RTE Admission 2026 Gujarat: હવે સવાર કે બપોરની પાળી પસંદ કરવાનો વિકલ્પ | મોટો ફેરફાર

 


RTE 2026 નવી પાળી પસંદગી option


RTE પ્રવેશ 2026: હવે વાલીઓ પસંદ કરી શકશે સવાર કે બપોરની પાળી

મારા બાળકને સારી શાળામાં ભણાવવું છે— દરેક વાલીનું આ એક સામાન્ય સપનું છે. પરંતુ જ્યારે પસંદગી કરવાનો અધિકાર જ ન હોય ત્યારે આ સપનું ઘણી વખત અધૂરું રહી જાય છે… અત્યાર સુધી RTE પ્રવેશ પ્રક્રિયામાં આવું જ થતું હતું. હવે આ પરિસ્થિતિ બદલાઈ રહી છે. ઘણા વાલીઓ માટે અત્યાર સુધી શાળાની પસંદગી કરવા પોતાના બાળક માટે સમયની પસંદગી કરવી શક્ય ન હતી. વાલી એ પોતાના નાના બાળકને માત્ર   બપોરની પાળીમાં જ જવું પડે. અત્યાર સુધી ઘણા વાલીઓ માટે આ હકીકત હતી. હવે આ પરિસ્થિતિ આખરે બદલાઈ ગઈ છે.”


RTE પ્રવેશમાં પહેલાં શું સમસ્યા હતી?

RTE હેઠળ બાળકને પ્રવેશ મળ્યા બાદ વિદ્યાર્થીને બપોરની પાળી માં જ પ્રવેશ આપવામાં આવતો હતો. સવારની પાળી માં બેઠકો થી ફી ભરના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવતી હતી. નાના બાળકો માટે આ સમય અનુકૂળ ન હતો. ઘણીવાર વાલીઓ વર્કિંગ પેરેન્ટ્સ માટે શિડ્યુલ મેનેજ કરવું ઘણું મુશ્કેલ પડતું હતું. નાના બાળકોમાં ગરમી અને થાક નો અહેસાસ વધારે પડતા તો જોવાતો. જેના કારણે પ્રવેશ મળ્યા બાદ પણ વાલીઓમાં અસંતોષની ભાવના રહેતી.



હવે શું મોટો ફેરફાર આવ્યો છે? શું છે નવા નિયમ મા ફેરફાર

મુખ્યમંત્રી જન સંવાદ પોર્ટલ ઉપર ઘણા સમયથી આ બાબતની રજૂઆત કરવામાં આવી રહી હતી. જેથી શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા આ વર્ષે પોર્ટલ ઉપર વાલીઓ શાળાનો સમયની પસંદગી કરી શકે તે માટેનું option રાખવામાં આવેલ છે. રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીને મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં પ્રવેશ મળે છે પરંતુ આ બાળકોને શાળા મોટેભાગે બપોરની પાળી માં દાખલ કરવાની ફરિયાદો ઘણા સમયથી જોવા મળતી હતી. તેથી હવે પછી RTE ની વેબસાઈટમાં ટેકનિકલ ફેરફાર કરીને આ સમસ્યા દૂર કરવામાં આવી છે.

RTE પ્રવેશ 2026 માં હવે એક મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે:હવે વાલીઓ પોતે “પાળી” (Shift) પસંદ કરી શકશે.

🔹 નવા નિયમ મુજબ:RTE Shift Choice Rule

સવાર (Morning Shift) અથવા બપોર (Afternoon Shift) — બંનેમાંથી પસંદગી શક્ય.admission allotment હવે preference આધારિત રહેશે.વાલીઓને વધુ control મળશે.system વધુ flexible અને user-friendly બનશે.


આ બદલાવ વાલીઓ માટે કેમ મહત્વનો છે?

વાલી ને વિદ્યાર્થીઓની શાળાની પાળી પસંદગી કરવાની તક મળતા ખુશાલી નો માહોલ જોવા મળી રહ્યો છે. આ રીતે એડમિશન મેળવતા બાળકોના વાલીઓમાં સંતોષની ભાવના જોવા મળે છે તેમજ નોકરી અને વ્યવસાયમાં જોડાયેલા વાલીઓ પોતાના બાળકો માટે ટાઈમ નો મેનેજમેન્ટ પણ સારી રીતે કરી શકશે. સવારની પાળી માં બાળકો વધુ એનર્જી રહે છે અને તેની કાર્ય કરવાની ક્ષમતા પણ વધુ હોય છે. બાળકની શિક્ષણ અને ગુણવત્તામાં પણ સુધારો થાય છે. 


RTE ONLINE ADMISSION PROCESS 2025/26 વખતે ધ્યાનમાં રાખવાની બાબતો:

તમારા બાળકનું ફોર્મ ભરો ત્યારે 

  • Shift Selection” option ધ્યાનથી પસંદ કરો
  • તમારા બાળક માટે best timing પસંદ કરો
  • જો option મળે તો priority set કરો
  • school + shift બંનેનું smart selection કરો


  • જરૂરી દસ્તાવેજો (Checklist)

  1. ✔ જન્મનો દાખલો
  2. ✔ આવકનો દાખલો
  3. ✔ રહેઠાણ પુરાવો
  4. ✔ આધાર કાર્ડ
  5. ✔ passport size ફોટો




RTE પ્રવેશ 2026 માં “પાળી પસંદ કરવાની તક” વાલીઓ માટે એક બહુ મોટો અને જરૂરી સુધારો છે. હવે વાલીઓ માત્ર શાળા જ નહીં પરંતુ સમય પણ પસંદ કરી શકાય છે — જે બાળકના ભવિષ્ય, આરોગ્ય અને ભણતર પર સીધી અસર કરે છે.


વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

Q1: પહેલાં RTE માં કઈ પાળી મળતી હતી?

👉 મોટાભાગે બપોરની પાળી

Q2: હવે શું નવી સુવિધા મળી છે?

👉 વાલીઓ હવે સવાર કે બપોર – બંનેમાંથી પસંદ કરી શકે છે


Q5: શું આ નિયમ તમામ માટે લાગુ છે?

👉 હા, RTE હેઠળ અરજી કરનાર તમામ વાલીના બાળકો માટે










Post a Comment

0 Comments