Gujarat CRC BRC ભરતી 2026: Samagra Shiksha CRC/BRC/URC Coordinator Recruitment Details

Gujarat CRC/brc/urc requirement2026

સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા Crc/Brc/Urc co-ordinator ની સીધી ભરતી અન્વયે ઓનલાઇન અરજી પત્રક ભરવા માટે ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઓનલાઈન અરજી પત્રક ની તારીખ 15/05/2026 થી છેલ્લી તારીખ 25/05/2026 સુધી ભરવાની રહેશે.


સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ CRC, BRC અને URC કો-ઓર્ડિનેટર ભરતી 2026: શિક્ષકો માટે નવી તક, 15 મેથી ઓનલાઈન અરજી શરૂ



ગુજરાતના શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા શિક્ષકો માટે ફરી એકવાર મહત્વપૂર્ણ તક આવી રહી છે. સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ CRC કો-ઓર્ડિનેટર, BRC કો-ઓર્ડિનેટર અને URC કો-ઓર્ડિનેટર જેવી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ થવાની માહિતી સામે આવી છે. લાંબા સમયથી આવી ભરતીની રાહ જોઈ રહેલા શિક્ષકો માટે આ એક સારો અવસર બની શકે છે.

ખાસ વાત એ છે કે આ ભરતીમાં શિક્ષણ ક્ષેત્રનો અનુભવ ધરાવતા શિક્ષકોને પ્રાથમિકતા મળવાની છે. શિક્ષકો માટે શાળા સ્તરથી લઈને ક્લસ્ટર અને બ્લોક સ્તરે કામગીરી કરવાનો મોકો મળશે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 15 મે 2026થી શરૂ થવાની હોવાથી ઉમેદવારોએ અત્યારથી જ જરૂરી દસ્તાવેજો અને માહિતી તૈયાર રાખવી જરૂરી છે.

વધુ વાંચો: Gujarat વ્યાયામ શિક્ષક ભરતી 2026 અંગે સંપૂર્ણ માહિતી, લાયકાત અને ભરતી પ્રક્રિયા જાણો.




CRC BRC ભરતી 2026 માટેની પાત્રતા 


આ ભરતી પ્રક્રિયામાં અરજી કરવા માટે જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિ મહાનગર પાલિકા હસ્તકની સરકારી પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક શાળા માં વિદ્યાસહાયક શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેવા સંબંધિત તાલુકા ઝોનના પ્રાથમિક શિક્ષક આ જાહેરાત અન્વયે ઓનલાઈન અરજી કરવા માટેની પાત્રતા ધરાવે છે. બી આર સી/ યુ આર સી કોઓર્ડીનેટર માટે પાંચ વર્ષ તથા સીઆરસી કોઓર્ડીનેટર માટે ત્રણ વર્ષનો સરકારી શાળાનો શિક્ષક તરીકેનો પ્રત્યક્ષ રીતે વર્ગખંડમાં લાગુ પડતા ધોરણમાં શિક્ષક તરીકેનો કાર્ય અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે. અરજી કરવાની અંતિમ તારીખે નિયત અનુભવ ગણવામાં આવશે. આ ઉપરાંત ઉમેદવારોએ વિષય વસ્તુ આધારિત લેખિત પરીક્ષા પાસ કરવાની રહેશે. જેને આધારે મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.



આ પણ વાંચો: જિલ્લા ફેર બદલી કેમ્પ 2026નું નવું શિડ્યુલ જાહેર, શિક્ષકો માટે મહત્વપૂર્ણ અપડેટ.


અગાઉ પ્રતિનિયુક્તિથી પરત ગયેલ બીઆરસી યુઆરસી અને સીઆરસી કો-ઓર્ડીનેટર માટે એક વર્ષ થયા બાદ જ ફરી અરજી કરી શકશે. આ જાહેરાત ના સંદર્ભમાં અરજીઓ માત્ર ઓનલાઈન સ્વીકારવામાં આવશે .



Gujarat CRC BRC ભરતી 2026: CRC/BRC/URC Coordinator Online Form For Teachers

ઉમેદવારે ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેમાં ઉમેદવારનું પોતાનું નામ માતાનું નામ જન્મતારીખ ,મોબાઈલ નંબર, પાસવર્ડ ઉમેદવાર નો ફોટો અને સહીનો નમુનો 200 kb થી વધીને તે રીતે સ્કેન કરી અપલોડ કરવાનો રહેશે. રજીસ્ટ્રેશન ફોર્મ માં આપેલ ઇમેલ એડ્રેસ પર એકાઉન્ટ કરવા અંગેની ઇમેલ આવશે જેમાં એક્ટિવેટ પર ક્લિક કરવાથી આપણું રજીસ્ટર કરેલ એકાઉન્ટ થશે તે જગ્યાએ ક્લિક કરી અરજી કરવાની રહેશે. 

  • એપ્લિકેશન સેવ કર્યા બાજુ અરજીમાં કોઈ ભૂલ જણાય તો એડિટ બટન ઉપર ક્લિક કરીને જેમાં સુધારો કરી શકાશે. 
  • કન્ફર્મ બટન પર ક્લિક કરીને અરજી સબમીટ કરવાની રહેશે. 
  • Submit કર્યા પછી અરજી પત્રક ને પ્રિન્ટ મેળવી લેવાની રહેશે.

Gujarat CRC BRC ભરતી 2026: CRC/BRC/URC Coordinator Selection process 


  • ઉમેદવારી બીઆરસી યુ આર સી અને તથા crc કો-ઓર્ડીનેટર ની જગ્યા માટે અલગથી અરજી કરવાની રહેશે. 
  • અરજદારે ઓનલાઇન અરજીમાં દર્શાવેલ હાલની નોકરીઓના તાલુકામાં તેઓ નોકરી કરે છે તેમ માનીને તેમની અરજી કરવામાં આવે છે. 
  •  ઉમેદવારે પ્રમાણપત્ર ચકાસણી રૂબરૂ સ્થળ પસંદગી સમયે ઓનલાઇન કરેલી અરજી પત્રકની પ્રિન્ટ સાથે મૂળ પ્રમાણપત્રો અને તેની પ્રમાણિત નક્કર સાથે હાજર રહેવાનું રહેશે. 


  • પસંદગી સમિતિના સભ્ય સમક્ષ કરતાં ક્રમના ઉમેદવારોને તેમની પસંદગીની જગ્યા માટે તક આપીને તેમની સંમતિ મેળવીને હુકમ આપવામાં આવશે.




શૈક્ષણિક ગુણાંકન અને મેરીટ તૈયાર કરવાની રીત અને અનુભવ


આ ભરતી પ્રક્રિયામાં શૈક્ષણિક લાયકાત અને અનુભવના કુલ 50 ગુણ લેખિત પરીક્ષાના 100 ગુણ = 150 ગુણ આધારે તાલુકા વાર કામચલાઉ પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે ત્યારબાદ અસલ પ્રમાણપત્રોને આધારે જરૂરી ખરાઇ કરીને આખરી પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. ઉમેદવારે અરજી કરવાની છેલ્લી તારીખ 25/ 5 /2026 રહેશે. અરજી કરવા માટે જાહેરાત અન્વયે ઓનલાઇન અરજી કરવા માટેની શરૂઆતની તારીખે મહત્તમ ઉંમર 50 વર્ષની રહેશે.



મેરીટ યાદી તૈયાર કરતી વખતે ઉમેદવારના ધોરણ 10 માં મેળવેલ ગુણ, ધોરણ 12 માં મેળવેલ ગુણ, પીટીસી ના મેળવેલ ગુણ, બી.એડ મેળવેલ ગુણ, સ્નાતક મેળવેલ ગુણ, અનુસ્નાતક મેળવેલ ગુણ આ તમામના 5 ટકા ગુણ મળવા પાત્ર રહેશે આ ઉપરાંત જો કોઈ ઉમેદવારે એમ ફીલ કરેલ હોય તો તેના અલગથી 3 ટકા અને પીએચડી ડિગ્રીના 2 ટકા ગુણ મેરીટ માં ગણવાના રહેશે. રાજ્યકક્ષાએથી 100 ગુણની વિષયવસ્તુ આધારિત લેખિત પરીક્ષા પાસ કરવાની રહેશે.


Faq

CRC/BRC ભરતીમાં કોણ અરજી કરી શકે?

સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં ફરજ બજાવતા અને જરૂરી લાયકાત ધરાવતા શિક્ષકો અરજી કરી શકે તેવી સંભાવના છે


CRC, BRC અને URCમાં શું ફરક છે?

CRC ક્લસ્ટર લેવલ પર, BRC બ્લોક લેવલ પર અને URC શહેરી વિસ્તારની શાળાઓ માટે શૈક્ષણિક માર્ગદર્શનનું કાર્ય કરે છે.


ઓનલાઈન અરજી કઈ તારીખથી શરૂ થશે?

માહિતી મુજબ ઓનલાઈન અરજી પ્રક્રિયા 15 મે 2026થી શરૂ થઈ શકે છે.


અરજી માટે કયા દસ્તાવેજો જરૂરી રહેશે?

આધાર કાર્ડ, ફોટો, સહી, અનુભવ પ્રમાણપત્ર અને શૈક્ષણિક પ્રમાણપત્રોની જરૂર પડી શકે છે.


CRC/BRC ભરતી માટે HTAT અથવા TAT જરૂરી રહેશે?

ના ,Htat મુખ્ય શિક્ષક તેમાં અરજી કરી શકશે નહિ.


અરજી પ્રક્રિયા ઓનલાઈન રહેશે?

હા, અરજી પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવે  છે.


પસંદગી કેવી રીતે કરવામાં આવશે?

પસંદગી મેરીટ, અનુભવ, ઇન્ટરવ્યૂ અથવા સરકારના નિયમો મુજબ થાય છે.


CRC/BRC કો-ઓર્ડિનેટરનું મુખ્ય કામ શું હોય છે?

શાળાઓનું મોનિટરિંગ, શિક્ષકોને માર્ગદર્શન અને શૈક્ષણિક આયોજનમાં સહાય કરવાનું મુખ્ય કાર્ય હોય છે.


અરજી કર્યા પછી ફોર્મમાં સુધારો કરી શકાશે?

અરજી ફોર્મ માં save કર્યા બાદ સુધારો થઈ શકે ફાઇનલ submit બાદ સુધારો થઇ શકતો નથી.


શું ગ્રામ્ય વિસ્તારના શિક્ષકો માટે પણ તક રહેશે?

હા, ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારના શિક્ષકો માટે ભરતી મહત્વપૂર્ણ બની શકે છે.


ઓનલાઈન અરજી દરમિયાન કઈ ભૂલો ટાળવી?

ખોટી માહિતી, અસ્પષ્ટ ફોટો અને અધૂરા દસ્તાવેજો અપલોડ કરવાની ભૂલો ટાળવી.


CRC/BRC ભરતીમાં પગાર કેટલો મળી શકે?

પગાર સંબંધિત માહિતી સત્તાવાર જાહેરાત બાદ સ્પષ્ટ થશે


શું પસંદગી પછી ટ્રાન્સફર થઈ શકે?

પોસ્ટિંગ અને સ્થળ સંબંધિત નિયમો ભરતીની સૂચના મુજબ રહેશે.


શું આ ભરતી શિક્ષકો માટે સારી તક માનવામાં આવે છે?


હા, ઘણા શિક્ષકો માટે આ શૈક્ષણિક નેતૃત્વ અને નવી જવાબદારી મેળવવાની સારી તક માનવામાં આવે છે.


ભરતીની સાચી માહિતી ક્યાંથી મેળવવી?

માત્ર સત્તાવાર વેબસાઇટ અને અધિકૃત સૂચનાઓ પર જ વિશ્વાસ કરવો.


Important link 

Officially website: click here





Post a Comment

0 Comments