ધોરણ 10 પછી મહિલાઓ માટે ITI કોર્સ:ધોરણ 10 પાસ કર્યા પછી ઘણા વિદ્યાર્થીઓને ખાસ કરીને યુવતી અને મનમાં પ્રશ્ન થાય છે કે હવે આગળ શું કરવું? માત્ર 11/ 12 અને કોલેજનો જ રસ્તો કે પછી એવું કોઈ અભ્યાસ છે જેનાથી ઝડપી નોકરી અને સ્વરોજગાર શરૂ કરી શકાય?આજના સ્પર્ધાત્મક યુગમાં માત્ર શૈક્ષણિક પૂરતી નથી પરંતુ રોજગાર મેળવવા માટે કૌશલ્યા તારી શિક્ષણનું મહત્વ પણ ઝડપથી વધી રહ્યું છે. એમાં વળી, ખાસ કરીને ધોરણ 10 પાસ કર્યા પછી ઘણી યુવતીઓને મહિલાઓ એવી શોધતી હોય છે જેમાં ઓછા સમયમાં તાલીમ મેળવી સારી નોકરી અને સ્વરોજગાર શરૂ કરી શકાય. સરકાર દ્વારા સંચાલિત આઈ.ટી.આઈ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થાઓ આવા જ ઉદ્દેશ્ય માટે વિવિધ વ્યવસાયલક્ષી શિક્ષણ આપીને મહીલાઓને રોજગારી મેળવવામાં મદદરૂપ બને છે. ધોરણ 10 પછી મહિલાઓ માટે આઈટીઆઈ માં copa dress making fashion design technology cosmetology on health sanitary inspector જેમાં વિવિધ કોર્સ ઉપલબ્ધ છે. આ કોર્સ પૂર્ણ કર્યા બાદ ખાનગી કંપનીઓ સરકારી યોજનાઓ એપ્રેન્ટિસિપ તેમજ સ્વરોજગાર ની તકો પ્રાપ્ત થઈ શકે છે. તેથી ધોરણ 10 પછી ઉચ્ચ અભ્યાસ સાથે સાથે કારકિર્દી અને નિર્ભરતા તરફનું પ્રથમ પગલું ભરવા માટે આઈ.ટી.આઈ એક ઉત્તમ વિકલ્પ સાબિત થાય છે. આ લેખમાં, મહિલાઓ માટે આઈટીઆઈ કોર્સ અને કારકિર્દી માર્ગદર્શન વિશે વિગતવાર માહિતી છે.
આઈ.ટી.આઈ શું છે ?અને તેનું મહત્વ
આઈ.ટી.આઈ એટલે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ. આ એક એવી સંસ્થા છે જ્યાં વિદ્યાર્થીઓને વિવિધ વ્યવસાયલક્ષી અને કૌશલ્ય આધારિત તાલીમ આપવામાં આવે છે આઈટીઆઈ નો હેતું વિદ્યાર્થીને પ્રેક્ટીકલ જ્ઞાન અને કૌશલ્ય આપવાનો છે જેથી તેઓ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સીધી નોકરી મેળવી શકે અથવા પોતાનું વ્યવસાય શરૂ કરી શકે. આઈટીઆઈ માં કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ફેશન ડિઝાઇન ટેકનોલોજી, ઇલેક્ટ્રિશિયન ફીટર વેલ્ડર, હેલ્થ ,સેનેટરી ઇન્સ્પેક્ટર સહિત અને ટ્રેડમાં તાલીમ આપવામાં આવે છે. મોટાભાગના પુરુષના સમયગાળો 1 થી 2 વર્ષનો હોય છે. કોર્સ પૂર્ણ કર્યા બાદ સરકાર માન્ય પ્રમાણપત્ર આપવામાં આવે છે.અહીં પુસ્તકીય જ્ઞાન કરતાં પ્રેક્ટીકલ પણ વધુ ભાર મૂકવામાં આવે છે જેના કારણે વિદ્યાર્થીઓ વધુ વાસ્તવિક કાર્યક્ષેત્ર માટે તૈયાર થઈ શકે. ખાસ કરીને મહિલાઓ માટે આઈટીઆઈ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. કોમ્પ્યુટર ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માંગતી હોય, ફેશન ડિઝાઇનિંગ માં રસ ધરાવતી હોય ,બ્યુટી અને વેલનેસ ક્ષેત્રમાં આગળ વધવા માંગતી હોય અથવા આરોગ્ય સંબંધિત ક્ષેત્રમાં કામ કરવા જતી હોય તો તેના માટે આઈટીઆઈ માં યોગ્ય કોર્સ ઉપલબ્ધ છે. તાજેતર ના સમયમાં કંપનીઓને ઉદ્યોગો કોષીય ધરાવતી યુવતીઓને વધુ પ્રાધાન્ય આપે છે. આઈ.ટી.આઈ કોર્સ પણ કર્યા પછી ખાનગી કંપનીઓ સરકારી સંસ્થાઓ, એપ્રેન્ટીસશીપ કાર્યક્રમ અને સ્વરોજગારની અનેક તકો ઉપલબ્ધ છે. ટૂંકમાં કહીએ તો, આઈ.ટી.આઈ ધોરણ 10 પાસ પછી ઝડપથી બનાવવાનો અને આત્માને અર્પણ બનવાનો એક અસરકારક રસ્તો છે.
ધોરણ 10 પાસ પછી મહિલાઓ માટે કારકિર્દી કોર્સ
COPA: આજના ડિજિટલ યુગમાં કોમ્પ્યુટરનું જ્ઞાન દરેક ક્ષેત્રમાં જરૂરી બની ગયું છે. કોમ્પ્યુટર ઓપરેટર પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ એટલે COPA. જેમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ 10 પાસ અને તેની તાલીમનો સમયગાળો એક વર્ષનો હોય છે. અન્ય કોર્ષ માટે નીચે માહિતી આપેલ છે.
કોર્ષ નું નામ | લાયકાત | અભ્યાસ | નોકરીની તકો | સ્વ -રોજગારીની તકો |
COPA (Computer Operator and Programming Assistant) | 10 pass |
|
|
|
Dress Making (DRM) | 8 pass |
|
|
|
Fashion Design Technology (FDT) | 10 pass |
|
|
|
Cosmetology (BCT) | 10 pass |
|
|
|
Health Sanitary Inspector (HSI) | 10 pass |
|
|
ઘણા ITI કર્યા બાદ વિદ્યાર્થીઓને એપ્રેન્ટીસશિપ નો લાભ મળે છે. એપ્રેન્ટીશ શિફ્ટ દરમિયાન ઉદ્યોગમાં કામનો અનુભવ મળે છે સાથે સાથે તેમને પોતાનું ખર્ચ ચલાવવામાં મદદરૂપ બને તેટલું સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવે છે. સાથે વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ જ્ઞાનમાં વધારો થાય છે અને કાયમી નોકરીની શક્યતાઓ પણ વધે છે ઘણી કંપનીઓ એપ્રેન્ટીસશીપ પૂર્ણ કરેલા ઉમેદવારોને સીધા નોકરી રાખતા હોય છે.આજના સમયમાં સ્વચ્છતા, જાહેર આરોગ્ય અને સુરક્ષિત જીવનશૈલી અંગે લોકોમાં જાગૃતિ સતત વધી રહી છે. જેના કારણે Health Sanitary Inspector જેવા ક્ષેત્રોમાં તાલીમ પ્રાપ્ત ઉમેદવારોની માંગ પણ વધતી જઈ રહી છે. ઉપરાંત, પીવાના પાણીની ગુણવત્તા, ખાદ્ય સુરક્ષા અને જાહેર સ્વચ્છતા સંબંધિત કામગીરીમાં પણ રોજગારીની સારી સંભાવનાઓ છે. સરકાર દ્વારા સ્વચ્છતા અને આરોગ્યને પ્રોત્સાહન આપતી વિવિધ યોજનાઓના કારણે આ ક્ષેત્રમાં ભવિષ્યમાં પણ કારકિર્દીની તકો વધતી રહેવાની શક્યતા છે.
એસટી નિગમમાં કંડક્ટર, ડ્રાઈવર અને અન્ય વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા અંગેની મહત્વપૂર્ણ માહિતી, લાયકાત, અરજી પ્રક્રિયા અને નવી અપડેટ
ITI પછી મહિલાઓ માટે સરકારી અને ખાનગી નોકરીની તકો
આજના સમયમાં મહિલાઓ માત્ર ઘરગથ્થુ જવાબદારીઓ સુધી મર્યાદિત નથી રહી. પરંતુ ,શિક્ષણ રોજગાર અને વ્યવસાયના દરેક ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી રહી છે. આવી સ્થિતિમાં ધોરણ 10 પછી માટે યોગ્ય માર્ગ પસંદ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે આઈટીઆઈ મહિલાઓ માટે એવો વિકલ્પ છે જે ઓછા ખર્ચે ઓછા સમયમાં અને વધુ રોજગારીની તકો સાથે વ્યવસાયલક્ષી કૌશલ્ય પ્રદાન કરે છે. મહિલાઓ માટે ITI ની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં મેળવેલી તાલીમના આધારે નોકરીને સ્વરોજગાર બંનેની તક બને છે. Copa, dress making, fashion design technology, cosmetology અને health sanitary inspector જો કોર્સ પૂર્ણ કર્યા બાદ યુવતીઓ ખાનગી કંપનીઓ, ઓફિસ, હોસ્પિટલો, સલૂન અને ગારમેન્ટ ઉદ્યોગોમાં નોકરી મેળવી શકે છે સાથે તેઓ પોતાનું બુટીક , બ્યુટી પાર્લર ,કોમ્પ્યુટર સેન્ટર અને નાનો વ્યવસાય શરૂ કરીને સ્વરોજગાર પણ મેળવી શકે છે. ડીગ્રી કોર્સની સરખામણીએ ITI નો કોર્સ આર્થિક રીતે પરવડે તેઓ હોવાથી સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારની યુવતીઓ પણ સરળતાથી આ અભ્યાસ પૂર્ણ કરી શકે છે. મોટાભાગના કોર્સ માત્ર 1 વર્ષના જ હોવાથી વિદ્યાર્થીઓ ઝડપથી કૌશલ્ય પ્રાપ્ત કરીને રોજગારના ક્ષેત્રમાં પ્રવેશ કરી શકે છે. પોતાની આવક ઉભી થવાથી મહિલાઓમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ પરિવાર તેમ સમાજમાં વધુ સશક્ત સ્થાન મેળવી શકે છે. વધુમાં, ડિજિટલ સેવા, ફેશન બ્યુટી અને આરોગ્ય જેવા ક્ષેત્રમાં સતત વધતી માંગને કારણે આવનાર વર્ષોમાં આઈટીઆઈ જેવા તાલીમ પ્રાપ્ત મહિલાઓ માટે રોજગારીની તકો વધતી જતી રહેવાની શક્યતાઓ છે.
કોર્સ પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
ધોરણ 10 પછી ITI માં પ્રવેશ લેવાથી ઘણી યુવતીઓને અને તેમના વાલીઓના મનમાં સૌથી મોટો પ્રશ્ન એવો હોય છે કે પોતાના માટે કયો કોર્ષ સૌથી યોગ્ય રહેશે. જોકે હકીકતમાં કોઈ એક કોર્સ દરેક માટે શ્રેષ્ઠ હોઈ શકતો નથી. તેથી કોઈ કોષ પસંદ કરતા પહેલા પોતાની જાતને કેટલાક પ્રશ્નો પૂછવા જરૂરી છે. જો તમને કોમ્પ્યુટર અને ટેકનોલોજીમાં રસ છે અને જો તમને કોમ્પ્યુટર પર કામ કરવું ગમતું હોય એને ઓફિસ આધારિત નોકરી મેળવવાની ઈચ્છા હોય તો કોપા કોર્સ તમારા માટે ઉત્તમ વિકલ્પ બની શકે છે. જો તમને ફેશન ડિઝાઈનિંગ ગમે છે તો તમને કપડાની ડિઝાઇન સિલાઈ અને સર્જનાત્મક કામમાં રસ હોય તો ડ્રેસ મેકિંગ અથવા ફેશન ડિઝાઈન ટેકનોલોજી પસંદ કરી શકાય. જો તમે બ્યુટી ,મેકઅપ અને વેલનસ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માંગો છો તો મેકઅપ અને હેર સ્ટાઈલિંગમાં રસ ધરાવતી યુવતીઓ માટે કોસ્મેટોલોજીની અનેક તકો ઊભી કરે છે.કોર્સ પસંદ કરતી વખતે માત્ર આજની લોકપ્રિયતા નહીં પરંતુ ભવિષ્યમાં તેની માંગ, રોજગારીની તકો અને તમારી વ્યક્તિગત રુચિને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. યાદ રાખો કે સફળતા તે જ ક્ષેત્રમાં મળે છે જેમાં તમને ખરેખર રસ હોય અને તમે સતત શીખવા માટે તૈયાર હોવ. તેથી કોઈ મિત્ર અથવા ઓળખીતાની સલાહના આધારે નહીં, પરંતુ પોતાની ક્ષમતા અને ભવિષ્યના લક્ષ્યોને ધ્યાનમાં રાખીને ITI કોર્સની પસંદગી કરવી વધુ યોગ્ય રહેશે. યોગ્ય કોર્સ તમારી કારકિર્દીને નવી દિશા આપી શકે છે અને તમને આત્મનિર્ભર બનવામાં મદદરૂપ બની શકે છે.કોર્સ પૂર્ણ કર્યા બાદ ઉમેદવારોને સરકારી આરોગ્ય વિભાગ, મ્યુનિસિપાલિટી, ગ્રામ પંચાયત, હોસ્પિટલ, ખાનગી હેલ્થકેર સંસ્થાઓ અને વિવિધ સ્વચ્છતા પ્રોજેક્ટ્સમાં કામ કરવાની તક મળી શકે છે.
આઈટીઆઈ માં એડમિશન પ્રક્રિયા કેવી રીતે થાય છે
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ITI માં પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારો માટે ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે.
આઈ.ટી.આઈ માં પ્રવેશ મેળવવા માટે ધોરણ 10 પાસ બાદ યુવતીઓએ આઈટીઆઈની સત્તાવાર વેબસાઈટ ઉપર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા બાદ ફોર્મ ભરવાનું હોય છે. આ ફોર્મ ની અંદર ઉમેદવારે પોતાની વ્યક્તિગત માહિતી શૈક્ષણિક, લાયકાતો, પોતાની પસંદગીનો કોર્સ અને સંસ્થાની પસંદગી કરવાની હોય છે. આ સાથે જે તે કોર્સ માટે નિર્ધારિત અરજી ફી ભરવાની હોય છે. અરજી પ્રક્રિયા પૂર્ણ થયા પછી ધોરણ 10 ના ગુણના આધારે મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. મેરીટ માં સ્થાન મળેલ ઉમેદવારને પસંદ કરેલો કોર્સ અને સંસ્થામાં સીટ ફાળવવામાં આવે છે. ત્યારબાદ ઉમેદવારે પોતે પસંદ કરેલ સંસ્થામાં હાજર થઈને દસ્તાવેજોની ચકાસણી કરાવવાની હોય છે. તમામ વિગતો યોગ્ય જણાય તો એડમિશન કન્ફર્મ કરવામાં આવે છે અને અભ્યાસ શરૂ કરવામાં આવે છે.
એડમિશન માટે જરૂરી દસ્તાવેજો
- ધોરણ 10 ની માર્કશીટ
- શાળા છોડિયાનું પ્રમાણપત્ર
- આધાર કાર્ડ
- જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
- આવકનો દાખલો
- રહેઠાણનો પુરાવો
સમયસર અરજી અને યોગ્ય દસ્તાવેજો તૈયાર રાખવાથી એડમિશન પ્રક્રિયા વધુ સરળ બની શકે છે યુવતીઓએ પ્રવેશ ની તારીખો ને સત્તાવાર જાહેરાતો પણ નિયમિત નજર રાખવી જોઈએ. જેથી પ્રવેશ મળ્યા બાદ મહિલાઓને કૌશલ્ય આધારિત શિક્ષણ દ્વારા રોજગાર અને સ્વરોજગારની તકો પ્રાપ્ત થઈ શકે.
ધોરણ 10 પછી યોગ્ય કોર્ષ ની પસંદગઈ અગત્યની ભૂમિકા ભજવે છે.ITI ના copa ,dress making ,fashion design technology, cosmetology , health sanitary inspector જેવક કોર્સ મહિલાઓને કૌશલ્ય આત્મવિશ્વાસ અને આર્થિક સ્વતંત્રતા તરફ આગળ વધવામાં મદદ કરે છે. આ કોર્ષ દ્વારા માત્ર નોકરી મળતી નથી .પરંતુ મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરીને જીવનમાં ઉચ્ચ પ્રગતિ હાંસલ કરી શકે છે. જો તમે પણ ધોરણ 10 પાસ કર્યા બાદ વિચારી રહ્યા છો તમે માટેના ITI કોર્સ તમારા ભવિષ્યની નવી દિશા આપવા માટે ઉત્તમ છે

0 Comments