KVS Admission 2026-27: શું તમે તમારા બાળક માટે આ સુવર્ણ તક ચૂકી જશો? (તારીખો, ઉંમર, અરજી પ્રક્રિયા)





KVS Admission 2026-27 Gujarat: સંપૂર્ણ માહિતી – તારીખો, પાત્રતા, લોટરી સિસ્ટમ અને અરજી પ્રક્રિયા

 શું તમે પણ તમારા બાળક માટે એક સારી સસ્તી અને ગુણવત્તા યુક્ત શાળા સુધી રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર આવી ગયા છે દર વર્ષે હજાર વાલીઓને તેમના બાળકોને સારી શિક્ષણ વ્યવસ્થા માટે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન ની શાળામાં પ્રવેશ અપાવવા ઈચ્છે છે. KVS શાળાઓ ભારતમાં શ્રેષ્ઠ શાળાઓમાં ગણાય છે કારણ કે અહીં ગુણવત્તા યુક્ત શિક્ષણ, શિસ્ત અને ઓછી ફી સાથે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે છે. દર વર્ષની જેમ વર્ષ 2025 26 માટે પણ વિદ્યાર્થીઓને પ્રવેશ માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જો તમે પણ તમારા બાળક માટે KVS Admission 2026-27:  માટે અરજી કરવા માંગતા હોય તો અરજી પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે 

KVS Admission 2026-27 મહત્વની તારીખો

કેન્દ્રીય વિદ્યાલય સંગઠનની શાળાઓમાં પ્રવેશ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થવાની તારીખ 20 માર્ચ 2026 અને છેલ્લી તારીખ 2 એપ્રિલ 2026 રહેશે. કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 1 માટે કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂ લેવામાં આવતુ નથી પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણપણે લોટરી સિસ્ટમ અને અનામતના ધોરણો પર આધારિત છે 


KVS Admission 2026-27 પ્રવેશ માટેની પાત્રતા અને  મર્યાદા 

ધોરણ 1 માં પ્રવેશ મેળવવા માટે કેન્દ્રીય વિદ્યાલયમાં  બાળકની ચોક્કસ મર્યાદા નક્કી કરવામાં આવેલી છે જે મુજબ શૈક્ષણિક વર્ષના 31 માર્ચના રોજ બાળકની ઉંમર ઓછામાં ઓછી 6 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ બાળકની ઉંમર 8 વર્ષથી ઓછી હોવી જોઈએ. પહેલી એપ્રિલના રોજ જન્મેલા બાળકોને પણ પ્રવેશ માટે પાત્ર ગણવામાં આવશે. ઉપરાંત ખાસ જરૂરિયાતો ધરાવતા બાળકો એટલે કે CWSN ને વય મર્યાદામાં બે વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. 


અનામત અને પ્રાથમિકતા ના નિયમો

દરેક શિક્ષણની 40% બેઠકોનો માળખું નીચે મુજબ અનામત રાખવામાં આવી છે 

  • RTE શિક્ષણનો અધિકાર 25%
  • અનુસૂચિત જાતિ 15%  બેઠકો 
  • અનુસૂચિત જનજાતિ 7.50 ટકા બેઠકો 
  • બક્ષીપંચની 27% બેઠકો 
  • CWSN કુલ બેઠકમાં 3% ટકા 

આ ઉપરાંત કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ લશ્કરી દળના અને રાજ્ય સરકારના અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓ ના વાલીઓના બાળકોને નિયમ મુજબ પ્રાથમિકતા આપવામાં આવે છે 



Kendriya Vidyalaya Admission 2026 પસંદગી પ્રક્રિયા 

ધોરણ એક માટે કેન્દ્રીય વિદ્યાલય માટે લોટરી પદ્ધતિ લાગુ પડે છે સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક અને ન્યાયસંગત હોય છે પસંદ પામેલ વિદ્યાર્થીઓની યાદી વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવે છે એડમિશન માટે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી તેથી વાલી દ્વારા સમયસર અરજી કરવી ખૂબ જ જરૂરી છે. 


KVS Admission 2026-27 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ પ્રવેશ માટે KVS ની સત્તાવાર વેબસાઈટ ઉપર જાઓ.kvsonlineadmission.kvs.gov.in
  • પોર્ટલ પર જઈને New Registration ઉપર ક્લિક કરી બાળકને વિગતો ભરી દો. 
  • નોંધણી બાદ એક યુનિક લોગીન કોડ જારી કરવામાં આવશે. 

  • વાલીઓએ પોતાની પસંદગીની વધુમાં વધુ 3 કેન્દ્રીય વિદ્યાલયો પસંદ કરી શકે છે. 
  • વાલીઓએ આ માટે પોતાની આસપાસની અથવા નજીકની વિદ્યાલય પસંદ કરવી હિતાવહ છે. 
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને ફોન સબમીટ કરો. 

  • ભવિષ્યના ઉપયોગ માટે અરજી અને કન્ફર્મેશન રસીદની પ્રિન્ટ આઉટ સાચવીને રાખવી. 


જરૂરી દસ્તાવેજો ની યાદી 

  • બાળકનો જન્મનું પ્રમાણપત્ર 
  • બાળકનું આધાર કાર્ડ
  • સરનામા નો પુરાવો
  • બાળકનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ 
  • અનામતનું પ્રમાણપત્ર લાગો લાગુ પડતું હોય તો 


KVS admission 2026-27 ઉત્તમ તક છે. તમે પણ તમારા બાળકને સારું શિક્ષણ આપવા માંગતા હોય તો યોગ્ય રીતે અને સમયસર અરજી પ્રક્રિયા પૂર્ણ કરો કેમકે આ માત્ર એક પ્રવેશ નથી પરંતુ તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગલું છે.


Post a Comment

0 Comments