Breaking News: ગુજરાતમાં શિક્ષકોને મોટી રાહત! હવે બિન-શૈક્ષણિક કામ પર સંપૂર્ણ રોક

Gujarat teachers relief banner 2026

 




ગુજરાતમાં શિક્ષકો માટે મોટો નિર્ણય: બિન-શૈક્ષણિક કામ પર સરકારનો પ્રતિબંધ

સવારે શાળામાં પ્રાર્થના પૂરી થયા બાદ એક  શિક્ષક  ને પોતાના વર્ગમાં જતા પહેલા ઓફિસમાં બોલાવવામાં આવે છે અને શાળાના આચાર્ય શ્રી દ્વારા કહેવામાં આવે છે કે આજે મતદાર યાદી નું કામ છે.. કાલે સર્વે છે... પરમ દિવસે તાલીમ... બાળકોને ભણાવવાનો સમય ક્યાં ગયો? હવે આ રોજબરોજના અન્ય બીન શૈક્ષણિક કામોને કારણે વર્ષોથી હજારો શિક્ષકો મનમાં આ પ્રશ્ન મૂંઝવી રહ્યો હતો અને હવે આ પ્રશ્ન નો જવાબ આખરે મળી ગયો છે ગુજરાત સરકાર દ્વારા શિક્ષકો માટે એક ઐતિહાસિક નિર્ણય મોટી રાહત લઈને આવ્યો છે.



ગુજરાત સરકારનો નવો નિર્ણય શું છે?


ગુજરાતમાં અનેક વર્ષોથી શિક્ષક સંઘો દ્વારા શિક્ષકોને બિન શૈક્ષણિક કામમાંથી આપવા માટે રજૂઆતો કરવામાં આવી રહી હતી. આ બાબતો ને લઈને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર આદેશ મુજબ હવે  શિક્ષકો અને વિદ્યા સહાયકો પાસેથી શૈક્ષણિક કામગીરી લેવાની મનાઈ કરવામાં આવી છે. સરકારી પણ સ્પષ્ટ કર્યું છે કે માત્ર રાષ્ટ્રહિતના ખાસ કાર્યોમાં જ શિક્ષકોને જોડવામાં આવશે અને તમામ વધારાની કામગીરી બંધ કરવામાં આવશે. સરકાર દ્વારા લેવામાં આવેલો આ  નિર્ણય સીધું શિક્ષણની ગુણવત્તા સુધારો માટે મોટું પગલું છે. રાજ્યની શિક્ષણ વિભાગની નિયામકની કચેરી દ્વારા જિલ્લાના તમામ શિક્ષણ અધિકારીઓ ને આ બાબતનો તાત્કાલિક અમલ કરવા માટે આદેશ કરવામાં આવેલ છે. 


આ નિર્ણય કેમ લેવામાં આવ્યો 

આ શિક્ષકોને બિન શૈક્ષણિક કામમાં વ્યસ્ત રાખવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓનો અભ્યાસમાં ગેરસમજ ઊભી થાય છે વિદ્યાર્થીઓના શૈક્ષણિક પરિણામ ઘટાડો થાય છે તેમજ શિક્ષક પોતે વ્યક્તિગત રીતે વિદ્યાર્થીના અભ્યાસ પર ઓછું ધ્યાન આપી શકે છે અને આ તમામ સમસ્યાઓ ને લીધે ગુણવતા નો અભાવ જોવા મળતો હતો. આ બધી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સરકારી નિર્ણય કરેલો છે. સામાન્ય રીતે શિક્ષકોને નીચે મુજબની કામગીરી માંથી મુક્તિ આપેલ છે.

  • સર્વે અને ડેટા કલેશન 
  • સરકારી યોજનાઓ ની માહિતી એકત્ર કરવી 
  • ઓફિસ આધારિત અમને કાગળ ગામ 
  • આ કામો અન્ય કોઈ અથવા સ્ટાફ દ્વારા કરવામાં આવશે

 

સરકારે કહ્યું છે કે માત્ર રાષ્ટ્રહિતના મહત્વના કાર્યોમાં જ શિક્ષકો જોડાશે 

  • ચૂંટણી પ્રક્રિયા 
  • વસ્તી ગણતરી 
  • આપત્તિ વ્યવસ્થાપન 
  • શિક્ષકો નો સમય માત્ર જરૂરી કાર્ય માટે જ ઉપયોગ થશે.


શિક્ષણ વ્યવસ્થા પર આ નિર્ણયનો અસર

શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી શિક્ષકો પોતાના મુખ્ય કાર્ય એટલે કે ભણવામાં વધુ સમય આપી શકશે બાળકોના રીઝલ્ટ માં સુધારો આવશે ક્લાસરૂમમાં ઇન્ટરેકશન વધશે .બીન જરૂરી કામનો ભાર દૂર થવાથી શિક્ષકોને માનસિક તણાવ માં રાહત મળશે. વિદ્યાર્થીઓમાં વધુ સારી સમજણ નિયમિત અભ્યાસ તેમજ શિક્ષક સાથે વધુ સમય પસાર કરવાથી શિક્ષણ પ્રણાલી વધુ મજબૂત બનશે. સરકારના નિર્ણયથી શાળાઓમાં શૈક્ષણિક વાતાવરણ સુધરશે અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો જોવા મળશે. 


શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવેલ આ પગલાં થી શિક્ષકોમાં એક મોટી રાહત છે વર્ષોથી ચાલી આવતી સમસ્યાનો હોય અંત આવી રહ્યો છે જેનાથી સમગ્ર શિક્ષણ વ્યવસ્થા મજબૂત બનશે અને જો આ નિર્ણય યોગ્ય રીતે અમલ કરવામાં આવે તો જ સાચો ફાયદો મળશે. જો આ નિયમ કડક રીતે લાગુ કરવામાં આવશે તો ગુજરાતને શિક્ષણ મોડલ ને વધુ  મજબુત બનશે.




Post a Comment

0 Comments