વિદ્યાસહાયક ભરતી 2026 નવી જાહેરાત: TET વગરના ઉમેદવારો માટે સારા સમાચાર,સ્પેશિયલ એજ્યુકેટર નો સમાવેશ

 

vidhyasahayak-bharti-2026-special-educator-qualification-gujarat




ગુજરાત વિદ્યા સહાયક ભરતી 2026: રાજ્યમાં શિક્ષક બનવાની તક મેળવવા માંગતા ઉમેદવારો માટે ફરીથી એક વખત શિક્ષણ વિભાગ તરફથી વિદ્યા સહાયક ભરતી 2026 જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજ્યમાં કેટલાય સમયથી રાહ જોઈને બેઠેલા ઉમેદવારોની પ્રતિક્ષા પુરી થઈ છે. તાજેતરમાં જ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિ તરફથી  પાડવામાં આવેલ આ જાહેરનામા મુજબ ગુજરાતી સિવાય ના અન્ય માધ્યમ માટે જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક (અન્ય માધ્યમ), સ્પેશિયલ એજ્યુકેટર (ગુજરાતી માધ્યમ)તેમજ ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો  માટે મુખ્ય શિક્ષક (ગુજરાતી માધ્યમ)ની જગ્યાઓ ભરવા અરજી પત્રકો મંગાવવામાં આવે છે. આ લેખ અરજી પ્રક્રિયા સંબંધિત માહિતી સ્પષ્ટ રીતે સમજાવે છે. તેથી સમયસર અરજી કરવાનું યાદ રાખવું જરૂરી છે. સમય મર્યાદા બાદ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં .કૃપા કરીને પૂર્ણ વિગત વાંચો 

CTET Exam Date Notification 2026 જાહેર –CBSE Declared Full Schedule અને Latest Update 

જિલ્લા ફેર કેમ્પ સંબંધિત વિદ્યાસહાયક શિક્ષક ભરતી 2026 



વિદ્યા સહાયક ભરતી રાજ્ય પ્રાથમિક શિક્ષક પસંદગી દ્વારા ઉમેદવારોને ધોરણ 1 થી 5 માં અને ધોરણ 6 થી 8 માં શિક્ષક બનવા માટેની તક પૂરી પાડે છે. આ એક રાજ્ય કક્ષાની ભરતી હોય છે. જેમાં જોડાઈને ઉમેદવારો શિક્ષણ ક્ષેત્રે પોતાનું કેરિયર આગળ વધારી શકે છે. વધુમાં, જિલ્લા ફેર કેમ પૂર્ણ થયા બાદ પહેલી જૂનથી ભરતી પ્રક્રિયા  માટે ઉમેદવારો ઓનલાઇન અરજી પત્રકો ભરી શકશે. જિલ્લા ફેર ની પ્રક્રિયા પૂર્ણ થતા નવી ખાલી જગ્યા નું ચિત્ર વધુ સ્પષ્ટ બનશે તેવી આશા છે. સરકારી પ્રાથમિક શાળાઓના પ્રાથમિક શિક્ષકોના જિલ્લા ફેર બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જિલ્લા /નગર શિક્ષણ સમિતિના રોસ્ટર આધારિત ખાલી જગ્યાઓની વિગતો મેળવી જિલ્લાઓ તેમજ પ્રાથમિક શાળા વાર જગ્યાઓ પહોંચેલી વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે.ખાસકરીને પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટનાને ધ્યાનમાં રાખીને પસંદગી સમિતિ દ્વારા ભરતી પ્રક્રિયા ને ઝડપથી આગળ વધારવામાં આવે તેવી વિભાગ દ્વારા આદેશ કરેલ છે.


ગુજરાત વિદ્યા સહાયક ભરતી 2026 નોટિફિકશન 

વિગત

માહિતી

સંસ્થાનું નામ

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ  પસંદગી સમિતિ

ભરતી નો પ્રકાર

વિદ્યાસહાયક

જાહેરનામા ની તારીખ

24/05/2026

કુલ જગ્યા

3966

પસંદગી  પ્રક્રિયા

મેરીટ ના આધારે

સત્તાવાર વેબસાઇટ

https://dpegujarat.in

માધ્યમ

ગુજરાતી અને  હિન્દી ,મરાઠી ,ઉર્દૂ,સંસ્કૃત 

જગ્યાનું  નામ

 અન્ય માધ્યમ વિદ્યાસહાયક 987

જગ્યાનું  નામ અને કુલ જગ્યા

સ્પેશિયલ એજ્યુકેટર (ધોરણ 1 થી 5 )ગુજરાતી માધ્યમ -1841

જગ્યાનું  નામ કુલ જગ્યા

સ્પેશિયલ એજ્યુકેટર(ધોરણ 6 થી 8 ) ગુજરાતી માધ્યમ- 1067

જગ્યાનું  નામ

મુખ્ય શિક્ષક સ્પેશિયલ એજ્યુકેટર-71





ગુજરાત સરકાર દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ અને શિક્ષણ વિભાગ માં ભરતી


 વિદ્યાસહાયક  ભરતી SPECIAL BHARTI ઉંમર મર્યાદા કેટલી હોઈ શકે?

દરેક સરકારી ભરતી ની જેમ આ ભરતીમાં પણ સરકાર દ્વારા નક્કી કરેલા નિયમ અનુસાર અરજી કરી શકશે. સામાન્ય રીતે પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક માટે ઓછામાં ઓછી ઉમેદવારની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ જ્યારે વધુમાં વધુ ઉંમર 35 થી 40 વર્ષ સુધી હોઈ શકે છે. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે .SC/ST/SEBC,EWS તેમજ મહિલા ઉમેદવારો માટે અલગ અલગ નિયમો લાગુ પડી શકે છે. દિવ્યાંગ ઉમેદવારો માટે પણ ઉંમરના નિયમોમાં ફેરફાર આપવામાં આવે છે. 

જન ગણના 2026 સ્વ-ગણતરી (Self Enumeration) કરવાની પ્રક્રિયા


વિદ્યાસહાયક  ભરતી SPECIAL BHARTI લાયકાત માપદંડો 

વિદ્યા સહાયક ભરતી 2026 સામાન્ય રીતે પ્રાથમિક વિભાગ માટે ઉમેદવારો પાસે પીટીસી અથવા ડી.એલ.એડ સાથે ટેટ 1  પાસ હોવું જરૂરી ગણાય છે. જ્યારે ઉચ્ચતર પ્રાથમિક દંડો વિભાગ માટે ગ્રેજ્યુએશન સાથે બી.એડ અને ટેટુ પાસ ની  લાયકાત  જરૂરી બને છે. પરંતુ બીજી તરફ સ્પેશિયલ એજ્યુકેટર તરીકે અરજી કરવાની છતાં ઉમેદવારો માટે વિશે શિક્ષણ સંબંધિત અભ્યાસક્રમ અને માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર જરૂરી છે. આ ભરતીમાં કેટલીક કેટેગરી માટે TET પાસ ફરજિયાત ન હોવાની ચર્ચા સામે આવી રહી છે. ખાસ જરૂરિયાત ધરાવતા બાળકોને શિક્ષણ આપવા માટે સરકાર દ્વારા સ્પેશિયલ એજ્યુકેશન ક્ષેત્રે પ્રાથમિકતા આપવામાં આવશે. સામાન્ય રીતે ઉમેદવારોએ પોતાના માધ્યમમાં ભાષાકીય જ્ઞાન,અને શૈક્ષણિક મેરીટ મહત્વ ધરાવે છે.

CLICK

કાર્યક્રમ

તારીખ

જાહેરનામું બહાર પાડવાની તારીખ

25/05/2026

ઓનલાઇન ફોરમ ભરવાની તારીખ

01/06/2026

ઓનલાઇન ફોરમ ભરવાની છેલ્લી તારીખ

10/06/2026

 

 


OFFICIALLY WEBSITE :CLICK HERE



Post a Comment

0 Comments