ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 1808 મુખ્ય શિક્ષકની જગ્યાઓ ભરવા શિક્ષણ વિભાગનો આદેશ
ગુજરાત મુખ્ય શિક્ષક ભરતી 2026: ગુજરાત રાજ્યના યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. જો તમે પણ ગુજરાત રાજ્યમાં મુખ્ય શિક્ષક ભરતીની રાહ જોઈ રહ્યા છો તો ટૂંક સમયમાં ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 1808 ભરતી ઝુંબેશ અંતર્ગત શિક્ષણ વિભાગે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિને મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ માટે વિનંતી સબમિટ કરી છે. અને હવે પસંદગી સમિતિ આગળની પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરશે. લાંબા સમયથી મુખ્ય શિક્ષકની ભરતીની રાહ જોઈ રહેલા શિક્ષકો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે આ સમાચાર મોટી રાહત સમય સાબિત થયા છે. ખાસ કરીને ભરતી માટે પાત્રતા ધરાવતા શિક્ષકો તેમને સીધી ભરતી ની તકની રાહ જોતો ઉમેદવારોમાં ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે.
Gujarat Special Educator Recruitment 2026 અંગે નવીનતમ અપડેટ
ગુજરાત મુખ્ય શિક્ષક ભરતી અંગે નવીનતમ સમાચાર
રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં લાંબા આ સમયથી ખાલી પડેલી મુખ્ય શિક્ષક ની કુલ જગ્યાઓ 1808 ભરવા માટે શિક્ષણ વિભાગ તરફથી પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે આ ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે જિલ્લા શિક્ષણ તંત્રની જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે. નવી મુખ્ય શિક્ષકોની ભરતી માટેની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારીમાં છે. લાંબા સમય પછી પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલમાં કુલ 1808 જગ્યાઓ ખાલી છે. શિક્ષણ વિભાગના આ જણાવેલા પરિપત્ર અનુસાર 1: 1 :2 ના રેશિયો અનુસાર આ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પરિપત્ર મુજબ મુખ્ય શિક્ષકની ભરતી ત્રણ અલગ અલગ માધ્યમથી કરવામાં આવશે.
- સીધી ભરતી (Direct Recruitment)
- બઢતી દ્વારા ભરતી (Promotion)
- વિભાગીય સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી (semi Direct)
વિભાગે એ પણ સ્પષ્ટતા કરી છે કે મુખ્ય શિક્ષક ભરતીની ખાલી જગ્યાઓની કુલ સંખ્યા અંદાજપત્રમાં મંજુર થયેલી જોગવાઈઓ કરતાં વધી ન જાય તે બાબત ધ્યાને લઈને ભરતી કરવાની રહેશે
ધોરણ 10 પાસ બાદ મહીલાઓ માટે ITI અંગે કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક
ગુજરાત મુખ્ય શિક્ષક ભરતી અંગે ઝડપથી કામગીરી હાથ ધરવા આદેશ
શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીને મુખ્ય શિક્ષક ની સીધી ભરતી અંગે ઝડપથી કામગીરી પૂર્ણ કરવા અંગે સૂચના આપી છે. એ બાબતની પણ સ્પષ્ટતા કરી છે કે સ્પર્ધાત્મક પરીક્ષા અંગેનું માળખું તૈયાર કરી અને વહેલી તકે પરીક્ષા યોજી તેને પૂર્ણ કરવા માટે હુકમ કરેલ છે. આ ઉપરાંત, પ્રાથમિક શાળાઓની જરૂરિયાત મુજબ મુખ્ય શિક્ષકસંવર્ગની નવી જગ્યાઓની ઊભી થાય તો તે અંગેની દરખાસ્ત આગામી બજેટ તૈયાર થાય તે પહેલા મોકલી આપવાની રહેશે. વિભાગ દ્વારા પરીક્ષાનું આયોજન પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા તેમજ નિમણૂક સંબંધની તમામ તબક્કાઓ સમય મર્યાદામાં પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. પરિપત્ર માં ઉલ્લેખ કરવામાં આવેલો છે કે આ આ જગ્યાઓ અગાઉથી જ બજેટમાં મંજૂર થઈ ચૂકી હતી તો નવી જગ્યાઓ માટેની મંજૂરી ની દરખાસ્ત અલગથી કરવાની રહેશે. સીધી ભરતી હેઠળ લાયક ઉમેદવારોની પસંદગી સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવાથી યોગ્ય અને ગુણવત્તા સભર ઉમેદવારોને તક મળી શકે.
હવે ઘરે બેઠા આવક, જાતિ અને અન્ય સરકારી દાખલા ઓનલાઈન મેળવવામાં સરળતા મળશે
રાજ્યની શાળાઓમાં મુખ્ય શિક્ષક ભરતી વહીવટી પ્રક્રિયામાં ઝડપ
ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકની 1808 ખાલી જગ્યાઓ ભરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા પ્રક્રિયા શરૂ કરવાની દિશામાં પગલાં લેવામાં આવતા ઉમેદવારો અને શિક્ષક વર્ગમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.લાંબા સમય પછી મુખ્ય શિક્ષકોની જગ્યા ઉપલબ્ધ થવાથી આ શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધરશે. હાલમાં, મોટાભાગની શાળાઓમાં આ ખાલી જગ્યાઓ હાલના ચાલુ શિક્ષકો દ્વારા શિક્ષણ અને વહીવટી કાર્ય પૂર્ણ કરવામાં આવી રહ્યું છે આનાથી ઘણીવાર વિદ્યાર્થીઓને શિક્ષણ પર અસર પડી છે જે નવા સત્રમાં સામાન્ય થઈ જશે. શાળાનો આચાર્ય એ કોઈપણ શાળાના શૈક્ષણિક અને વહીવટી નેતૃત્વ નો મહત્વ પણ આધાર સ્તંભ હોય છે. રાજ્યની અનેક શાળાઓમાં લાંબા સમયથી મુખ્ય શિક્ષકની જગ્યાઓ ખાલી હોવાના કારણે શાળાના દૈનિક વહીવટી ,શૈક્ષણિક આયોજન, સરકારી યોજનાઓના અમલીકરણ અને શૈક્ષણિક ગુણવત્તા ઉપર અસર પડતી હતી. આ જગ્યા ઉપર નવા આચાર્યોની નિમણુક થતા શિક્ષકો અને વિદ્યાર્થીની યોગ્ય માર્ગદર્શન મળી શકશે. નવી ભરતી પૂર્ણ થયા બાદ શાળાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓનો વધુ અસરકારક આયોજન થઈ શકશે આ ઉપરાંત સરકારી યોજનાઓને નવી શિક્ષણનીતિના અમલીકરણમાં પણ ગતિ આવશે.
શિક્ષણ વિભાગના આ નિર્ણયથી રાજ્યની પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા ની નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. મુખ્યશિક્ષકની કાયમી ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થયા બાદ શાળાઓમાં વહીવટી સ્થિરતા વધશે, શિક્ષણની ગુણવત્તા સુધારશે અને સમગ્ર પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રને તેનો સકારાત્મક લાભ મળશે. હવે ઉમેદવારો ભરતીની વિગતવાર જાહેરાત અને પરીક્ષા કાર્યક્રમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

0 Comments