Aadharcad updates New rules change 2026: જો તમે પણ તમારું આધાર કાર્ડ નવુ મેળવવાનું વિચારી રહ્યા હોય અથવા તો તેમાં ની વિગતો અપડેટ કરવામાં માંગતા હોય તો તેને લગતી એક મહત્વની અપડેટ સામે આવી છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે ભારતીય વિશિષ્ટ ઓળખ સતામંડળ દ્વારા આધાર કાર્ડ રજીસ્ટ્રેશન અને અપડેટ સંબંધિત તમામ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ પ્રક્રિયા વધુ સરળ બની ગઈ છે. આધાર માં નામ, ઉંમર, જન્મ તારીખ તેમજ સરનામાની વિગતો અપડેટ કરાવવા માટે જરૂરી દસ્તાવેજો ની જરૂર પડશે જ વધુમાં UIDAI પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળક માટે વાદળી આધારકાર્ડ બનાવવા ના નિયમમાં બે મહત્વપૂર્ણ ફેરફાર કરે છે જે મુજબ એક દસ્તાવેજો થી સંબંધિત છે અને બીજો બાયોમેટ્રિક પ્રમાણિકરણ સંબંધિત છે તમારે આ નિયમોથી માહિતગાર હોવું આવશ્યક છે આધાર કેન્દ્ર ઉપર જતા પહેલા આ માહિતી કાળજીપૂર્વક અભ્યાસ કરવી જરૂરી છે.
આધાર કાર્ડ માં નામ અપડેટ કરાવવા માટે આ દસ્તાવેજો માન્ય
હવેથી, નાગરિકોના આધાર કાર્ડ અપડેટ કરવાનું પહેલા કરતા વધારે સરળ બન્યું છે. નવા UIDAI નિયમો અનુસાર, પાસપોર્ટ ને સૌથી વધુ મજબૂત દસ્તાવેજ માનવામાં આવે છે કારણ કે તેમાં નાગરિકોનો ફોટો સરનામું જન્મ તારીખ અને પૂરું નામ દર્શાવેલ હોય છે. વધુમાં, PAN CARD તેમજ ચૂંટણી કાર્ડ નો ઉપયોગ ઓળખના પુરાવા તરીકે પણ થાય છે. સરકાર હરી વિભાગ દ્વારા પ્રમાણિત કરાવેલ ડ્રાઇવિંગ લાઇસન્સ અને આઇડી કાર્ડ પણ માન્ય ગણાય છે. નામમાં ફેરફાર કરવાની સ્થિતિમાં યુઆઇડીએ દ્વારા લગ્ન પ્રમાણપત્રને પણ માન્ય પુરાવા તરીકે સ્વીકારેલ છે. લગ્ન બાદ પોતાના નામ માં ફેરફાર થતા મહિલાઓ માટે આ પુરાવો રાહત સમાન છે.
સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા Crc/Brc/Urc co-ordinator ની સીધી ભરતી
જન્મ તારીખ અપડેટ કરવા માટે જરૂરી દસ્તાવેજો
આધારમાં જન્મ તારીખ અપડેટ કરાવવા માટે જન્મનું પ્રમાણપત્ર એ સૌથી વધુ અગત્યનો દસ્તાવેજ માનવામાં આવે છે. ઉપરાંત , પાસપોર્ટ, દસમા કે બારમા ધોરણની માર્કશીટ ને પણ સરળતાથી ઉપયોગ કરી શકાય છે. પાનકાર્ડ તેમજ અન્ય કોઈપણ સરકારી ઓળખનો દસ્તાવેજ જેમાં જન્મ તારીખ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવેલ હોય તેને જન્મ તારીખના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવે છે. સૌથી અગત્યની બાબત એ છે કે જન્મ તારીખ જીવનમાં માત્ર એક જ વખત બદલાવી શકાય છે તેથી આધારમાં માહિતી અપડેટ કરતી વખતે ખૂબ જ કાળજી લેવી જોઈએ.
Gujarat vyayam shikshak Bharti 2026/27: લાંબા સમયથી રાહ જોતા ઉમેદવારો માટે મોટી તક
નાગરિકો ના સરનામા ફેરફાર કરવા માટે ના ડોક્યુમેન્ટ
આધારકાર્ડમાં સરનામા અપડેટ કરવા માટે બેન્કની પાસબુક, પાસપોર્ટ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત લાઈટ બિલ ,ગૅસ બિલ ,પાણી બિલ, તાજેતરમાં બેંક સ્ટેટમેન્ટ નો ઉપયોગ કરવામાં આવે છે. જોકે આ બધા બિલ ત્રણ માસ કરતા જૂના હોવા જોઈએ નહીં. જો ભાડાના મકાનમાં રહેતા હોય તો ભાડા કરાર મનને ગણવામાં આવે છે. આ ઉપરાંત રેશનકાર્ડ, મતદાર ઓળખકાર્ડ, ઘરના કરની નકલ, મિલકત વેરા ની નકલ સરનામાના પુરાવા તરીકે માન્ય છે. આ નિયમ એવા લોકો માટે લાભદાયક છે કે જેમની પાસે જમીન મિલકત અથવા તો અન્ય કોઈ સંપત્તિ નથી.
માતા-પિતાના બાયોમેટ્રિક્સ ફરજિયાત બાળકોના આધાર કાર્ડ માટે
5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આધાર કાર્ડ મેળવવા માટે માતા-પિતા પર આધાર રાખે છે. તે માટે બાળકના માતા પિતા પાસે માન્ય આધારકાર્ડ હોવું જરૂરી છે. સરળ ભાષામાં વાત કરીએ તો, બાળકોના આધારકાર્ડ માતા પિતાના આધારકાર્ડ વગર જારી કરી શકતા નથી. એ માટે બાળકનો જન્મ તારીખનો પુરાવો અને માતા પિતાના સાથેના સંબંધનો પુરાવો રજૂ કરવો પડે છે. નાના બાળકોના બાયોમેટ્રિક અને સ્કેનમાં ઘણી વખત મુશ્કેલી પડતી હોય છે જેથી બાયોમેટ્રિક પ્રમાણીકરણ માતા-પિતા ગમે તે એકમાંથી ફિંગર પ્રિન્ટ સ્કેન કરીને આપવામાં આવે છે.
UIDAI એ સ્પષ્ટ કર્યું છે કે આધાર બનાવતા પહેલા અથવા અપડેટ કરતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સૌ પ્રથમ, તમારે UIDAI ની નવી દસ્તાવેજ યાદી તપાસવી જોઈએ કારણ કે જૂના નિયમો અનુસાર તૈયારી કરવાથી તમારા કામમાં સંપૂર્ણપણે અવરોધ આવી શકે છે. આધાર કેન્દ્રમાં જતી વખતે, તમારે હંમેશા મૂળ દસ્તાવેજો તમારી સાથે લેવા જોઈએ અને મોબાઇલ નંબર યોગ્ય રીતે દાખલ કરવો જોઈએ. કારણ કે OTP ચકાસણી ફક્ત આના પર જ કરવામાં આવશે. આધાર ફોર્મમાં તમામ પ્રકારની માહિતી ભરવાની રહેશે અને કોઈપણ ભૂલ ટાળવી પડશે. સૌથી અગત્યનું, તમારે ફક્ત UIDAI ના સત્તાવાર કેન્દ્ર પર જ જવું જોઈએ અને જો તમે કોઈપણ નકલી એજન્ટ પાસે જાઓ છો તો છેતરપિંડીનો સંપૂર્ણ ભય રહે છે.

0 Comments