Talati,junior clerk,CCe,LRD,GPSC ,TET-TAT જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી સમજ અને ભરતી અન્વયે માહિતી
ગુજરાત સરકાર દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ અને શિક્ષણ વિભાગ માં ભરતી:ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા લાખો ઉમેદવારો માટે ફરી એક સારા સમાચાર સામે આવે છે. ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે નવી ભરતી પ્રક્રિયાઓ ની તૈયારી શરૂ કરવામાં આવી છે. અને જે તે પસંદગી મંડળોને વિભાગો દ્વારા આદેશ આપી દેવામાં આવેલ છે જેના કારણે ભરતી બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જાહેરાતો બહાર પાડવામાં આવશે. ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, GPSC દ્વારા ટૂંક સમયમાં ક્લાસ વન ટુ અને થ્રી માટે મોટી ભરતી ની જાહેરાત કરવાની તૈયારીઓ જોશમાં જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ સરકારના શિક્ષણ વિભાગ, તેમજ પંચાયત, આરોગ્ય ,વહીવટી વિભાગમાં ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે સરકાર આગામી વર્ષમાં ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટેનું ધ્યાન કેન્દ્રિત કરેલ છે.પશુધન નિરીક્ષકની ભરતી પણ કૃષિ અને પશુપાલન ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉમેદવારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની છે. સરકાર દ્વારા અલગ અલગ વિભાગોમાં સતત ભરતી બહાર પાડવામાં આવતા હવે ઉમેદવારોમાં વિશ્વાસ વધ્યો છે કે આગામી સમયમાં વધુ મોટી ભરતી બહાર પડી શકે છે. હાલ સોશિયલ મીડિયા અને શિક્ષણ જગતમાં પણ ભરતી સંબંધિત ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.હાલમાં સરકાર દ્વારા ભરતી પ્રક્રિયાઓમાં ઝડપ લાવવામાં આવી રહી હોવાનું માનવામાં આવે છે, જેના કારણે આગામી મહિનાઓમાં વધુ નવી ભરતી બહાર પડે તેવી પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા ઉમેદવારો માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
|
Sr.no |
Post name |
vacancies |
|
1 |
જુનિયર ક્લાર્ક (Junior Clerk) |
3250
|
|
2 |
ફીમેલ હેલ્થ વર્કર (Female Health
Worker) |
2071 |
|
3 |
ગ્રામ પંચાયત મંત્રી / તલાટી |
1300 |
|
4 |
ગ્રામ સેવક (Gram Sevak) |
500 |
|
5 |
MPHW પુરુષ (MPHW Male) |
498 |
|
6 |
એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર - ઇલેક્ટ્રિકલ |
200 |
|
7 |
મુખ્ય સેવિકા (Mukhya Sevika) |
193 |
|
8 |
જુનિયર ફાર્માસિસ્ટ (Junior Pharmacist) |
154 |
|
9 |
નાયબ ફિટનેસ (Nayab Fitness) |
148 |
|
10 |
પશુધન નિરીક્ષક (Livestock Inspector) |
192 |
|
11 |
લેબોરેટરી ટેકનિશિયન |
108 |
|
12 |
આંકડાકીય મદદનીશ (Statistical Assistant) |
31 |
|
|
TOTAL |
8548 |
પંચાયત સેવા પસંદગી મંડળ અને ગૌણ સેવા પસંદગી મંડળ સંભવિત ભરતી
ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને શિક્ષણ વિભાગમાં શિક્ષણ પસંદગી સમિતિની રચના કરવામાં આવી છે. જે ભરતી કરી રહ્યું છે. શિક્ષણ ક્ષેત્રમાં શિક્ષક તરીકે પોતાની કારકિર્દી બનાવવા માટે રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સેકન્ડરી ની પરીક્ષા ની જાહેરાત ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ પરીક્ષા ખાસ કર્યા બાદ ઉમેદવારોને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે નોકરી કરવા માટેની તક મળે છે. શિક્ષણ વિભાગમાં ધોરણ 6 થી 8 માં 1141 જગ્યા ઉપર ટૂંક સમયમાં વ્યાયામ શિક્ષકોની ભરતી અન્વયે પ્રક્રિયા કરવામાં આવશે. અને આવનારા નવા સત્રમાં ની ભરતી કરી દેવામાં આવશે.
બીજી તરફ ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSEB દ્વારા પણ ક્લાસ 3 ગ્રુપ a અને b માટે મોટી ભરતી પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવશે. જેમાં ગ્રેજ્યુએટ અને ધોરણ 12 પાસ ના ઉમેદવારો જોડાઈ શકશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવનારા પાંચ થી છ માસમાં તલાટી- કમ મંત્રીની 1300 જેટલી ખાલી જગ્યાઓ ભરવા માટે ની જાહેરાત આવનાર છે. GPSSB દ્વારા ગ્રામસેવક અને પશુધન નિરીક્ષક પોસ્ટ માટે પણ અરજીઓ મંગાવવામાં આવશે.
જન ગણના 2026 સ્વ-ગણતરી (Self Enumeration) કરવાની પ્રક્રિયા
ગૌણ સેવા બોર્ડ દ્વારા અગાઉ લેવાયેલી CCE ની પરીક્ષાઓ બાદ બાકી રહેલા વિવિધ વિભાગોના સ્ટાફ માટે જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક ની જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે. જેથી આ ભરતીમાં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક સહિત અન્ય સંબંધિત જગ્યાઓ ભરવા માટે વિભાગને દરખાસ્ત મોકલી આપેલ છે.
GPSC CLASS 1_2 અને નાયબ મામલતદાર 2026
ગુજરાતમાં એસટી વિભાગમાં મોટી સંખ્યામાં ભરતી અને એકાઉન્ટન્ટની ભરતી
ગુજરાતમાં રાજ્ય પરિવહન નિગમ માં ભરતી એ રાહ જોઈ રહેલા અરજદારો ને આવનારા સમયમાં કંડકટર, ડ્રાઇવર અને હેલ્પર ની જાહેરાત અંગેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. રાજ્યમાં વધતી બસ સેવાઓ અને સ્ટાફની અછતને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં કંડકટર ભરતી માટે નવી જાહેરાત બહાર પાડવામાં આવી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. GSRTCમાં કંડકટર પોસ્ટ યુવાનોમાં સૌથી વધુ લોકપ્રિય સરકારી નોકરીઓમાંની એક માનવામાં આવે છે કારણ કે આ ભરતીમાં દર વર્ષે હજારો ઉમેદવારો અરજી કરતા હોય છે. રાજ્યના વિવિધ ડેપોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે નિગમ દ્વારા ભરતી પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી હોવાનું માનવામાં આવે છે.વધુમાં મળતી માહિતી પ્રમાણે સરકાર દ્વારા કંડકટર ની 4485 જગ્યા અને ડ્રાઇવર માટે 2263 અને હેલ્પર ની 2263 જગ્યાઓની ભરતી નિગમ વિભાગ દ્વારા પાડવાની શક્યતાઓ છે.એકાઉન્ટન્ટ અને સબ એકાઉન્ટન્ટની પોસ્ટ સરકારી વિભાગોમાં નાણાકીય વ્યવહાર, હિસાબી કામગીરી, બજેટ સંચાલન અને ઓફિસના આર્થિક રેકોર્ડ જાળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જેના કારણે કોમર્સ ક્ષેત્રમાં અભ્યાસ પૂર્ણ કરેલા હજારો ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે એકાઉન્ટન્ટ અને સબ-એકાઉન્ટ ની તૈયાર તૈયારી કરતા યુવાનો માટે પણ સારા સમાચાર છે કે તેમના માટે પણ નવી અલગથી 300 જેવી પોસ્ટ ઉભી કરવામાં આવશે.અને ભરતી પ્રક્રિયા માટે અરજી મંગાવવામાં આવશે. આ ભરતી નું મજબૂત પાસું એ છે કે સરકાર આટલી મોટી સંખ્યામાં પહેલી વખત આ વિભાગમાં ભરતી કરવા જઈ રહી છે.
પોલીસ ભરતી બોર્ડ પરીક્ષા અને ભરતી 2026
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પણ દર વર્ષની જેમાં વર્ષે પણ પીએસઆઇ અને હેડ કોન્સ્ટેબલ ની ભરતી અંગેની વિગત રજૂ કરવામાં આવી છે. એ મુજબ ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે નવા કેલેન્ડર વર્ષમાં પીએસઆઇ અને કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે છે.ખાસ કરીને યુવાનોમાં PSI અને પોલીસ કોન્સ્ટેબલ ભરતીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે દર વર્ષે લાખો ઉમેદવારો પોલીસ ભરતી માટે તૈયારી કરતા હોય છે. પોલીસ ભરતીમાં લેખિત પરીક્ષા, ફિઝિકલ ટેસ્ટ, દોડ, મેડિકલ ચકાસણી અને દસ્તાવેજ ચકાસણી જેવી પ્રક્રિયાઓનો સમાવેશ થવાની શક્યતા છે. ઉમેદવારો હાલથી જ દોડ, શારીરિક તૈયારી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી જોઈએ.દિવસોમાં સત્તાવાર જાહેરનામું બહાર પડી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.પોલીસ ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર સતત નજર રાખી રહ્યા છે.
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે ભરતી બહાર પડે અને ત્યારબાદ તૈયારી શરૂ કરવા કરતા અત્યારથી જ તેમને આ પરીક્ષાઓ માટેની તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ. જેથી આવનારા દિવસોમાં તેઓ આ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સંપૂર્ણ તૈયારી સાથે જોડાઈ શકે અને સરકારી નોકરી પ્રાપ્ત કરી શકે. જેથી ઉમેદવારોએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવી જોઈએ. ઉપરોક્ત આપવામાં આવેલ માહિતી અને જગ્યાઓ તથા તારીખોમાં સત્તાવાર જાહેરાત અન્વયે ફેરફાર થઈ શકે છે જે બાબતની નોંધ લેવી.સરકારી ભરતીમાં સ્પર્ધા દિવસે દિવસે વધી રહી હોવાથી ઉમેદવારોએ હાલથી જ પોતાની તૈયારી મજબૂત બનાવવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. ગુજરાતી વ્યાકરણ, કરંટ અફેર્સ, ગણિત, રીઝનિંગ અને કમ્પ્યુટર વિષય પર વધુ ધ્યાન આપવાથી સફળતા મેળવવાની શક્યતા વધી શકે છે. સરકાર દ્વારા ભરતી પ્રક્રિયાઓમાં ઝડપ લાવવામાં આવી રહી હોવાના કારણે આગામી મહિનાઓમાં વધુ નવી ભરતીની જાહેરાત બહાર પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

0 Comments