કામધેનુ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2026 | 101 જગ્યાઓ માટે ભરતી જાહેર

 

કામધેનુ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2026



શું તમે પણ સરકારી નોકરીનું સપનું જોઈ રહ્યા છો તો તમારા માટે સુંદર તક આવી ગઈ છે ગુજરાતના ગાંધીનગર ખાતે કામધેનુ યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્ક ની 101 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જો તમે લાંબા સમયથી સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા હતા તો આ તક તમારા માટે ખાસ બની શકે છે. આ ભરતી ક્લાસ 3 કેડર માટે છે અને યોગ્ય લાયકાત ધરાવતો ઉમેદવારો માટે ઓનલાઇન અરજી કરવાની સારી તક સાબિત થઇ શકે તેમ છે. ઉમેદવારોએ અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2026 રાખવામાં આવેલ છે. અંતિમ તારીખ સુધી રાહ જોવા ને બદલે સમયસર અરજી પૂર્ણ કરવી યોગ્ય છે. આ લેખમાં, આ ભરતી સંબંધી તમામ ખાલી જગ્યાઓ લાયકાત, વય, પગાર ધોરણ  પરીક્ષા પદ્ધતિ, ઓનલાઈન અરજી કરવાની વિગત વિશે જાણીશું. 

કામધેનુ યુનિવર્સિટી ભરતી 2026  વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત 

કામધેનુ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2026 માટે અરજી કરવા માટે ઉમેદવારોની વય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે તે મુજબ સામાન્ય વર્ગના ઉમેદવારો માટે ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ નક્કી કરવામાં આવી છે એટલે કે આ  વય મર્યાદા ધરાવતા ઉમેદવારો અરજી પાત્ર ગણાશે. અનામત વર્ગ હેઠળ આવતા ઉમેદવારો જેમકે, ST, ST,SEBC, EWS અને PWD માટે વય મર્યાદા 45 રાખવામાં માં આવી છે હવે ઉમેદવારો માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ રાખવામાં આવી છે .અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશનમાં દર્શાવેલ હોય માટે સંબંધિત નિયમો ધ્યાનપૂર્વક વાંચી લેવા આવશ્યક છે.

શૈક્ષણિક લાયકાત ની વાત કરવામાં આવે તો ઉમેદવારો પાસે કોઈ પણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થા દ્વારા પ્રાપ્ત કરેલી ગ્રેજ્યુએશન ની ડીગ્રી હોવી જરૂરી છે આ ઉપરાંત જે  ઉમેદવારો પછી સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત હશે તેઓ પણ અરજી માટે પાત્ર ગણવામાં આવશે. તે સિવાય ઉમેદવાર પાસે ગુજરાતી ને અંગ્રેજી ભાષામાં ટાઈપિંગ નું મૂળભૂત જ્ઞાન હોવું આવશ્યક છે. આજના ડિજિટલ યુગમાં મોટાભાગના ઓફિસ કામકાજ કોમ્પ્યુટર આધારિત હોવાથી ઉમેદવાર પાસે કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન હોવું જરૂરી છે. 

AMC Recruitment 2026 અંતર્ગત સહાયક સિનિયર ક્લાર્કની 250 જગ્યાઓ માટે ભરતી 

કામધેનુ પરીક્ષા માટે પરીક્ષાનું માળખું

આ ભરતી માટે પરીક્ષા પદ્ધતિ બે તબક્કામાં લેવામાં આવશે જેમાં પ્રથમ પરીક્ષા પ્રાથમિક અને પ્રાથમિક પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા પાસ કરવાની રહેશે.




આ પરીક્ષામાં કુલ ૧૫૦ પ્રશ્નો પૂછવામાં આવશે જે માટેનો સમયગાળો 120 મિનિટ એટલે કે બે કલાકનો રહેશે. પરીક્ષા પદ્ધતિ MCQ આધારીત રહેશે. આ પરીક્ષાની ખાસિયત હશે કે દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કપાશે.

મુખ્ય પરીક્ષા 




મુખ્ય પરીક્ષા પદ્ધતિમાં 200 ગુણનું પ્રશ્નપત્ર રહેશે જે માટે 120 મિનિટનો સમયગાળો આપવામાં આવશે અને દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કપાશે.

હવે ઘરે બેઠા આવક, જાતિ અને અન્ય સરકારી દાખલા ઓનલાઈન મેળવવામાં સરળતા મળશે

જુનિયર ક્લાર્ક ભરતી 2026 ઓનલાઇન અરજી કરવાની પદ્ધતિ 

યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2026 માટે ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમથી અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે સૌપ્રથમ ઉમેદવારી કામધેનુ યુનિવર્સિટી ની સત્તાવાર વેબસાઈટ ઉપર જવાનું રહેશે ત્યાં રિક્રુટમેન્ટ  ભરતી વિભાગ ખોલવો. આ ભરતીની યાદીમાં જુનિયર ક્લાર્ક 2026 ની લીંક પસંદ કરવી લિંક ઓપન કર્યા પછી તેમાં નામ મોબાઈલ નંબર ,ઇમેલ આઇડી દાખલ કરીને રજીસ્ટ્રેશન ફોર્મ કરવું રજીસ્ટ્રેશન થયા પછી ઉમેદવારોએ અરજી ફોર્મમાં માંગવામાં આવેલી વિગત તો સાવધાની પૂર્વક કરવાની રહેશે. આગળના સ્ટેપમાં જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે તેમાં ઉમેદવાર નો પાસપોર્ટ સાઈઝ નો ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ ,માર્કશીટ તેમજ કેટેગરી સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો સામેલ કરવાનો રહેશે. બધી માહિતી ચકાસણી બાદ ઉમેદવારો એ કેટેગરી મુજબ અરજી ફી ભરવાની રહેશે. અંતે એકવાર ફોર્મ ચેક  કરી લેવું જેથી કોઈ ભૂલ ના રહે અંતે ફાઇનલ બટન પર ક્લિક કરીને અરજી સબમીટ કરવાની રહેશે. 

 શું તમે હજુ સુધી e-KYC નથી કરાવ્યું? જાણો તમને શું નુકસાન થઈ શકે છે?જાણો તેની અસરો 

કામધેનુ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2026 પગાર ધોરણ


આ ભરતી હેઠળ પસંદગી પામનાર ઉમેદવારોને આકર્ષક પગાર આપવામાં આવશે. ભરતીની જાહેરાત મુજબ પ્રથમ પાંચ વર્ષ સુધી ઉમેદવારોને ફિક્સ પગાર તરીકે દર મહિને 26000 રૂપિયા આપવામાં આવશે. પાંચ વર્ષનો ફિક્સ સમય ગાળો પૂર્ણ થયા બાદ ઉમેદવારોને  નિયમિત નિમણૂક કરવામાં આવશે. ત્યાર બાદ ઉમેદવારોને પે મેટ્રિક્સ લેવલ મુજબ 1900 થી 63200 સુધીનો પગાર ધોરણ મળશે .આ પગાર સાથે સરકારના નિયમો મુજબ તમામ સુવિધા નો લાભ પણ આપવામાં આવશે .સરકારી ક્ષેત્રમાં જુનિયર ક્લાર્ક જેવી ક્લાસ 3 પોસ્ટ  માટે પગાર ધોરણ ખૂબ જ સારો માનવામાં આવે છે આ કેડરમાં નોકરી સાથે સારો પગાર અને ભવિષ્યમાં પ્રમોશનની તક પણ ઉપલબ્ધ રહે છે. 


કામધેનુ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2026 ગુજરાતના નોકરી ઇચ્છુક યુવાનો માટે એક ઉત્તમ અને સુવર્ણ તક બનીને આવી છે. કુલ 101 જગ્યાઓ માટે જાહેર થયેલી આ ભરતીમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સરકારી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનો સારો અવસર ઉપલબ્ધ થયો છે. ખાસ કરીને ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે આ ભરતી ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.યોગ્ય આયોજન, સતત મહેનત અને નિયમિત તૈયારી દ્વારા આ પરીક્ષામાં સફળતા મેળવી શકાય છે.જો તમે લાંબા સમયથી સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો, તો આ તક તમારા માટે ખાસ બની શકે છે. સમયસર ઓનલાઈન અરજી કરો 









Post a Comment

0 Comments