભરતી જાહેર
આવકનો દાખલો શું છે અને તેનું મહત્વ
આવકનો દાખલો એટલે એક એવું પ્રમાણપત્ર જે સરકાર દ્વારા આપવામાં આવે છે જેમાં વ્યક્તિ અથવા પરિવારની વાર્ષિક આવક દર્શાવવામાં આવે છે. આ દાખલો સાબિતી આપે છે કે તમારી કુલ આવક કેટલી છે અને તેનો ઉપયોગ વિવિધ સરકાર ખાનગી કાર્યોમાં થાય છે સરળ ભાષામાં વાત કરીએ તો, તમારી આવકનો સરકારી પુરાવો એટલે આવકનો દાખલો.
આ દસ્તાવેજ વ્યક્તિ અથવા પરિવારની વાર્ષિક આવકનો સત્તાવાર પુરાવા તરીકે કામ કરે છે. સરકાર તેમજ અને અન્ય સંસ્થાઓ કોઈ પણ વ્યક્તિની આર્થિક સ્થિતિ જાણવા માટે આવક ના દાખલાની માંગ કરે છે. ખાસ કરીને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આવકનો દાખલો ફરજિયાત બને છે ઘણી યોજનાઓ છે કે જેમાં ચોક્કસ આવક મર્યાદા હેઠળના લોકોને જ અરજી કરી શકે છે આવી સ્થિતિમાં આવકનો દાખલો તમારી પાત્રતા સાબિત કરે છે. વિદ્યાર્થીઓ માટે આવક નો દાખલો ખૂબ જ ઉપયોગી છે. સ્કોલરશીપ ,ફી માફી, શિક્ષણ સહાય અથવા એજ્યુકેશન લોન માટે અરજી કરતી વખતે ઘણી વખત આવકનો દાખલો માંગવામાં આવે છે તેનાથી વિદ્યાર્થીઓને સરકારી લાભ મેળવવામાં સરળતા રહે છે તે ઉપરાંત નોકરી માટે અરજી, કોર્ટ સંબંધિત કામ, બેંક લોન,EWS સર્ટીફીકેટ ,નોન ક્રિમિલિયર સર્ટીફીકેટ અને અન્ય ઘણા સરકારી કામોમાં આવકનો દાખલો જરૂરી બને છે. કેટલાક કિસ્સામાં સ્થાનિક કચેરીઓ પણ વિવિધ સર્ટિફિકેટ અથવા પરવાનગી માટે આવકનો પુરાવા માંગે છે. જ્યાં તમારી આવકનો જરૂર પડે છે ત્યાં આવકનો દાખલો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી સમયસર આવકનો દાખલો કાઢી રાખવો ભવિષ્યમાં ઘણા કામોને સરળ બનાવી શકે છે.
AMC Recruitment 2026 અંતર્ગત સહાયક સિનિયર ક્લાર્કની 250 જગ્યાઓ માટે ભરતી
આવકનો દાખલો ક્યાંથી મેળવી શકાય
ગુજરાત સરકાર દ્વારા નાગરિકોની સુવિધા માટે આવકનો દાખલો મેળવવાની અનેક વ્યવસ્થાઓ રાખવામાં આવેલી છે . જે મુજબ અરજદાર પોતાની અનુકૂળતા પ્રમાણે ઓનલાઇન અથવા ઓફલાઈન બંને રીતે અરજી કરી શકે છે. જો તમારી પાસે ઇન્ટરનેટની સુવિધા હોય તો તમે ઘેર બેઠા ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા ઓનલાઇન અરજી કરી શકો છો. આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યા પછી જરૂરી વિગતો ભરીને ત્યારબાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરતા સરળતાથી અરજી કરી શકાય છે. અરજી સબમીટ થયા પછી એપ્લિકેશન નંબર મળે છે જેના આધારે તમે અરજીની સ્થિતિ પણ ઓનલાઇન ચકાસી શકો છો. બીજી રીત મુજબ જો તમે ઓનલાઇન અરજી કરવામાં મૂંઝવણ અનુભવતા હોય તો તમારા નજીકના જન સેવા કેન્દ્ર ઉપર જઈને પણ આવક ના દાખલા માટે અરજી કરી શકો છો. તેના ઓપરેટર તમને અરજી ભરી આપશે અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને અરજી ફોર્મ સબમીટ કરવામાં આવે છે. આ સિવાય ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો માટે eGram સેન્ટર પણ આવકનો દાખલો મેળવવાનો સરળ વિકલ્પ છે. તે સિવાય, તમારા તાલુકા ની મામલતદાર કચેરીમાં રૂબરૂ જઈને પણ આવકનો દાખલો અરજી કરીને મેળવી શકાય છે. મામલતદાર ઓફિસમાં અરજી ફોર્મ ભરીને જરૂર દસ્તાવેજો ની નકલ જમા કરાવી પડે છે. અરજીની ચકાસણી પૂર્ણ થયા બાદ આવકનો દાખલો આપવામાં આવે છે. આ રીતે ગુજરાતમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ જન સેવા કેન્દ્ર ઇ ગ્રામ સેન્ટર અને મામલતદાર કચેરી જેવા ચાર મુખ્ય માધ્યમ દ્વારા દાખલો મેળવી શકાય છે. અરજદાર પોતાની સુવિધા અને ઉપલબ્ધતા અનુસાર યોગ્ય વિકલ્પ પસંદ કરીને અરજી કરી શકે છે જો તમામ માહિતી સાચી અને દસ્તાવેજો સાચા હોય તો સામાન્ય રીતે થોડા દિવસોમાં જ આવકનો દાખલો મળી જાય છે.
આવકનો દાખલો બનાવવા માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- સરનામું પુરાવો
- આવક પુરાવા દસ્તાવેજો
- મોબાઇલ નંબર
આવક પુરાવા તરીકે શું ચાલે?
શું તમે હજુ સુધી e-KYC નથી કરાવ્યું? જાણો તમને શું નુકસાન થઈ શકે છે?જાણો તેની અસરો
આવકનો દાખલો ઓનલાઈન કેવી રીતે કાઢવો?
Step 1: Portal પર જાઓ.
Digital Gujarat Portal ખોલો.
Digital Gujarat Portal login
Step 2: Registration / Login
જો તમારું એકાઉન્ટ નથી તો Registration કરો.
જો પહેલેથી Account છે તો Login કરો.
Step 3: Service પસંદ કરો
Search માં જઈ Income Certificate શોધો.
step 4: Form ભરો
ફોર્મમાં નીચેની વિગતો ભરો:
- અરજદારનું નામ
- સરનામું
- મોબાઇલ નંબર
- આધાર નંબર
- આવક માહિતી
બધી માહિતી સાચી દાખલ કરો.
Step 5: Documents Upload કરો
જરૂરી દસ્તાવેજો Scan કરીને Upload કરો.
Step 6: Submit Application
બધી વિગતો ચેક કર્યા બાદ Submit કરો.
Submit કર્યા બાદ તમને Application Number મળશે.
ઓફલાઈન અરજી પ્રક્રિયા
જો તમે ઓફલાઈન અરજી કરવા માંગો છો તો તમારા નજીકના જન સેવા કેન્દ્ર ઉપર જાઓ અથવા મામલતદાર કચેરીમાં જઈને અરજી ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજો સાથે અરજી પૂર્ણ કરી જમા કરાવો.
આવકનો દાખલો મેળવવા માટે અરજી ના નમુનો
આવકનો દાખલો અરજી નમૂનો
અરજી લખવાનું સરળ નમૂનો:
પ્રતિ,
મામલતદારશ્રી / જન સેવા કેન્દ્ર અધિકારીશ્રી
________ તાલુકો
જિલ્લો: ________
વિષય: આવક દાખલો મેળવવા બાબત અરજી
સવિનય વિનંતી છે કે મને સરકારી યોજના / સ્કોલરશિપ / અન્ય કામ માટે આવક દાખલાની જરૂર છે. તેથી વિનંતી છે કે મારા નામે આવક દાખલો કાઢી આપશો.
મારી જરૂરી માહિતી નીચે મુજબ છે:
- અરજદારનું નામ: __________
- સરનામું: __________
- મોબાઇલ નંબર: __________
- આધાર નંબર: __________
આ સાથે જરૂરી દસ્તાવેજો જોડેલ છે.
આભાર.
આપનો વિશ્વાસુ,
નામ: __________
આવક ના દાખલા ની અરજી કર્યા પછી સૌથી સામાન્ય પ્રશ્ન એ થાય છે કે નો દાખલો કેટલા દિવસમાં મળે? સામાન્ય રીતે ગુજરાતમાં દાખલા માટે ઓનલાઇન અથવા ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીની ચકાસણી પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. જો અરજદાર દ્વારા આપવામાં આવેલી તમામ માહિતી સાચી અને સંપૂર્ણ હોય તો સામાન્ય રીતે 7થી 15 કાર્યકારી દિવસમાં આવકનો દાખલો તૈયાર થઈ જાય છે. જોકે અરજીની સંખ્યા, સંબંધિત કચેરી નો કાર્યભાર અથવા દસ્તાવેજની ચકાસણીમાં લાગતા સમયને આધારે ઘણીવાર તેમાં વધુ સમય લાગી શકે છે. જોકે ,તેમાં કોઈ ભૂલ હોય અથવા જરૂરી દસ્તાવેજો જોડવા વધારાની માહિતીની જરૂર પડે તો અરજી પેન્ડિંગ રાખવામાં આવી શકે છે અથવા સુધારા માટે પરત મોકલવામાં આવે છે. જો તમે ડિજિટલ પોર્ટલ દ્વારા અરજી કરી હોય તો તમને મળેલા એપ્લિકેશન નંબર દ્વારા અરજીની સ્થિતિ ઓનલાઇન ચકાસી શકો છો જ્યારે અરજી મંજૂર થઈ જાય ત્યારે આવકનો દાખલો ઓનલાઇન ડાઉનલોડ કરી શકાય છે અથવા જનસેવા કેન્દ્ર અથવા સંબંધિત કચેરીમાં મેળવી શકાય છે.
આવકનો દાખલો ડાઉનલોડ કેવી રીતે કરવો
Approval મળ્યા બાદ ડિજિટલ પોર્ટલ પર જઈને લોગીન કરો.
તેમાં approved certificate પર જાઓ.
Download pdf કરો.
આવકનો દાખલો આજના સમયમાં ખૂબ જ જરૂરી દસ્તાવેજ છે. સરકારી યોજના, સ્કોલરશિપ, લોન અને નોકરી માટે તેની જરૂરી માનવામાં આવે છે .તમે જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, Digital Gujarat Portal અથવા eGram Center દ્વારા સરળતાથી અરજી કરી શકો છો.જો તમે સમયસર સાચા દસ્તાવેજો સાથે અરજી કરશો, તો સરળતાથી આવકનો દાખલો મેળવી શકશો.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
1. આવકનો દાખલો શું છે?
આવકનો દાખલો એ સરકાર દ્વારા આપવામાં આવતું સત્તાવાર પ્રમાણપત્ર છે, જે વ્યક્તિ અથવા પરિવારની વાર્ષિક આવકનો પુરાવો આપે છે.
2. આવકનો દાખલો કોણ મેળવી શકે?
ગુજરાતનો કોઈપણ પાત્ર નાગરિક, જે જરૂરી દસ્તાવેજો રજૂ કરી શકે, તે આવકના દાખલા માટે અરજી કરી શકે છે.
3. આવકનો દાખલો ક્યાંથી કાઢી શકાય?
તમે Digital Gujarat Portal, જન સેવા કેન્દ્ર (Jan Seva Kendra), eGram Center અથવા મામલતદાર કચેરી મારફતે આવકનો દાખલો મેળવી શકો છો.
4. આવકનો દાખલો બનાવવા માટે કયા દસ્તાવેજો જરૂરી છે?
આધાર કાર્ડ, રેશન કાર્ડ, સરનામાનો પુરાવો, આવકનો પુરાવો, પાસપોર્ટ સાઇઝ ફોટો અને મોબાઇલ નંબર જેવા દસ્તાવેજોની જરૂર પડે છે.
5. આવકનો દાખલો કેટલા દિવસમાં મળે?
સામાન્ય રીતે અરજી કર્યા બાદ 7 થી 15 કાર્યકારી દિવસમાં આવકનો દાખલો મળી જાય છે.
6. શું આવકના દાખલા માટે ઓનલાઈન અરજી કરી શકાય?
હા, Digital Gujarat Portal દ્વારા ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકાય છે.
7. આવકના દાખલાની અરજીની સ્થિતિ કેવી રીતે ચેક કરવી?
Application Number ની મદદથી Digital Gujarat Portal પર અરજીની સ્થિતિ ઓનલાઈન જોઈ શકાય છે.
8. આવકનો દાખલો કેટલા સમય સુધી માન્ય રહે છે?
ઘણી સરકારી સેવાઓ માટે આવકનો દાખલો સામાન્ય રીતે 3 નાણાકીય વર્ષ (Financial Years) સુધી માન્ય ગણવામાં આવે છે. જોકે, કેટલીક યોજનાઓમાં અલગ નિયમો હોઈ શકે છે.
9. આવકનો દાખલો ગુમ થઈ જાય તો શું કરવું?
જો આવકનો દાખલો ઓનલાઈન ઉપલબ્ધ હોય, તો તેને ફરીથી ડાઉનલોડ કરી શકાય છે. અન્યથા સંબંધિત કચેરીનો સંપર્ક કરવો.
10. શું વિદ્યાર્થી આવકના દાખલા માટે અરજી કરી શકે?
હા, વિદ્યાર્થી પોતે અથવા તેના માતા-પિતા/વાલી દ્વારા આવકના દાખલા માટે અરજી કરી શકે છે.
11. આવકનો દાખલો કયા કામમાં ઉપયોગી થાય છે?
સ્કોલરશિપ, સરકારી યોજનાઓ, શિક્ષણ લોન, EWS પ્રમાણપત્ર, નોકરી અને અન્ય સરકારી સેવાઓ માટે તેનો ઉપયોગ થાય છે.
12. અરજી રદ થવાના મુખ્ય કારણો કયા છે?
ખોટી માહિતી આપવી, અધૂરા દસ્તાવેજો અપલોડ કરવાં અથવા જરૂરી પુરાવા ન આપવાને કારણે અરજી રદ થઈ શકે છે.
13. શું આવકના દાખલા માટે ફી ચૂકવવી પડે?
સેવા મેળવવાના માધ્યમ (ઓનલાઈન અથવા જન સેવા કેન્દ્ર) અને સરકારના નિયમો અનુસાર ફી લાગુ પડી શકે છે.
14. શું પરિવારના દરેક સભ્ય માટે અલગ આવકનો દાખલો કાઢી શકાય?
જરૂરિયાત અને સંબંધિત કચેરીના નિયમો મુજબ અલગ-અલગ અરજદારના નામે આવકનો દાખલો મેળવી શકાય છે.
15. આવકનો દાખલો ડાઉનલોડ કેવી રીતે કરવો?
અરજી મંજૂર થયા પછી Digital Gujarat Portal પર Login કરીને Approved Certificate વિભાગમાંથી PDF સ્વરૂપે આવકનો દાખલો ડાઉનલોડ કરી શકાય છે.

0 Comments