Std 1 Admission Age Rule Gujarat 2026 | કેટલી ઉંમર જરૂરી?

 



ગુજરાતમાં ધોરણ 1 પ્રવેશ માટે ઉંમર નિયમ 2026 | Std 1 Admission Age Rule Gujarat

ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ માટે ઉંમર સંબંધિત નિયમો ખૂબ જ મહત્વપૂર્ણ છે ખાસ ધોરણ 1 માં પ્રવેશ માટે વિદ્યાર્થીઓની યોગ્ય ઉંમર નક્કી કરવી જરૂર છે ઘણા વાલીઓને આ બાબતે સ્પષ્ટ માહિતી ન હોવાને કારણે અનેક પ્રશ્નો ઉદ્ભવે છે. ઘણા વાલીઓ જાણતા નથી કે બાળકને કઈ ઉંમરે શાળામાં મોકલવું યોગ્ય છે અને શું સરકાર દ્વારા કોઈ ચોક્કસ નિયમ નક્કી કરવામાં આવે છે કે નહીં. 


ભારતની નવી શિક્ષણ નીતિ 2020 લાગુ કર્યા બાદ પ્રાથમિક શિક્ષણના માળખામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે જે મુજબ બાળકને સીધા ધોરણ 1 માં પ્રવેશ આપવા કરતા પહેલા બાલવાટિકા જેવા  તબક્કા ઉપર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે ગુજરાત સરકાર પણ આ નીતિ મુજબ શિક્ષણ વ્યવસ્થામાં સુધારો કરી રહી છે. 


ધોરણ એક માટે ઉંમર નિયમ શું છે 


ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ મુજબ ધોરણ-1 માં પ્રવેશ માટે બાળકની ઉંમર નક્કી કરેલી હોવી જરૂરી છે સામાન્ય રીતે ધોરણ-1 માં પ્રવેશ માટે બાળકની ઉંમર છ વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઈએ . તેમાં પહેલી જૂન અથવા 31 મે સુધી બાળકની ઉંમર છ વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઈએ. 

ઉદાહરણ તરીકે જો કોઈ બાળકનો જન્મ એક જુન 2020 પહેલા થયો છે તો તે બાળક 2026 માં ધોરણ એક માટે પ્રવેશપાત્ર ગણાશે 


બાલવાટિકા શું છે અને કેમ જરૂરી છે?Pre-Primary Stage અને તેનું મહત્વ

જો પહેલી જૂન પછી બાળક નો જન્મ થયો હોય તો તો તે બાળકે પ્રવેશ માટે એક વર્ષ રાહ જોવી પડશે. એટલે કે પાંચ વર્ષ થી ઉપરનું બાળક બાલવાટિકા માં પ્રવેશપાત્ર ગણાશે. સરકારના નિયમો પાછળનું કારણ આ ઉંમર નિયમ માત્ર નિયમ માટે નથી પરંતુ બાળકના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. બાલવાટિકા પ્રી -પ્રાઇમરી સ્ટેજ છે જેમાં 5 વર્ષના ઉંમરના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. આ તબક્કામાં બાળકને રમતમાં ગીતો વાર્તાઓ અને પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. બાલવાટિકા અને ધોરણ-1 નો સબંધ બાળકને સીધા ધોરણ 1 માં પ્રવેશ આપવા કરતા પહેલા બાલવાટિકા કરાવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાજ્યની તમામ સરકારી શાળાઓમાં હવે બાલવાટિકા શરૂ કરવામાં આવી છે. 


નવી શિક્ષણ નીતિ 2020 અને પ્રાથમિક શિક્ષણમાં ફેરફાર


ધોરણ 1 માં બાળકને પ્રવેશ માટે કરવામાં આવેલો સુધારો બાળકને નાની ઉંમરે સ્કૂલમાં મૂકવાથી તે અભ્યાસમાં પાછળ પડી શકે છે. છ વર્ષની ઉંમરે બાળકનું મગજ શીખવા માટે વધુ તૈયાર હોય છે.નવી શિક્ષણ નીતિ NEP 2020 મુજબ 5+3+3+4 સ્ટ્રક્ચર લાગુ કરવામાં આવ્યું છે. જેમાં  ત્રણથી આઠ વર્ષની ઉંમર ફાઉન્ડેશનલ પગલું ગણાય છે. યોગ્ય ઉંમર અને યોગ્ય તૈયારી વગર બાળક શાળાએ મોકલવાથી તેના અભ્યાસ પર નકારાત્મક અસર પડી શકે છે. 

પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો 

ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીને ધોરણ 1 માં પ્રવેશ મળે છે. એ મુજબ વિદ્યાર્થીનું જન્મનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો, બાળકનો અને વાલીનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો જેવા દસ્તાવેજો તૈયાર કરવાના હોય છે. વાલીઓ સરકારી શાળાઓમાં માં ધોરણ 1 માં પોતાના બાળકના પ્રવેશ માટે કોઈ ફી ભરવાની રહેતી નથી.


બાલવાટિકા કે બાળકના શૈક્ષણિક જીવનની શરૂઆત છે જો બાળકનો તબક્કો પૂર્ણ કરે તો ધોરણ 1 માં તેને કોઈ મુશ્કેલી પડતી નથી ને તે ઝડપથી શીખી શકે છે. આ માટે વાલીઓએ પોતાના બાળકની ઉંમર ચકાસી તેને સમયસર શાળામાં પ્રવેશ અપાવવો જોઈએ.


Faq.

Q1. ધોરણ 1 માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે. 

👉 6 વર્ષ પૂર્ણ હોવી જોઇએ .

Q2.Cut off date શું છે?

👉 સામાન્ય રીતે 1 જૂન 

Q3.RTE માં આ નિયમ લાગુ પડે છે.

👉 હા







Post a Comment

0 Comments