Foundation Learning Study 2026: Std 3 Parakh Assessment News

 




Parakh Survey 2026: ધોરણ 3 વિદ્યાર્થીઓનું Digital FLN Assessment માર્ચમાં

સમગ્ર દેશમાં ધોરણ 3 વિદ્યાર્થીઓ નું શૈક્ષણિક મૂલ્યાંકન હવેથી પરખ સંસ્થા દ્વારા કરવામાં આવશે. આ મૂલ્યાંકન માર્ચ મહિનાના અંતે કરવામાં આવશે. જેમાં દેશના 10,000 થી વધુ શાળાના એક લાખ જેટલા વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે. આ સર્વેક્ષણમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 776 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. 

Parakh Survey 2026 શું છે?

આ સર્વેક્ષણમાં વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન જૂનીOMR પદ્ધતિને બદલે ડિજિટલ પદ્ધતિ દ્વારા કરવામાં આવશે જેમાં ટેબલેટ નો ઉપયોગ કરવામાં આવશે. સી બી એસ સી બોર્ડ દ્વારા નિર્ધારિત તારીખો  શાળાઓને કાર્યરત રાખવા તેમજ નિયુક્ત કરવામાં આવેલ ટીમને સહકાર આપવા માટે અનુરોધ કરવામાં આવેલ છે. આ પદ્ધતિથી કરવામાં આવેલ મૂલ્યાંકનથી માહિતીની ચોકસાઈ વધશે અને પરિણામ ઝડપી બનશે. માહિતીનું વિશ્લેષણ પણ ઝડપથી કરી શકાશે. શાળાઓની પસંદગી આંકડાકીય નમૂનાઓ પદ્ધતિ મુજબ કરવામાં આવશે.


ફાઉન્ડેશન લર્નિંગ સ્ટડી 2026 યોજવાનું આયોજન સીબીએસસી દ્વારા ધોરણ 3 ના વિદ્યાર્થીઓ માટે તેમની પાયાની ક્ષમતાઓ જેવી કે વાંચન લેખન અને ગાણિતિક પ્રક્રિયા તપાસવાનો ઉદ્દેશ છે. આ બાબતે સીબીએસસી દ્વારા તમામ શાળાઓને રાષ્ટ્રવ્યાપી પરિપત્ર પણ મોકલી આપેલ છે. આ અભ્યાસ માર્ચ 2026 ના અંતે રાષ્ટ્રીય સ્તરે હાથ ધરવામાં આવશે. આ સર્વેનો હેતુ વિદ્યાર્થીઓની પ્રાથમિક શિક્ષણના અંતે વિકસેલી પાયાની સાક્ષરતા અને FLN ક્ષમતાઓ તપાસવાનો છે. આ સર્વેક્ષણ પ્રતિક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશને એક સ્વતંત્ર એકમ ગણીને કરવામાં આવશે. 



OMR બદલે Tablet આધારિત Digital Assessment

આ અગાઉ વર્ષ 2022 માં કરવામાં આવેલા કાગળ પેનના સ્થાનને બદલે હવે તેનું સ્થાન ટેબલેટ આધારીત પદ્ધતિ બનશે. ડિજિટલ માધ્યમથી લેવામાં આવેલા પરીક્ષણ અને કારણે મળતા પરિણામ ની ગુણવત્તામાં સુધારો થશે. આ સર્વેમાં કેન્દ્ર અને રાજ્યની શાળાઓ તેમજ  અનુદાનિત શાળાઓ અને ખાનગી શાળાઓનો સમાવેશ કરવામાં આવશે. 


રાજ્ય અને જિલ્લા કક્ષાએ સંકલન કેવી રીતે થશે

આ સર્વેક્ષણને મદદરૂપ થવા માટે નેશનલ કાઉન્સિલિંગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ટ્રેનીગ હેઠળ પરખ સંસ્થા તકનીકી માર્ગદર્શન પૂરું પાડશે. જ્યારે રાજ્ય અને જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તેમજ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ અને જિલ્લા શિક્ષણ અધિકારીઓની કચેરી વચ્ચે સંકલન સાધવામાં આવશે.





Post a Comment

0 Comments