HTAT આચાર્ય પ્રમોશન 2026: શિક્ષકો ઓ આપવી પડશે 150 ગુણ ની કસોટી પરિપત્ર જાહેર

 

ગુજરાતના મુખ્ય શિક્ષકો માટે HTAT આચાર્ય પ્રમોશન પરીક્ષા 2026 અંગેની માહિતી




HTAT આચાર્ય બનવા ઇચ્છતા મુખ્ય શિક્ષકો માટે મોટા સમાચાર હવે પ્રમોશન માટે લેવાશે 150 માર્ક્સ ની પરીક્ષા સંપૂર્ણ વિગતો 

ગુજરાતના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે લાંબા સમિતિ જે શિક્ષકો વચ્ચે પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે નવી તક આવી ગઈ છે. પ્રાથમિક શિક્ષણ સત્ર જોડાયેલા હજારો મુખ્ય શિક્ષકો માટે આ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક કેડરના મુખ્ય શિક્ષકોને સીધા HTAT આચાર્ય તરીકે પ્રમોશન આપવા માટેની પ્રક્રિયાને આગળ વધારવામાં આવી રહી છે. આ નવી વ્યવસ્થામાં ઉમેદવારો લેખિત પરીક્ષા આપવી પડશે આ પરીક્ષામાં 150 ગુણની નીકર આધારિત પ્રશ્નોના જવાબ આપવાના રહેશે જેમાં સામાન્ય જ્ઞાનથી લઈને શિક્ષણ ક્ષેત્ર શિક્ષણનીતિ અને RTE સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે. 

શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા માર્ગદર્શક નિયમો અનુસાર મુખ્ય શિક્ષકોને HTAT આચાર્ય તરીકે પ્રમોશન મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેવું પડશે.નવી પ્રક્રિયા મુજબ ઉમેદવારોના જ્ઞાન, નેતૃત્વ ક્ષમતા અને શિક્ષણ સંબંધિત સમજનું મૂલ્યાંકન કરવામાં આવશે. આથી શાળાઓને વધુ સક્ષમ અને પ્રશિક્ષિત આચાર્યો મળશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.આ પરીક્ષાનો મુખ્ય હેતુ શાળાના વહીવટી અને શૈક્ષણિક નેતૃત્વ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવાનો છે.


શું હશે HTAT આચાર્યના પ્રમોશનની પરીક્ષા માળખું

પ્રમોશન માટે લેવામાં આવનારી પરીક્ષા પૂરી 150 ગુણની રહેશે આ પ્રશ્નપત્રને મુખ્યત્વે બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. સામાન્ય જ્ઞાન અને શિક્ષણ અને શૈક્ષણિક વ્યવસ્થાપન. 


1. સામાન્ય જ્ઞાન – 50 ગુણ

આ વિભાગમાં નીચેના વિષયોનો સમાવેશ થઈ શકે છે:

  • ભારત અને ગુજરાતનો ઇતિહાસ
  • ભૂગોળ
  • વર્તમાન પ્રવાહો
  • બંધારણ અને નાગરિક શાસ્ત્ર
  • સામાન્ય વિજ્ઞાન
  • સરકારી યોજનાઓ
  • શિક્ષણ ક્ષેત્રના તાજેતરના ફેરફારો

2. શિક્ષણ અને શૈક્ષણિક વ્યવસ્થાપન – 100 ગુણ

આ વિભાગ સૌથી મહત્વપૂર્ણ ગણાશે. તેમાં નીચેના મુદ્દાઓ આવરી લેવામાં આવી શકે છે:

  • શિક્ષણના સિદ્ધાંતો
  • બાળ મનોવિજ્ઞાન
  • શિક્ષણ પદ્ધતિઓ
  • NEP 2020
  • RTE Act 2009
  • શાળા વ્યવસ્થાપનઅને સલામતી 
  • શૈક્ષણિક નેતૃત્વ
  • મૂલ્યાંકન પદ્ધતિઓ
  • શિક્ષકની ભૂમિકા
  • ગુણવત્તાયુક્ત શિક્ષણના માપદંડો
  • સમવાયી શિક્ષણ 

કારણ કે આ વિભાગમાં 100 ગુણ છે, તેથી ઉમેદવારોએ તૈયારીનો મોટો સમય આ વિષયોને આપવો જરૂરી રહેશે.

જ્ઞાન સહાયક ભરતી ના નવા GR બાદ મોટા ફેરફારો


પાસ થવા માટે કેટલા ગુણ જરૂરી રહેશે 

પરીક્ષા માં પાસ થવા  માટે અલગ અલગ કેટેગરીઓ નક્કી કરવામાં આવેલી છે જે મુજબ સામાન્ય વર્ગના  ઉમેદવારો માટે ઓછામાં ઓછા  60% ગુણ મેળવવાના રહેશે. જ્યારે અનામત વર્ગના ઉમેદવારો માટે આ પરીક્ષામાં પાસ થવા માટે 35% નક્કી કરવામાં આવે છે એટલે કે 150 પેપર માં 35% મુજબ 53 ગુણ મેળવવાના રહેશે આ નિયમોને ધ્યાનમાં લેતા સ્પષ્ટ થાય છે કે ખાસ કરીને જે ઉમેદવારોએ એચ ટાટ આચાર્ય તરીકે પ્રમોશન મેળવવા માંગે છે તેમને ગંભીર થઈને તૈયારી કરવી પડશે.


શિક્ષકો માટે શા માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.

નવા પરિપત્ર મુજબ પ્રમોશન નથી પરંતુ શાળાના નેતૃત્વ ન જવાબદારી છે. જે ઉમેદવારો અત્યારે શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવે છે અને ભવિષ્યમાં વધુ જવાબદારીઓ નિભાવવા માટે સક્ષમ છે તેમના માટે આ પરીક્ષા ખાસ કરીને મહત્વની માનવામાં આવી રહી છે. ખાસ કરીને એવા ઉમેદવારો જેમની શાળાનું વહીવટી સંચાલન, શિક્ષણની ગુણવત્તા, સરકારી યોજનાઓનો અમલ, અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના આયોજન જેવી બાબતોમાં રસ દાખવીને માત્ર અનુભવના આધારે નહીં પરંતુ યોગ્ય ક્ષમતા સાથે શાળા ની તમામ જવાબદારી ઉપાડીને શિક્ષણ ક્ષેત્રે પોતાનું યોગદાન આપવા માંગે છે એમના માટે આ પરીક્ષા મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં પરીક્ષાની જાહેરાત બાદ સમય ગુમાવાને બદલે  આયોજનબદ્ધ તૈયારી શરૂ કરવી.



ગુજરાતમાં મુખ્ય શિક્ષકોને HTAT આચાર્ય તરીકે પ્રમોશન આપવા માટેની નવી પરીક્ષા વ્યવસ્થા શિક્ષણ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન સાબિત થઈ શકે છે. કુલ 150 ગુણની પરીક્ષા, તેમાં 50 ગુણનું સામાન્ય જ્ઞાન અને 100 ગુણના શિક્ષણ સંબંધિત પ્રશ્નો ઉમેદવારોની વાસ્તવિક ક્ષમતાનું મૂલ્યાંકન કરશે.

સામાન્ય વર્ગ માટે 60 ટકા અને અનામત વર્ગ માટે 35 ટકા પાસ થવાનું નક્કી કરવામાં આવ્યુ  હોવાથી સ્પર્ધા વધુ રસપ્રદ બનવાની છે. તેથી જે મુખ્ય શિક્ષકો આચાર્ય બનવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેમણે આજથી જ તૈયારીનો રોડમેપ તૈયાર કરી દેવાનો સમય આવી ગયો છે. યોગ્ય આયોજન, નિયમિત અભ્યાસ અને આત્મવિશ્વાસ સાથે આ તકને સફળતામાં બદલી શકાય છે.








Post a Comment

0 Comments