અમદાવાદમાં સરકારી નોકરી ની તૈયારી કરી રહેલા યુવાનો માટે મોટા સમાચાર સામે આવે છે. Ahmedabad municipality corporation દ્વારા સહાયક સિનિયર ક્લાર્ક ભરતી 2026 માટેની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી હેઠળ કુલ 250 જગ્યાઓ ભરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન એ ગુજરાતની સૌથી મોટી નગરપાલિકા સંસ્થાઓમાં એક છે. કેટલાય સમયથી AMC ની ભરતીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે આ ભરતી પ્રતિષ્ઠિત અને સ્થિર માનવામાં આવે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 7 જુલાઈ 2026 છે. જો તમે પણ સ્નાતક છો અને અમદાવાદ જેવા શહેરમાં નોકરી મેળવવા માંગો છો તો આ ભરતી તમારા માટે સોનેરી તક સાબિત થઈ શકે છે. આ લેખમાં,AMC સહાયકસિનિયર ક્લાર્ક ભરતી અંગેની લાયકાત ઉંમર મર્યાદા અરજી, પસંદગી પ્રક્રિયા, અને અરજી કરવાની વિગતો વિશે સંપૂર્ણ જાણકારી આપીશું.
શું તમે હજુ સુધી e-KYC નથી કરાવ્યું? જાણો તમને શું નુકસાન થઈ શકે છે?જાણો તેની અસરો
Ahmedabad municipality corporation bharti 2026 highlights
AMC સહાયક સિનિયર ક્લાર્ક ભરતી ઉંમર મર્યાદા અને અરજી ફી
એએમસી ભરતી માટે ઉંમર મર્યાદાની વાત કરવામાં આવે તો, ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. અને મહત્તમ ઉંમર 38 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ ઉપરાંત અનામત વર્ગમાં આવતા ઉમેદવારો એટલે કે બક્ષીપંચ, અનુસૂચિતજાતિ ,અનુસૂચિત જનજાતિ અને EWS વર્ગના ઉમેદવારોને ઉંમર મર્યાદામાં સરકારી ધારા- ધોરણ મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે. ભરતી પ્રક્રિયામાં અરજી ફી નું મહત્વ પૂર્ણ સ્થાન હોય છે. તેથી ઉમેદવારો અરજી કરતાં પહેલાં પોતાની કેટેગરી મુજબ ફી અંગેની સંપૂર્ણ વિગતો જાણી લેવી જરૂરી છે. સામાન્ય વર્ગ એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે અરજી રૂપિયા 500 નક્કી કરવામાં આવી છે જ્યારે EWS,SEBC,SC અને ST કેટેગરીનો ઉમેદવારો માટે 250 અરજી ફી રાખવામાં આવેલ છે. દિવ્યાંગ ઉમેદવારોને અરજી ફી સંપૂર્ણપણે માફ રાખવામાં આવેલ છે. અરજદારી અરજીથી ઓનલાઇન મોડ દ્વારા જ ભરવાની રહેશે. ફી ચુકવણી ડેબિટ કાર્ડ ,ક્રેડિટ કાર્ડ અને નેટબેન્કિંગ અથવા upi જેવી સુવિધાઓ દ્વારા કરી શકાશે. ઉમેદવારોએ ફી ભર્યા બાદ તેની રસીદ અથવા ટ્રાન્જેક્શન ડિટેલ સાચવી રાખવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ પ્રશ્ન સર્જાય તેનો ઉપયોગ કરી શકાય .
હવે ઘરે બેઠા આવક, જાતિ અને અન્ય સરકારી દાખલા ઓનલાઈન મેળવવામાં સરળતા મળશે
AMC ભરતી 2026 માટે શૈક્ષણિક લાયકાત
AMC assistant senior Clerk ભરતીમાં જોડાવા માટે ઉમેદવારે કોઈ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ. આ સાથે ઉમેદવાર પાસે બેજીક કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું આવશ્યક છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન બહુ આવશ્યક છે. આ ભરતીમાં ઉમેદવારોએ કોમ્પ્યુટર વર્ક વધુ કરવાનું હોવાથી ગુજરાતી ટાઈપિંગ અને અંગ્રેજી ટાઈપિંગ પર પકડ હોવી આવશ્યક છે.
Senior Clerk Recruitment Gujarat 2026 પસંદગી પ્રક્રિયા
Ahmedabad municipality corporation દ્વારા જાહેર કરેલ સહાયક સિનિયર ક્લાર્ક ભરતી 2026 માટે ઉમેદવારને પસંદગી કુ.જેથી લાયક ઉમેદવારોની યોગ્ય તક મળી શકે. સૌપ્રથમ તબક્કામાં લેખિત પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં સામાન્ય જ્ઞાન .ગુજરાતી ભાષા .અંગ્રેજી ભાષા .ગણિત અને રીઝનીંગ અને કરંટ અફેર્સ જેવો વિષયોમાંથી પ્રશ્નો પુછાય શકે છે. લેખિત પરીક્ષામાં સારો સ્કોર મેળવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. બીજા તબક્કામાં કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવશે આજના સમયમાં ક્લાર્ક કામમાં કોમ્પ્યુટર જ્ઞાન ખૂબ જ જરૂરી હોવાથી ઉમેદવારોની કોમ્પ્યુટરની કામગીરીની આવડત ચકાસવી જરૂરી રહેશે. જેમાં ટાઈપિંગ સ્પીડ , બીજી કોમ્પ્યુટર સ્પીડ જેવો મુદ્દાઓનો સમાવેશ થઈ શકે છે. ત્રીજા તબક્કામાં ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી થશે આ પ્રક્રિયાઓમાં ઉમેદવાર દ્વારા અરજી વખતે આપવામાં આવેલી તમામ માહિતી અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે. જેમાં ઉમેદવારના ઓરિજિનલ શૈક્ષણિક સર્ટિફિકેટ ,ઓળખના પુરાવા ,જાતિનું પ્રમાણપત્ર અને અન્ય જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. અંતિમ તબક્કામાં મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે ઉમેદવારે સારી રીતે માનસિક રીતે નોકરી માટે યોગ્ય છે કે નહીં તેની ખાતરી માટે મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે આ તમામ તબક્કાઓ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર ઉમેદવારને અંતિમ પસંદગી આપવામાં આવશે.
અરજદારે કેવી કેવી રીતે ઓનલાઇન અરજી કરવી
ઉમેદવારી સૌ પ્રથમ અંક AMC ની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને રિક્રુટમેન્ટ વિભાગમાં ક્લિક કરવાનું રહેશે. જેમાં એએમસી સહાયક સિનિયર ક્લાર્ક રિક્રુટમેન્ટ 2026 ની લીંક ઓપન કરવાની રહેશે. લિક ઓપન કર્યા બાદ એક ફોર્મ ઓપન થશે જેમાં તમારી જરૂરી વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતોની માહિતી ભરવાની રહેશે. અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ તેમાં જરૂરી ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ ઉમેદવારોએ પોતે ભરેલ અરજીની તમામ વિગતો ની ચકાસણી કર્યા બાદ સબમીટ કરીને અરજી ફી ભરવાની રહેશે. ફોર્મ સબમીટ કરીને પ્રિન્ટ કાઢી લઈને સાચવી રાખવી. અરજી કરતી વખતે ઉમેદવારોએ આધાર કાર્ડ , સાઇઝ નો ફોટો, સહી, શૈક્ષણિક પ્રમાણપત્રો, જાતિનું પ્રમાણપત્ર, કોમ્પ્યુટર સર્ટિફિકેટ તૈયાર રાખવા.
Ahmedabad Municipal Corporation સહાયક સિનિયર ક્લાર્ક ભરતી 2026 એ સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક શાનદાર તક છે. આજના સમયમાં સારી અને સ્થિર નોકરી મેળવવી સહેલી નથી, ત્યારે AMC જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં કારકિર્દી બનાવવાની તક ખૂબ મહત્વ ધરાવે છે. કુલ 250 જગ્યાઓ ઉપલબ્ધ હોવાથી મોટી સંખ્યામાં ઉમેદવારો આ ભરતીમાં અરજી કરશે.આ ભરતી માત્ર નોકરી મેળવવાનો મોકો નથી, પરંતુ એક સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું મજબૂત પગલું પણ છે. સરકારી નોકરી સાથે મળતા પગાર, ભથ્થાં, પ્રમોશન અને જોબ સિક્યુરિટી જેવા લાભો દરેક ઉમેદવાર માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે. ખાસ કરીને જે ઉમેદવારો લાંબા સમયથી સરકારી ભરતીની રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે આ સારો અવસર છે.લેખિત પરીક્ષા હોય કે કમ્પ્યુટર સ્કિલ ટેસ્ટ—દરેક તબક્કામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. ઉમેદવારોએ સિલેબસ મુજબ તૈયારી શરૂ કરીને Mock Test અને જૂના પેપરનો અભ્યાસ કરવો જોઈએ.જો તમે લાયકાત ધરાવો છો, તો છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલી તકે અરજી પૂર્ણ કરો.
FAQ
1) AMC સહાયક સિનિયર ક્લાર્ક ભરતીમાં કેટલી જગ્યાઓ છે?
કુલ 250 જગ્યાઓ.
2) અરજી છેલ્લી તારીખ શું છે?
07 જુલાઈ 2026.
3) અરજી મોડ શું છે?
ઓનલાઈન.
4) લાયકાત શું છે?
ગ્રેજ્યુએશન + કમ્પ્યુટર જ્ઞાન.
5) ન્યૂનતમ ઉંમર કેટલી છે?
18 વર્ષ.
.png)
0 Comments