ગુજરાત લોકરક્ષક ભરતી 2026: હોલ ટિકિટ એ કોઈપણ પરીક્ષા આપવા માટેનું મહત્વનો દસ્તાવેજ માનવામાં આવે છે. ગુજરાત લોકરક્ષક ભરતી પરીક્ષાની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો ની પ્રતીક્ષા નો અંત આવ્યો છે. ગુજરાત લોકરક્ષક ભરતી ના હોલ ટિકિટ 6 જૂન ના રોજ ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારો લોકરક્ષક ની સત્તાવાર વેબસાઈટ ઉપર જઈને પોતાનું એડમિટ કાર્ડ ચકાસી શકશે. આ માટે તેઓએ પોતાનો અરજી નોંધણી નંબર દાખલ કરવાનો રહેશે. ગુજરાત રાજ્યમાં પોલીસ વિભાગમાં ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે ગૃહ વિભાગ ને મોકલવામાં આવેલ દરખાસ્ત મુજબ લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે. જેના માટે પરીક્ષા 14, જૂનના રોજ યોજવામાં આવશે. આ પરીક્ષામાં આશરે લાખો ઉમેદવારો પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા છે. હજારો ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરી હતી અને હવે તમામ ઉમેદવારોને હોલ ટિકિટ તથા પરીક્ષાની તૈયારી અંગે જરૂરી માહિતી મેળવવાની આતુરતા હતી. ભરતી બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખ જાહેર થતા ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.વિભાગ દ્વારા દેખરેખ માટે પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલ છે. ગુજરાત રાજયની પોલીસ ભરતી બોર્ડ પરીક્ષા અન્વયે લોકરક્ષક દળ ની શારીરિક કસોટીમાંપાસથયેલાઉમેદવારોલેખિતપરીક્ષાનાકોલલેટરhttps://ojas.guj.gov.in ઉપરથી ડાઉનલોડ કરવાની સૂચના આપવામાં આવે છે.
જગ્યાઓ ની માહીતી
લોકરક્ષક કેડર (Lok rakshak Cadre) - કુલ 12,733 જગ્યા
- બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6942
- હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ: 2458
- હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF):3002
- જેલ સિપાહી (પુરુષ): 30
- જેલ સિપાહી (મહિલા / મેટ્રન): 31
ગુજરાત લોકરક્ષક ભરતી એડમિટ કાર્ડ 2026
સૌથી અગત્યનું, એડમિટ કાર્ડ માં સંપૂર્ણ પ્રકારની માહિતી આપવામાં આવેલી હોય છે જેની તમારે પરીક્ષા પહેલા કાળજીપૂર્વક સમીક્ષા કરવી જોઈએ. તેમાં ઉમેદવાર નું નામ, તારીખ, નોંધણી નંબર, પરીક્ષા કેન્દ્રનું નામ અને સરનામું, સમય, ઉમેદવારના પાસપોર્ટ સાઇઝના અપલોડ કરેલા ફોટો સાથે આપવામાં આવે છે. એડમિટ કાર્ડમાં બારકોડ અને અન્ય સુવિધાઓ હોય છે. પરીક્ષા ખંડમાં અધિકારી આ માહિતીના આધારે ઉમેદવારને ઓળખ કરી શકે છે.
પરીક્ષા કેન્દ્રમાં પોતાની સાથે લઈ જવાની મહત્વપૂર્ણ સુચનાઓ
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં લોકરક્ષક ભરતી દળના કેન્દ્ર જેમ તમે જાણો છો તેમ, લોકરક્ષક દળ ની ભરતી પરીક્ષા મોટા પાયા પર હોય છે. તેનું સુચારું રૂપે સંચાલન થવું જરૂરી છે. તે માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પરીક્ષા કેન્દ્ર સ્થાપિત કરવામાં આવેલા છે. તમામ જિલ્લાઓમાં દેખરેખ માટે પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. પરીક્ષામાં કોઈપણ પ્રકારની અનિયમિતતા ના થાય તે માટે, કાળજાળ ગરમી ને ધ્યાનમાં રાખીને તમામ કેન્દ્ર પર પીવાના પાણીની અને પુરતી વીજળીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવેલી છે. ભરતી પરીક્ષા દરમિયાન સુરક્ષા અને પારદર્શિતાને ધ્યાનમાં રાખીને કડક નિયમો લાગુ કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રમાં મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, બ્લૂટૂથ ડિવાઇસ અથવા ઇલેક્ટ્રોનિક સાધનો લઈ જવાની મનાઈ રહેશે. ઉમેદવારોએ માત્ર જરૂરી દસ્તાવેજો સાથે જ પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેવું પડશે.
ગુજરાત પોલીસ ભરતીમાં પરીક્ષાની તૈયારી
લોકરક્ષક ભરતી પરીક્ષામાં સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો, માતૃભાષા, અંગ્રેજી, ગણિત, તાર્કિક અને બંધારણ સંબંધિત પ્રશ્નો પૂછાઈ શકે છે. ઉમેદવારોએ છેલ્લા કેટલાક વર્ષોના પ્રશ્નપત્રોનો અભ્યાસ કરીને તૈયારી કરવી જરૂરી રહેશે.
હોલ ટિકિટ ડાઉનલોડ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
હોલ ટિકિટ ડાઉનલોડ કરતી વખતે ઉમેદવારોએ કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ:
- ઇન્ટરનેટ કનેક્શન સ્થિર હોવું જોઈએ
- અરજી નંબર અને જન્મ તારીખ તૈયાર રાખવી
- હોલ ટિકિટ PDF ફોર્મેટમાં સેવ કરી રાખવી
- પ્રિન્ટ સ્પષ્ટ આવતી હોવી જોઈએ
- પરીક્ષા પહેલા એકથી વધુ પ્રિન્ટ કાઢી રાખવી
ઘણા ઉમેદવારો, અંતિમ દિવસોમાં વેબસાઇટ પર સ્લો હોવાને કારણે મુશ્કેલી અનુભવતા હોય છે. તેથી હોલ ટિકિટ વહેલી તકે ડાઉનલોડ કરી લેવી વધુ યોગ્ય રહેશે.
આ રીતે તમારું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો
તમારું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવું ખૂબ જ સરળ છે. તે માટે તમારે ગુજરાતની સત્તાવાર વેબસાઈટ OJAS ની મુલાકાત લેવી અને થોડા સરળ પગલાંઓનું પાલન કરવું. નોંધણી નંબર તૈયાર રાખો, તેના વિના તમે તમારું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો નહીં. સ્ટેપ બાય સ્ટેપ સૂચનાઓ નીચે મુજબ છે.
સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ ઓપન કરો.
Www.ojas.gujarat.gov.in
ગુજરાત પોલીસ લોકરક્ષક ભરતી 2026 લિંક ઉપર ક્લિક કરો.
તમારો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો. તમારું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો અને તેનું પ્રિન્ટ આઉટ કાઢીને સાચવી રાખો.
એક વખત ચકાસી લો કે તમારા બાળકને એડમિટ કાર્ડ માં આપેલ માહિતી તમામ સાચી છે.
ગુજરાત પોલીસ ભરતી દળની પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની જાહેરાત થતા ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 14 જૂને, યોજનારી લોકરક્ષક દળ ની આ પરીક્ષામાં ભાગ લેનાર ઉમેદવારો પાસે હવે મર્યાદિત સમય બાકી રહ્યો છે. આ ભરતી પ્રક્રિયામાં જોડાનારા ઉમેદવારો અભ્યાસ, યોગ્ય આયોજન અને મહેનત કરનારા ઉમેદવારોને સફળતા પ્રાપ્ત થવાની શક્યતાઓ વધારે છે. અરજી કરનારા ઉમેદવારોએ સમયસર એડમિટ કાર્ડ ડાઉનલોડ કરીને તેમાં આવેલી સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત આ પરીક્ષામાં રાજ્યના યુવાનો માટે આ ભરતી પ્રક્રિયા મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. લોકરક્ષક ભરતી યુવાનો માટે માત્ર નોકરી નહીં પરંતુ સમાજસેવાનો એક મહત્વપૂર્ણ માર્ગ પણ માનવામાં આવે છે. રાજ્યની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવામાં લોકરક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા રહેતી હોય છે.તમામ ઉમેદવારોની નજર હવે, 14 જૂને યોજનારી પરીક્ષા પર ટકી રહી છે.
CTET Exam Date Notification 2026 જાહેર –CBSE Declared Full Schedule અને Latest Update

0 Comments