RTE Second Round Result 2026 Gujarat: ગુજરાતમાં શિક્ષણનો અધિકાર અધિનિયમ આરટી હેઠળ ખાનગી શાળાઓમાં ધોરણ એકમાં મફત પ્રવેશ માટેની પ્રક્રિયા દર વર્ષે તકવંચિત અને આર્થિક રીતે નબળા વર્ગના પરિવારો માટે આશાનું કિરણ બની રહે છે વર્ષ 2025/26 માટેની RTE પ્રક્રિયાના માં બીજા રાઉન્ડમાં પરિણામો જાહેર થયા બાદ રાજ્યભરમાં હજારો વાલીઓના નજરે હવે ત્રીજા રાઉન્ડ પર કેન્દ્રિત થઈ છે. પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો ન હોય માત્ર ઉમેદવારોને ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરવાની તક આપવામાં આવે છે. RTE બીજા રાઉન્ડમાં કુલ 5814 બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો હોવા છતાં હજુ 5,341 જેટલી બેઠકો ખાલી રહી છે આ સ્થિતિને કારણે અનેક વાલીઓની વિદ્યાર્થીઓમાં આગામી રાઉન્ડ માટે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ અધિનિયમ હેઠળ ધોરણ એક માં કુલ બેઠકોના 25% બેઠકો પર પ્રવેશ વિના મૂલ્ય ખાનગી શાળાઓમાં બાળકોને આપવામાં આવે છે. જેથી આર્થિક રીતે નબળા અને વંચિત વર્ગના બાળકો ગુણવત્તા યુક્ત શિક્ષણની તક પ્રાપ્ત કરી શકે. જેથી તેઓ પણ સારી શૈક્ષણીક સુવિધાનો લાભ લઇ શકે. ગુજરાત સરકાર દર વર્ષે ઓનલાઈન પ્રક્રિયા દ્વારા અપ પ્રવેશ પ્રક્રિયાનું સંચાલન કરે છે.
હવે ઘરે બેઠા આવક, જાતિ અને અન્ય સરકારી દાખલા ઓનલાઈન મેળવવામાં સરળતા મળશે
RTE બીજા રાઉન્ડમાં કેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ પ્રથમ રાઉન્ડ બાદ કુલ 11,155 બેઠક ખાલી પડી હતી જેની સામે વિદ્યાર્થીઓની સંખ્યા 1, 08,021 હતી .આ વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડના એલોટમેન્ટ પડતા સ્કૂલ ફેરફાર કરવાની તક આપવામાં આવી હતી. 25 થી 28 ફેબ્રુઆરી સુધી હાથ ધરવામાં આવી.આ પ્રક્રિયામાં 2206 વિદ્યાર્થીઓ ચોક્કસ ફેરફાર કર્યો હતો. જ્યારે 45,115 બાળકોને તેમનીપસંદગીમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. પ્રવેશ સમિતિ દ્વારા 5814 બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો. હજુ પણ 5341 જેટલું બેઠકો ખાલી રહી ગઈ છે આ ખાલી બેઠકોનું મુખ્ય કારણ કેટલાક વાલીઓ દ્વારા શાળાની પસંદગી ન કરવી અથવા એડમીશન પ્રક્રિયા પૂર્ણ કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજા રાઉન્ડના પરિણામો બાદ ઘણા વાલીઓએ રાહત નો શ્વાસ લીધો છે કારણ કે તેમના બાળકોને મનપસંદ શાળામાં પ્રવેશ મળ્યો છે,તો બીજી તરફ હજુ પણ હજારો વાલી એવા કે જેમના બાળકો માટે આગામી રાઉન્ડની રાહ જોઈને બેઠા છે.
RTE ADMISSION ના પહેલા રાઉન્ડની સ્થિતિ અને પુન: પસંદગી
આરટી પ્રવેશ પ્રક્રિયાના પહેલા રાઉન્ડમાં કુલ 77,925 બાળકોને પ્રવેશ બેઠકો ફાળવવામાં આવી હતી. તેમ છતાં ,ઘણા વાલીઓએ એડમીશન પ્રક્રિયા પૂર્ણ કરી ન હતી તો કેટલી શાળાઓમાં પ્રવેશ લઈ લીધો હતો. પ્રથમ રાઉન્ડ પૂર્ણ કર્યા પછી ઘણી બેઠકો ખાલી રહી હતી આ બેઠકો ભરવા માટે રાજ્ય સરકારે બીજો રાઉન્ડ જાહેર કર્યો હતો બીજા રાઉન્ડમાં કુલ 11,155 બેઠકો માટે ફરીથી પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ગુજરાત લોકરક્ષક ભરતી 2026: હોલ ટિકિટ ડાઉનલોડ,14 જુને પરીક્ષા
બીજા રાઉન્ડ જો શાળાઓની પુનઃ પસંદગી કરવા ઈચ્છતા હોય તો તારીખ 25 મે ને સોમવારથી 27 મે બુધવાર ત્રણ દિવસ દરમિયાન ઓનલાઇન પ્રક્રિયા દ્વારા માત્ર શાળાઓની પસંદગી બદલી કરી શકાય તે માટે નો સમયગાળો આપવામાં આવેલ હતો. માહિતી અનુસાર કુલ 1, 08,021 વિદ્યાર્થીઓમાંથી 62,206 વાલીઓના વિદ્યાર્થીઓએ ઓનલાઇન પુનઃ પસંદગી પ્રક્રિયામાં ભાગ લીધો હતો જોકે 45,815 ફરીથી પસંદગી નોંધાવી નહોતી. આ કારણે ઘણા બાળકો માટે ઉપલબ્ધ બેઠકો ખાલી રહી ગઈ જો વધુ વાલીઓ પુનઃ પસંદગી પ્રક્રિયામાં જોડાયો હોય તો કદાચ વધુ બેઠકો ભરાઈ શકી હોત.
માધ્યમવાર પ્રવેશ ની સ્થિતિ
શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આરટીઇ ની પ્રવેશ પ્રક્રિયા ના બીજા રાઉન્ડમાં વિવિધ ભાષાના માધ્યમ મુજબ પ્રવેશની સ્થિતિ ઘણી જ રસપ્રદ રહી છે. ગુજરાતી માધ્યમની શાળાઓમાં કુલ 355 જગ્યા ખાલી રહેતી જેમાંથી 2,878 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો હજુ પણ 477 બેઠકો ખાલી રહી છે. તો બીજી બાજુ અંગ્રેજી માધ્યમની શાળાઓમાં સૌથી વધુ માંગ જોવા મળી હતી જેમાં કુલ 6,000 બાર બેઠકો સામે માત્ર 2,887 વિદ્યાર્થીઓ એડમીશન મેળવ્યું. અને 3125 બેઠકો ખાલી જોવા મળી. હિન્દી મીડિયમની વાત કરવામાં આવે તો 1614 બેઠકો ઉપલબ્ધ હતી જેમાંથી માત્ર અને માત્ર 38 વિદ્યાર્થીઓ જ દાખલ થયા.પરિણામે 1576 બેઠકો ખાલી જોવા મળી. અને અન્ય માધ્યમની 174 બેઠકોમાંથી 11 વિદ્યાર્થીઓને પ્રવેશ મળે જ્યારે 183 બેઠકો ખાલી રહી. ઉપરના આંકડાઓ દર્શાવે છે કે અંગ્રેજી માધ્યમની શાળાઓ માટે વાલીઓમાં વધુ આકર્ષણ જોવા મળી રહ્યું છે.
RTE ADMISSION second Round બાદ હજુ બેઠકો કેમ ખાલી રહી ?
બીજા રાઉન્ડ બાદ પણ ઘણી ખરી બેઠકો ખાલી રહેવાના અને કારણો સામે આવી રહ્યા છે. ઘણા વાલીઓને શાળા તેમના નિવાસ્થાનથી દૂર હોવાના કારણે એડમીશન ન લીધેલ હોય., જ્યારે કેટલાક વાલીઓએ પોતાના બાળકોનો પ્રવેશ અન્ય ખાનગી અથવા સરકારી શાળામાં પહેલેથી જ અપાવેલ હોય તો, જ્યારે કેટલાક વાલીઓ પાસે દસ્તાવેજો સમયસર ઉપલબ્ધ ન હોવાને કારણે ઘણા પરિવારો આ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી ન કરી શક્યા હોય. કેટલાક વાલીઓને ઓનલાઈન પ્રક્રિયા અને સમય મર્યાદા અંગે પૂરતી માહિતી ન મળવાના કારણે પણ તેઓ આ પ્રક્રિયાથી રહી જાય છે.
RTE બીજા રાઉન્ડનું પરિણામ જાહેર બાદ ત્રીજા રાઉન્ડની શક્યતા વધી
હજુ 5,341 બેઠકો ખાલી હોવાથી રાજ્ય સરકાર દ્વારા ત્રીજા રાઉન્ડની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે તેનો અંતિમ નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવશે. બીજા રાઉન્ડમાં 5,814 બેઠકો ભરવામાં આવી હોવી છે છતાં 5,341 બેઠકો હજુ સુધી ખાલી રહી ગયેલ છે. જે વિદ્યાર્થીઓને પહેલાં અને બીજા રાઉન્ડમાં બેઠક મળેલ નથી તે વિદ્યાર્થીઓ માટે ત્રીજો રાઉન્ડ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે એમ છે. ખાસ કરીને એવા વાલીઓ જેમને અગાઉ ના રાઉન્ડમાં અરજી કરી હતી પરંતુ પસંદગીમાં સ્થાન મળ્યું ન હતું તેવા વાલીઓ માટે ત્રીજા રાઉન્ડ આશાનું કિરણ બની શકે છે.RTE ADMISSION માં વધુ વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓનો લાભ મળી શકે તે માટે ત્રીજા રાઉન્ડમાં ખાલી રહેલ જગ્યાઓ માટે નવી ફાળવણી કરવામાં આવી શકે છે. વાલીઓએ નિયમિત રીતે આરટીઇ ની સત્તાવાર વેબસાઈટ તપાસતા રહેવું જરૂરી છે.હાલની સ્થિતિ જોતા ત્રીજા રાઉન્ડની સંભાવના મજબૂત જણાઈ રહી છે, કારણ કે હજારો બેઠકો હજુ ખાલી છે અને સરકારનો પ્રયાસ રહેશે કે શક્ય તેટલી વધુ બેઠકો ભરાય તથા વધુ બાળકોને શિક્ષણનો લાભ મળી શકે.
RTE યોજના શિક્ષણના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ક્રાંતિ સમાન છે, જે દરેક બાળકને સમાન શિક્ષણનો અધિકાર આપવાના સંકલ્પને મજબૂત બનાવે છે.RTE એડમીશન માટે હજુ 5341 જગ્યા ખાલી છે પરિસ્થિતિ દર્શાવે છે કે હજુ ઘણા બાળકો માટે તો ઉપલબ્ધ છે. વાલીઓએ સત્તાવાર જાહેરાતો ઉપર સતત નજર રાખવી જરૂરી છે. વધુમાં, આગામી રાઉન્ડની માહિતી મળતા તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા અને કાર્યવાહીમાં જોડાવું. જો રાજ્ય સરકાર ત્રીજા રાઉન્ડ ની જાહેરાત કરે છે તો ઘણા આર્થિક આર્થિક નબળા વર્ગના પરિવારો ના બાળકોને શાળામાં અભ્યાસ કરવાનો માર્ગ ખુલ્લો બની શકે છે.

0 Comments