RTE Admission 2026 Gujarat applyOnline: Form, Age Limit, Income Limit, Full Details

 

RTE admission online apply Gujarat step by step


 RTE Admission 2026 નો કાર્યક્રમ જાહેર :

દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ RTE admission 2026 નો કા કાર્યક્રમ જાહેર કરવામાં આવે છે. ગુજરાતમાં મધ્યમવર્ગ અને  વંચિત વર્ગ ના વાલીઓ માટે પોતાના બાળકને શાળામાં પ્રવેશનો સમય એ ખુશી અને ચિંતા વિષય હોય છે. ખાનગી શાળાઓની ઊંચી ફી સામે દરેક માતા પિતાને પોતાના બાળકને યોગ્ય શિક્ષણ આપવા માટે મુશ્કેલી પડે છે. પરંતુ RTE યોજના મુજબ ગરીબ વર્ગના ના બાળકો માટે વરદાન સમાન છે. 4 એપ્રિલ થી 17 એપ્રિલ સુધી વાલીઓ પોતાના બાળકને પ્રવેશ માટે અરજી ફોર્મ ભરી શકશે. વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ આપવામાં આવે છે.RTE એડમિશન ગુજરાત 2026 નો આ કાર્યક્રમ વાલીઓમાં રાહત રુપ રહેશે.


રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે RTE યોજના હેઠળ નબળા અને મધ્યમ વર્ગના વાલીઓના બાળકોને ખાનગી શાળાઓમાં 25% બેઠકો પર વિનામૂલ્ય પ્રવેશ આપવામાં આવે છે. આ માટે રસ ધરાવતા વાલીઓએ  4 થી 17 એપ્રિલ દરમિયાન  સત્તાવાર વેબસાઈટ https://rte.orpgujarat.com જઈને online અરજી કરવાની રહેશે.

RTE Admission મેળવવાની અરજી કરવાની શરતો 


ધોરણ 1 માં RTE Admission Gujarat નિયમ મુજબ ધોરણ 1 માં પ્રવેશ મેળવવા માટે વાલીઓએ પોતાના બાળકને વય મર્યાદા ની ગણતરી જન્મ તારીખ દાખલા પ્રમાણે ગણતરી કરીને ઓનલાઈન ફોર્મ ભરવું જોઈએ. ધોરણ-૧ માં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીને ઉંમર 1 જુન 2026 ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલી હોવી જોઈએ. જો તેમાં કોઈપણ પ્રકારની છૂટછાટ નથી. 


RTE Admission 2026 income limit Gujarat

વિદ્યાર્થીઓને પ્રવેશ કેટેગરીના આધારે મળશે. જે વિદ્યાર્થીઓએ એડમિશન મેળવવા માટે ઓનલાઇન અરજી કરેલ હોય તેમને કેટેગરી મુજબ પ્રાથમિકતા આપવામાં આવે છે એટલે કે સૌપ્રથમ દિવ્યાંગ બાળકો, અનાથ બાળકો, માજી સૈનિક ના બાળકો અને બીપીએલ કાર્ડ ધરાવતા વાલીઓના બાળકોને પ્રાથમિકતા આપવામાં આવે છે. જે માતા પિતાને માત્ર એક જ સંતાન હોય અને તેમાં માત્ર એક દીકરી જ હોય,Sc-St વર્ગના બાળકો, ઓબીસી ,EWS વર્ગ ના બાળકો  ને બાળકોને અનામત ના ધોરણે પ્રાથમિકતા આપવામાં આવે છે આ પરિવારના સભ્યોની આવક 6 લાખ રૂપિયા કરતા ઓછી હોવી જરૂરી છે. ઓનલાઇન અરજી કર્યા બાદ વિદ્યાર્થીઓને અનામત તેમજ આવક અને વાલી દ્વારા પસંદ કરવામાં આવેલી શાળાની અગ્રતા ને ધ્યાનમાં રાખીને એડમિશન આપવામાં આવે છે.



જો તમે std 1 admission age  સંબંધિત   વિશે સંપૂર્ણ માહિતી માટે અમારી વિગતવાર માર્ગદર્શિકા જરૂર વાંચો.

RTE હેઠળ વિદ્યાર્થીઓને પાળી પસંદગી કરવાની છૂટ 

આ અગાઉ વિદ્યાર્થીઓને આરટીઇ મુજબ એડમિશન મેળવ્યા બાદ પાળી પસંદગી કરવાની છૂટ હતી ને એટલે કે આ રીતે પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને મોટેભાગે બપોરની શાળામાં જ પ્રવેશ આપવામાં આવતો હતો આ બાબતેની વ્યાપક ફરિયાદો સામે આવતા તેમાં સુધારો કરવામાં આવે છે તે મુજબ તાજેતરમાં જ શિક્ષણ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડીને જે શાળાઓમાં સવાર અને બપોરની બે પાળી ચાલતી હોય તો તેવી શાળાઓમાં વિદ્યાર્થીઓ પોતાની પસંદગી મુજબની સવાર કે બપોરની પાળી પસંદ કરી શકશે. આ માટે વાલીઓએ ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે ઓનલાઇન પોર્ટલમાં કરેલ સુધારા મુજબ સવારની પાળી કે બપોરની પાળી બંનેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ સુધારો થવાથી ઘણા વાલીઓમાં ખુશી જોવા મળે છે. 


RTE હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ માટે જરૂરી ડોક્યુમેન્ટ 

આરટીઇ અંતર્ગત પ્રવેશ મેળવવા માટે વાલીઓએ નીચે મુજબના ડોક્યુમેન્ટ જોડવાના રહેશે 

  • બાળકનો જન્મનું પ્રમાણપત્ર 
  • કુટુંબની વાર્ષિક આવક 
  • જાતિનું પ્રમાણપત્ર 
  • રહેઠાણનો પુરાવો 
  • વાલી અને વિદ્યાર્થીના પાસપોર્ટ સાઇઝના ફોટા 

વાલીઓએ પોતાના બાળકને અરજી ફોર્મ ભરતી વખતે ઉપરોક્ત તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ફોર્મ ભરાઈ ગયા બાદ વાલીઓએ ઓનલાઇન ફોર્મ ની પ્રિન્ટ કાઢીને પોતાને પાસે સાચવી લેવાની રહેશે.



RTE Admission 2026 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • RTE Gujarat ની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ
  • “New Registration” પર ક્લિક કરો
  • બાળકની માહિતી દાખલ કરો
  • દસ્તાવેજો અપલોડ કરો
  • ફોર્મ સબમિટ કરો
  • પ્રિન્ટ સાચવી રાખો.

RTE Admission 2026 માં સ્કૂલ પસંદગી પ્રક્રિયા :



જે વાલીઓ દ્વારા પોતાના બાળકને આરટી એડમિશન 2026 માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન અરજી કરેલ છે તેમને પોતાના રાજયની તમામ ખાનગી શાળામાં પ્રવેશ તેમજ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં એડમિશન મેળવી શકે છે. તેથી દરેક વાલીએ પોતાના બાળકની સાચી માહિતી સમયસર ભરીને ફોર્મ સબમીટ કરવું જોઈએ.

RTE Admission 2026 માત્ર એક યોજના નથી, પણ હજારો પરિવારો માટે એક આશા છે. જો તમે યોગ્ય પાત્રતા ધરાવો છો, તો આ તક ચૂકી ન જશો. 4 એપ્રિલથી 17 એપ્રિલ વચ્ચે અરજી કરીને, તમે તમારા બાળકને  શિક્ષણ તરફ એક મોટું પગલું ભરી શકો છો.


વાંચો .
ઘણા માતા-પિતા તેમના બાળકોને કેન્દ્રીય શાળામાં અભ્યાસ કરાવવા ઈચ્છે છે. જો તમે પણ આ વિશે વિચારતા હો, તો KVS School Admission 2026 Complete Guide.





Post a Comment

0 Comments