RTE ADMISSION 2026: ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે નબળા અને વંચિત વર્ગના બાળકો ને ગુણવત્તાયુક્ત ખાનગી શિક્ષણ મળી રહે તે હેતુથી શરૂ કરવામાં આવેલી આરટીઇ યોજના અમલમાં મુકવામાં આવેલી છે. તાજેતરના આંકડા મુજબ બે રાઉન્ડ બાદ હજુ પણ 7022 બેઠકો હજુ ખાલી રહી ગઈ છે. શિક્ષણ વિભાગ દ્વારા 6 થી 8 જૂન દરમિયાન ત્રીજા રાઉન્ડ મા વાલીઓ શાળા પસંદગી કરી શકશે. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આ સમય દરમિયાન વિદ્યાર્થીઓએ ઓનલાઇન સ્કુલ પસંદગીની પ્રક્રિયા કરવાની રહેશે. આ દરમિયાન લાયક વાલીઓ નવી શાળાની પસંદગી કરી શકશે અથવા અગાઉ કરેલી પસંદગી શાળામાં ફેરફાર પણ કરી શકશે. આ લેખમાં, ખાલી બેઠક અંગેની સંપૂર્ણ માહિતી ,સ્કૂલ પસંદગી પ્રક્રિયા ,મહત્વપૂર્ણ તારીખો અને લાભાર્થીઓની સંખ્યા, ધ્યાનમાં રાખવાની બાબતો વિશે માહિતી જણાવેલ છે.
RTE એડમિશન 2026 ત્રીજા રાઉન્ડ માટે વાલીઓને SMS થી જાણ
શિક્ષણ વિભાગે માહિતી મુજબ 1.02 લાખથી વધુ લાયક વાલીઓને શાળા પસંદગી માટે એસએમએસ મારફતે જાણ કરવામાં આવી છે આ એસએમએસ માં સ્કૂલ પસંદગી પ્રક્રિયા તારીખો અને ઓનલાઈન કાર્યવાહી કરવા અંગેની માહિતી મોકલવામાં આવી છે જેને એસએમએસ મળે છે તેમને તારીખ સમયસર પ્રક્રિયા કરવી જરૂરી છે. પસંદગીનો સમયગાળો એટલે કે 6 જુન 2026 થી 8 જૂન 2026 સુધી ઓનલાઈન પોર્ટલ પર જઈને નવી શાળા પસંદ કરી શકાય છે અથવા અગાઉની પસંદગીમાં ફેરફાર કરી શકાય છે.
GSRTC કંડક્ટર ભરતી 2026 વિશેની સંપૂર્ણ માહિતી માટે અમારો વિગતવાર લેખ જરૂર વાંચો.
RTE ADMISSSION 2026 અંતર્ગત માધ્યમ વાર ખાલી બેઠકો ની માહિતી
આરટીઇ માં પ્રવેશ માટે અરજી જુદા જુદા માધ્યમ માટે કરવામાં આવે છે. ત્રીજા રાઉન્ડ માટે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં સૌથી વધુ બેઠકો ખાલી જોવા મળી. મળતી માહિતી મુજબ 3911 બેઠકો અંગ્રેજી માધ્યમ માં હજુ સુધી ખાલી છે. ગુજરાતી માધ્યમમાં શાળાઓમાં હજુ પ્રવેશ ઉપલબ્ધ છે. આ માધ્યમમાં 1358 બેઠક ઉપર પ્રવેશ થયેલ નથી. હિન્દી માધ્યમમાં 1,578 બેઠકો અને અન્ય માધ્યમમાં 175 બેઠકો ઉપલબ્ધ છે. આ બેઠકો ઉપરથી સ્પષ્ટ થાય છે કે હજુ સુધી કેટલાક વાલીઓ પ્રવેશ કન્ફર્મ કરતા નથી. જ્યારે કિસ્સાઓમાં વાલીઓ ફાળવેલ શાળામાં પ્રવેશ લેવા માટે તૈયાર ન હોય, જરૂરી દસ્તાવેજો સમય સમયસર રજૂ કરવામાં આવતા નથી, કેટલાક વાલીઓ દ્વારા શાળા પસંદગી યોગ્ય રીતે કરવામાં આવતી નથી જેથી હજુ સુધી 7,022 બેઠકો ખાલી રહી ગઈ છે.
જ્ઞાન સહાયક ભરતી ના નવા GR બાદ મોટા ફેરફારો
હાલ સુધી કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે તેની અપડેટ
RTE યોજના હેઠળ તો નિ:શુલ્ક અને ગુણવત્તા યુક્ત શિક્ષણનો નો લાભ વધુમાં વધુ બાળકો સુધી પહોંચે તે માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. આ યોજના હેઠળ પ્રવેશ પ્રક્રિયામાં અત્યાર સુધી નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. રાજ્યભરમાં કુલ 83,687 બેઠકો ફાળવવામાં આવી હતી જેમાંથી અત્યાર સુધી 77,425 વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક પ્રવેશ મેળવી લીધો છે મોટાભાગની બેઠકો ભરાઈ ગઈ છે અને હજારો પરિવાર ના બાળકો ને શિક્ષણનો લાભ મળે છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કુલ 2091 વિદ્યાર્થીને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો જેમાંથી 1899 વિદ્યાર્થીઓ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી છે. જ્યારે અમદાવાદ શહેર કોર્પોરેશન વિસ્તારમાં કુલ 14,579 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો જેમાંથી 13,660 પ્રવેશ કન્ફર્મ કર્યો છે. તેમ છતાં હજુ પણ રાજ્યમાં 7,022 બેઠકો ખાલી છે જેના કારણે શિક્ષણ વિભાગે વાલીઓ ને ફરીથી શાળા પસંદગી કરવાની તક આપી છે. ઘણા વિદ્યાર્થીઓએ દસ્તાવેજોની અછત સ્થળાંતર ,પસંદગી કરેલી શાળામાં રસ નહોતો, અન્ય વ્યક્તિગત કારણોસર પ્રવેશ પણ કર્યો નથી. જેથી આ બેઠકો ખાલી રહી છે. તેમને વિભાગ દ્વારા SMS મારફતે જાણ કરવામાં આવી છે જેથી ખાલી રહેલ બેઠકો ભરાઈ શકે. આગામી પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી બેઠકોની સંખ્યા વધુ ઘટવાની શક્યતા છે.
આ પણ વાંચો.ગુજરાતમાં 1808 મુખ્ય શિક્ષક ભરતી 2026: શિક્ષણ વિભાગનો પરિપત્ર જાહેર
સ્કૂલ પસંદગી માટે વાલીઓ ને મહત્વપૂર્ણ તકો
RTE ગુજરાત 2026 હેઠળ ખાલી રહેલી બેઠકોને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે લાયક વાલીઓને ફરી એકવાર શાળા પસંદગી કરવાની મહત્વપૂર્ણ આપી છે. જો કોઈ વાલીને અગાઉ ફાળવવામાં આવેલી શાળા પસંદ ન હોય અથવા ઘરથી દૂર હોવાના કારણે મુશ્કેલી અનુભવાતી હોય તો તેઓ નવી ઉપલબ્ધ શાળાઓમાંથી પોતાની પસંદગી મુજબ બીજી શાળા પસંદ કરી શકે છે. આ સુવિધાથી વાલીઓને તેમના બાળકોના શિક્ષણ માટે વધુ સારો વિકલ્પ પસંદ કરવાની તક મળે છે. આ ઉપરાંત, અગાઉ કરેલી શાળા પસંદગીમાં ફેરફાર કરવાની પણ સગવડ આપવામાં આવી છે. ઘણા કિસ્સાઓમાં વાલીઓ શાળાની સુવિધાઓ, અંતર, શિક્ષણનું માધ્યમ અથવા અન્ય કારણોને આધારે પોતાની પસંદગી બદલવા માંગતા હોય છે. આવી સ્થિતિમાં તેઓ નવી પસંદગી કરીને પોતાના બાળક માટે વધુ યોગ્ય શાળાનો વિકલ્પ પસંદ કરી શકે છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન હોવાથી વાલીઓને કોઈ કચેરીના ધક્કા ખાવાની જરૂર રહેતી નથી. તેઓ ઘરે બેઠા મોબાઇલ અથવા કમ્પ્યુટરની મદદથી RTE પોર્ટલ પર લોગિન કરીને ઉપલબ્ધ શાળાઓની યાદી જોઈ શકે છે અને પોતાની પસંદગી નોંધાવી શકે છે.શિક્ષણ વિભાગ દ્વારા મોકલવામાં આવેલા SMSના આધારે વાલીઓ સરળતાથી પોતાની વિગતો ચકાસી શકે છે અને નિર્ધારિત સમયમર્યાદામાં કાર્યવાહી પૂર્ણ કરી શકે છે.
ગુજરાતમાં RTE પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત હજુ પણ 7022 બેઠકો ખાલી છે. શિક્ષણ વિભાગે 6 થી 8 જૂન દરમિયાન વાલીઓને નવી સ્કૂલ પસંદ કરવાની અને અગાઉની પસંદગીમાં ફેરફાર કરવાની તક આપી છે. 1.02 લાખથી વધુ વાલીઓને SMS દ્વારા જાણ કરવામાં આવી છે. જો તમારા બાળકનું નામ લાયક ઉમેદવારોમાં સામેલ હોય, તો આ તક ગુમાવ્યા વગર સમયસર ઓનલાઈન સ્કૂલ પસંદગી પૂર્ણ કરવી જરૂરી છે.યોગ્ય શાળાની પસંદગી તમારા બાળકના શૈક્ષણિક ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તેથી સમયમર્યાદામાં તમામ કાર્યવાહી પૂર્ણ કરીને RTE યોજનાનો સંપૂર્ણ લાભ મેળવો.
.png)
0 Comments