Gujarat TAT Preliminary Exam Date 2026 Announced | SEB Latest News

 

TAT Exam date 2026


Gujarat TAT HS Exam Date 2026 (Revised) – New Date 12 April

રાજ્યમાં શિક્ષક બનતા ઉમેદવારો માટે રાહતના સમાચાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવ્યા છે. આજરોજ નવી TAT પ્રિલિમનરી પરીક્ષાની તારીખ સત્તાવાર જાહેરાત બહાર પાડતા ઉમેદવારોમાં રાહતના સમાચાર સામે આવ્યા છે. 


રાજ્યમાં શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TAT APTITUDE TEST પરીક્ષા ની તારીખ  આપવામા આવી છે. રાજ્યની શાળામાં શિક્ષક તરીકે નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે અગત્યની પરીક્ષાની તારીખો અને ફોર્મ ભરવાની પ્રક્રિયાની વિગતો બોર્ડ દ્વારા ટૂંક સમયમાં રજૂ કરવામાં આવતા ઉમેદવારોમાં ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. 

TAT Preliminary Exam Date 2026 Latest Update

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામા મુજબ ઉચ્ચત્તર માઘ્યમિક માં આ ભરતી પરીક્ષા 29 માર્ચ 2026 ને બદલે 12 એપ્રિલ ના રોજ યોજાવાની છે. પ્રિલિમનરી પરીક્ષા માધ્યમીક વિભાગ માટે પરીક્ષા 26 એપ્રિલ યોજાય તેવી સંભાવના રહેલી છે. પ્રક્રિયાની મહત્વની તારીખો અને ઓનલાઈન ફોર્મ ભરવાનો પ્રારંભ અને  ઓનલાઇન ફોર્મ ભરવાની જાહેરાત ઉમેદવારો માટે ટૂંક સમયના કરવામાં આવશે.. ઉમેદવારો એ છેલ્લી તારીખની રાહ જોવાને બદલે સમયસર અરજી કરવી હિતાવહ છે. આ ભરતી પ્રક્રિયામાં રસ ધરાવતા ઉમેદવારોએ તારીખો ને ધ્યાનમાં લઈને તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ. 



Main Examination Schedule Details


TAT ની પરીક્ષા રાજયની માધ્યમીક અને ઉચ્ચત્તર માઘ્યમિક શાળામાં શિક્ષક એટલે કે ધોરણ 9 થી 12 માં શિક્ષક બનવા માટેની લાયકાત પૂરી પાડે છે. લાંબા સમયથી આ પરીક્ષાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ આ પ્રિલિમનરી પરીક્ષાની તારીખ એક  આશાનું કિરણ લાવી છે..બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા તમામ નિયમો લાયકાતના ધોરણો, અને અભ્યાસક્રમ ની વિગતોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોએ અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી.

Post a Comment

0 Comments