ધોરણ 1 થી 8 માં પાસ-નાપાસના બદલે હવે આવશે Holistic Progress Card (HPC), ગુજરાતમાં NEP 2026 હેઠળ મોટા ફેરફારો:ગુજરાતમાં NEP ના ભાગરૂપે આગામી સમયમાં તબક્કા વાર નવી શિક્ષણ પદ્ધતિ કરવામાં આવશે. ધોરણ 1 થી 8 માં પાસ નાપાસ ના બદલે સર્વાંગી મૂલ્યાંકનનું એચપીસી કાર્ડ તૈયાર કરાશેરાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા તૈયાર કરવામાં આવેલ રાજ્યકરીક્યુલમ ફ્રેમ વર્ક 2026 ને ટૂંક સમયમાં સરકાર દ્વારા સત્તાવાર જાહેર કરવામાં આવશે. હવેથી, નવી પદ્ધતિ મુજબ ધોરણ 1 થી 8 ની મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવશે. જે મુજબ હવે પાસ- નપાસના એક જ પેજના પરિણામને બદલે સર્વાંગી મૂલ્યાંકનનું 15 થી 20 પેજનું હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ HPC તૈયાર કરવામાં આવશે એ સિવાય ધોરણ 6થી વ્યવસાયલક્ષી શિક્ષણ અને ધોરણ 9 થી 12 માં વિષય પસંદગીની તક આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે આ નવા નિયમનો અમલ શૈક્ષણિક વર્ષ 2026 થી ધોરણ 1 થી 3 અને ધોરણ 6 માં નવા પાઠ્યપુસ્તકો આવશે જેના માટે શિક્ષકોને અલગથી તાલીમ પણ આપીને તૈયાર કરવામાં આવશે.
રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 ના અમલીકરણ ના ભાગરૂપે NCERT દ્વારા નેશનલ કરીક્યુલમ ફ્રેમ 2023 તૈયાર કરવામાં આવેલ હતું પરંતુ મોટા ભાગે અત્યાર સુધી Ncert દ્વારા તૈયાર કરાયેલી ગાઈડ લાઈન નો ગુજરાતના શિક્ષણ વિભાગમાં સીધે સીધો અમલ કરાતો હતો. પરંતુ નેશનલ કરીક્યુલમ ફ્રેમ બાદ સ્ટેટ કરીક્યુલમ ફ્રેમ તૈયાર કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા GCERT ટી ને આદેશ આપી દેવામાં આવેલ છે. જેના ભાગરૂપે ગુજરાત શિક્ષણ એક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા 2024 માં જુદી જુદી ત્રણ કમિટી બનાવવામાં આવી હતી આ કમિટી દ્વારા હાલમાં ફ્રેમવર્ક તૈયાર કરી દેવામાં આવ્યું છે. જે હવે નવા શૈક્ષણિક વર્ષ 2026/ 27 થી તબક્કા પર અમલીકરણ કરવામાં આવશે .
વર્ષ 2026/27 થી નવા બદલાતા પાઠ્યપુસ્તકોના આધારે શિક્ષકોને તાલીમ આપવામાં આવશે
આ નવા માળખા મુજબ આગામી સમયમાં પાઠ્યપુસ્તકો, શૈક્ષણિક સામગ્રી, ભણવા- ભણાવવાની પદ્ધતિ અને મૂલ્યાંકન પ્રણાલીમાં ધરખમ અને કાયમી ફેરફારો કરવામાં આવશે. માધ્યમિક તબક્કાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં વિષય પસંદગીનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે અને બહુવિષયક શિક્ષણને પ્રોત્સાહન અપાયું છે વિદ્યાર્થીઓ ચોક્કસ પ્રવાહ એટલે કે સાયન્સ, કોમર્સ કે આર્ટસનું પરંપરાગત દબાણ નહીં રહે પરંતુ તેમાં લવચિક અંતર્ગત વિદ્યાર્થીઓને વિવિધ વિષયો જૂથોમાંથી પોતાની પસંદગીના વિષયો પસંદ કરવાની છૂટ મળશે આ ઉપરાંત, ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓને પણ ગોખણપટ્ટીથી દૂર કરીને વધુ સરળતા અને ક્ષમતા આધારિત બનાવવામાં આવશે.
નવા માળખામાં કેવા પ્રકારનું શિક્ષણ આપવામાં આવશે
નેશનલ કરીક્યુલમ ફ્રેમ મુજબ નર્સરી થી ધોરણ 2 આ તબક્કામાં સંપૂર્ણ શિક્ષણ રમત ગમત આધારિત, પ્રવૃત્તિ આધારિત અને પ્રયોગો આધારિત શિક્ષણ પર કેન્દ્રિત રહેશે. જ્યારે ધોરણ 3 થી 5માં ભાષા, ગણિત અને પર્યાવરણ શિક્ષણની શરૂઆત થશે .અહીં પણ રમતો, શોધખોળ અને પ્રવૃત્તિઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. ધોરણ 6 થી 8 માં ભાષા, વિજ્ઞાન ,ગણિત ,સામાજિક વિજ્ઞાન અને કલાની સાથે સૌથી મહત્વપૂર્ણ એવા વ્યવસાયલક્ષી શિક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો છે. ધોરણ 9 થી 12 માં વિદ્યાર્થીઓની શિક્ષણમાં વધુ લવચીકતા અને વિષયોમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની તક મળશે .ધોરણ 9 થી 12 માં વિષયની અદભુત લવચીકતા અને બોર્ડની પરીક્ષાનું કરવાનો પ્રયાસ આ નવા માળખામાં જોવા મળશે.
સર્વાંગી મૂલ્યાંકનમાં મૂલ્યાંકન પદ્ધતિ કેવી રીતે કરવામાં આવશે
મૂલ્યાંકન પદ્ધતિમાં સૂચવવામાં આવેલા ફેરફારો એ માત્ર લેખિત પરીક્ષાઓ પોતાના મર્યાદિત રહેવાને બદલે પ્રશ્નોત્તરી, પ્રસ્તુતિ અને સમુહ ચર્ચાઓ જેવી લેખિત મૌખિક પદ્ધતિઓ અપનાવાશે આ ઉપરાંત વ્યવહારોને પ્રાયોગિક મૂલ્યાંકન માટે રમત, પ્રયોગો પ્રોજેક્ટમાં શિક્ષકો દ્વારા સતત અવલોકન અને પ્રવૃત્તિઓનો ઉપયોગ કરાશે. પાયાના પ્રારંભિક અને મીડલ તબક્કાના બાળકો માટે એક વિશેષ હોલિસ્ટિક કાર્ડ(HPC) લાવવામાં આવશે .આ એક 360 ડીગ્રી મૂલ્યાંકન પત્ર રહેશે જેમાં માત્ર શિક્ષક જ નહીં પરંતુ વિદ્યાર્થી દ્વાર સ્વ -મૂલ્યાંકન તેમજ સહધ્યાયમિત્રો, વાલીઓ અને શિક્ષકો એવા તમામના મૂલ્યાંકનનો સમાવેશ થશે. આ કાર્ડ બાળકના સર્વાંગી વિકાસ એટલે કે તેના શારીરિક, ભાવનાત્મક અને જ્ઞાનાત્મક પાસાઓનું સાચું પ્રતિબિંબ આપશે. આ નવી શિક્ષણ વ્યવસ્થાથી બાળકના વિશ્લેષણાત્મક, ચિંતન અને સમસ્યા ઉકેલ જેવા ઉચ્ચ કક્ષાના બોધાત્મક કૌશલ્યને માપી શકાશે એવું શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.

0 Comments