શિક્ષકો માટે સારા સમાચાર! જિલ્લા ફેર 2026 માટે ઑનલાઇન અને ઑફલાઇન કેમ્પ જાહેર:ટ્રાન્સફર ઇચ્છુક શિક્ષકો માટે સુવર્ણ તક

 


જિલ્લા ફેર કેમ્પ 2026 માટે Online અરજી અને offline કેમ્પ દર્શાવતું ઈમેજ




જિલ્લા ફેર બદલી કેમ્પ  2026: રાજ્યના પ્રાથમિક શિક્ષકોની ઓનલાઈન અને ઓફલાઈન બદલીઓ એપ્રિલમાં 

સમગ્ર રાજ્યમાં પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં ફરજ બજાવતા શિક્ષકોની બદલી હવેથી ટૂંક સમયમાં કરવામાં આવશે આ બદલીઓ એપ્રિલ મહિનાના અંતે કરવામાં આવશે જેમાં રાજ્યના કેટલાય સમયથી રાહ જોઈને બેઠેલા પ્રાથમિક શિક્ષકોને તેનો લાભ પ્રાપ્ત થશે. આ જિલ્લા ફેર બદલીઓમાં રાજ્યના તમામ જિલ્લાઓ અને નગરપાલિકા સંચાલિત તમામ પ્રાથમિક શાળાઓને આવરી લેવામાં આવશે. 

ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં જિલ્લા ફેર (Jilla Fer) માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર હવે જિલ્લા ફેર પ્રક્રિયા ઑનલાઇન કેમ્પ અને ઑફલાઇન કેમ્પ બંને માધ્યમથી યોજાશે. આ નિર્ણય શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

 જિલ્લા ફેર બદલી ઓફલાઈન કેમ્પ 2026 

 પ્રાથમિક વિભાગ માટે તા:15/04//2026 લાગુ પડતા જિલ્લા નગર માટે 

ઉચ્ચતર વિભાગ માટે તા:16/04/20260 લાગુ પડતા જીલ્લા નગર માટે

જિલ્લા ફેર બદલી ઓનલાઈન કેમ્પ

તારીખ 17 /4 /2026 થી તારીખ 02/05 /2026 પ્રથમ તબક્કો 

તારીખ 04/05/ 2026 થી તારીખ 16/05/2026 જનરલ તબક્કો




જિલ્લા ફેર કેમ્પ 2026 બદલી ઓનલાઇન અને ઓફલાઇન 2026

આ જિલ્લા ફેર બદલીઓમાં પ્રાથમિક શિક્ષકોની બદલી ઓનલાઈન અને ઓફલાઈન બંને પદ્ધતિથી કરવામાં આવશે જેમાં પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ આદિશ મુજબ જે તે જિલ્લા નગર પ્રાથમિક શાળા વિભાગે જિલ્લા ફેર બદલી કેમ યોજવાના રહેશે. આ પદ્ધતિથી કરવામાં આવેલ બદલી કેમ્પથી વહીવટમાં પારદર્શિતા વધશે અને પ્રક્રિયા વધુ ઝડપી બનશે. જિલ્લા ફેર પસંદગી માટે શિક્ષકો દ્વારા શાળાની પસંદગી શ્રેયાન  ની યાદી મુજબ કરાવવામાં આવશે. 

જિલ્લા ફેર ઓફલાઈન બદલી કેમ માટે આપના જિલ્લા /નગરની ખાલી જગ્યાઓને ધ્યાને લઈ ઠરાવની જોગવાઈ મુજબ પ્રતીક્ષા યાદી ના બે થી ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાના રહેશે જેથી ખાલી રહેલ જગ્યાઓ માટે અન્ય તબક્કો કરવાની જરૂરિયાતને રહે નહીં. આ ઉપરાંત રાજ્યની પ્રાથમિક નિયામકની કચેરી દ્વારા પ્રતીક્ષા યાદી મુજબ બોલાવવાના થતા તમામ ઉમેદવારોને કેમ્પના બે થી ત્રણ દિવસ પહેલા જાણ થાય તે મુજબ પત્ર વ્યવહાર અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી આખરી શ્રીયાંતા યાદી યાદી પહોંચે તે મુજબની વ્યવસ્થા ગોઠવવાની રહેશે. ઉપરોક્ત ઓફલાઈન જિલ્લા ફેર બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જે જિલ્લાઓમાં વિભાગ અને વિષય મુજબની પ્રતીક્ષા યાદી પૂર્ણ થયેલ છે તેવા જિલ્લામાં જિલ્લા ફેર બદલી કેમ્પ ઓનલાઇન પદ્ધતિથી કરવામાં આવશે.


ઓનલાઇન જિલ્લા ફેર બદલી અંગે ધ્યાનમાં રાખવાની બાબતો 

  • જિલ્લા/નગર શિક્ષણ સમિતિમાં પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળાની ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી જિલ્લા ફેર બદલી અંગે ઓનલાઇન અરજી કરવા માટેની સૂચનાઓ તથા બદલી અંગેના પ્રવર્તમાન નિયમો ની માહિતીwww.dpegujarat.inઇન વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

  • ઓનલાઇન પદ્ધતિથી જિલ્લા ફેર બદલી કેમ્પ આયોજિત થવાના હોય જિલ્લા ફેર બદલી કરવા ઈચ્છતા અરજદાર શિક્ષકોએ પોર્ટલ પર અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાની તમામ સૂચનાઓ અને ઠરાવની જોગવાઈઓનો અભ્યાસ કર્યા બાદ જ અરજી કરવાની રહેશે અરજી કર્યા બાદ અરજીમાં સુધારો કરવાની અરજદાર શિક્ષકની રજૂઆતની રાખવામાં આવશે નહીં. 

  • પ્રથમ તબક્કાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બાકી રહેલી જગ્યાઓ માટે સામાન્ય તબક્કા માટેની તારીખો વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવશે તે મુજબ અરજી કરવાની રહેશે તે અંગેની અલગથી જાહેરાત આપવામાં આવશે નહીં અરજદાર શિક્ષકો દ્વારા જિલ્લા ફેર બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી આ વેબસાઈટ જોતા રહેવું. 

  • જે સંબંધિત જિલ્લા/નગર શિક્ષણ સમિતિમાં તમામ માધ્યમ ભાર વિભાગ કે વિષય મુજબ અગ્રતા કે શ્રેયાંતાં ની ખાલી જગ્યા ખાલી હશે તો જિલ્લા ફેર બદલી ઓનલાઈન માટે અરજી કરી શકાશે. 
  • એક વાર સ્થળ  પસંદગી થઈ ગયા બાદ કોઈપણ સંજોગોમાં જિલ્લા ફેર બદલી અંગેનો હુકમ રદ કરવામાં આવશે નહીં જે બાબતની ખાસ નોંધ લેવી. 



Breaking News: ગુજરાતમાં શિક્ષકોને મોટી રાહત! હવે બિન-શૈક્ષણિક કામ પર સંપૂર્ણ રોક

 

વિદ્યા સહાયકોની ભરતી જાહેર 2026 વધુ માહિતી માટે વાંચો.






Post a Comment

0 Comments