Special Educator Recruitment Suspended: ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ માહિતી આવી છે. ઉમેદવારો ગુજરાત વિદ્યાસહાયકની ભરતી 2026 સૂચના ભરતી અને નોકરીની લાંબા સમયથી તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા વિદ્યા સહાયક ભરતી (special educator)2026 સૂચના જાહેર કરવામાં આવેલ છે. શિક્ષણ વિભાગ દ્વારા સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી ની તારીખ 1 જુન 2026 જાહેર કરવામાં આવી છે.જો કે,આ તારીખ અંગે અનિશ્ચિતતા બની છે. હવે સ્પેશિયલ એજ્યુકેટર ભરતી પહેલી જૂન 2026 ના રોજ અમલીકરણ થઈ શકશે નહીં, જોકે અરજી પ્રક્રિયા ક્યારે શરૂ થશે અને સૂચના ક્યારે બહાર પાડવામાં આવશે તે ઉમેદવારોમાં હવે એક પ્રશ્ન રહે છે.
Gujarat Special Educator Recruitment 2026 અંગે નવીનતમ અપડેટ
ગુજરાત રાજ્ય સ્પેશિયલ એજ્યુકેટર ભરતી અંગે એક મુખ્ય અપડેટ આવી છે. તમારી માહિતી માટે, જણાવવાનું કે આ ભરતી સાથે સંકળાયેલા મુદ્દે હાલમાં સુપ્રીમ કોર્ટમાં કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટમાં સંબંધિત મુદ્દે ચાલી રહેલી કાનૂની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને ભરતી પ્રક્રિયા આગળ વધારવા ને બદલે તેને રોકવાનો નિર્ણય લેવામાં આવેલ છે. કોર્ટનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી ભરતી પ્રક્રિયાને આગળ વધવાની યોગ્ય ન ગણાતા તેને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો આદેશ સમિતિ દ્વારા આપવામાં આવેલ છે. એકવાર કોર્ટનો અંતિમ નિર્ણય આવી જાય, પછી રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ સ્પેશિયલ એજ્યુકેટર ભરતી સૂચના જાહેર કરવાની પ્રક્રિયા શરૂ શરૂ કરશે.
સ્પેશિયલ એજ્યુકેટર ભરતી આ મહિને યોજાઇ શકે છે (વિદ્યાસહાયક ભરતી 2026 Special Educator Recruitment પરીક્ષા તારીખ)
ગુજરાત વિદ્યા સહાયક ભરતી કયા મહિનામાં યોજાશે તે પ્રશ્નો ઉમેદવારોમાં રહે છે. જોકે, તમારી માહિતી માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા સ્પેશિયલ એજ્યુકેટર ભરતી બાબતે કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવામાં આવેલ નથી. કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશના આધારે રાજ્ય સરકાર અને પસંદગી સમિતિ આગળની કાર્યવાહી નક્કી કરશે બીજી તરફ જો કોર્ટ દ્વારા કોઈ નવી માર્ગદર્શિકા આપવામાં આવશે તો તેના આધારે ભરતી નિયમોમાં ફેરફાર પણ થઈ શકવાની સંભાવના છે.
વિદ્યાસહાયક સ્પેશિયલ એજ્યુકેટર ભરતી 2026 ફરી શરૂ થવાની શક્યતા
વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત છે, પરંતુ તેને સંપૂર્ણ પણે રદ કરવામાં આવી નથી એટલે કે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી પૂર્ણ થયા બાદ ફરી શરૂ કરવાની શક્યતા યથાવત છે શિક્ષણ ક્ષેત્રના જાણકારોના મતે, રાજ્યમાં સ્પેશિયલ એજ્યુકેટરની જરૂરિયાતોને ધ્યાનમાં લેતા સરકાર અને સંબંધિત વિભાગ ભરતી પ્રક્રિયાને આગળ વધારવા માટે પ્રયત્નશીલ રહેશે જો કે અંતિમ નિર્ણય કોર્ટના હુકમ પર જ આધારિત રહેશે.
હવે ઘરે બેઠા આવક, જાતિ અને અન્ય સરકારી દાખલા ઓનલાઈન મેળવવામાં સરળતા મળશે
ગુજરાતના સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી પ્રક્રિયા હાલ માટે મોકૂફ રાખેલ છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી કેસને કારણે ભરતી પ્રક્રિયા આગળ વધારવામાં આવશે નહીં. નોંધણી પ્રક્રિયા શરૂ થાય એ પહેલા જ લેવાયેલા આ નિર્ણયથી હજાર ઉમેદવારોને વધુ રાહ જોવી પડશે ભરતી ક્યારે શરૂ થશે તે અંગે હાલમાં કોઈ પણ સત્તાવાર સમય મર્યાદા જાહેર કરવામાં આવેલ નથી ઉમેદવારો આ સમયનો ઉપયોગ કરીને પોતાની તૈયારી ચાલુ રાખે અને માત્ર સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ કરે, સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણય બાદ ભરતી પ્રક્રિયાની ભવિષ્ય અંગેની વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.

0 Comments