RTE Admission 2026 Gujarat: બેઠકોમાં ઘટાડો, Shift Choice અને નવી આવક મર્યાદા સાથે Admissionની નવી રીત જાણો


RTE Gujarat medium wise seat allocation English vs Gujarati medium 2026

RTE Gujarat Admission 2026માં શું નવા નિયમો આવ્યા? બેઠકોમાં ઘટાડો અને Shift Choice શું છે?


RTE Admission 2026-27માં આ વર્ષે ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં બેઠકોમાં ફેરફાર , Shift Choice વિકલ્પ, આવક મર્યાદામાં વધારો અને માધ્યમ મુજબ બેઠકોની નવી ફાળવણી સામેલ છે. આ બદલાવને સમજવું પ્રવેશ  મેળવવા માટે ખૂબ જ જરૂરી બની ગયું છે.

 RTE Admission 2026 ગુજરાત: ગુજરાતમાં આરટી એડમિશન 2026 ની પ્રક્રિયા શરૂ થતાની સાથે જ હજારો માતા- પિતા પોતાના બાળકો માટે ઓનલાઇન અરજી કરી રહ્યા છે પરંતુ આ વર્ષે સામાન્ય એડમિશન કરતા ઘણો મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે ગયા વર્ષ કરતાં આ વર્ષે બેઠકોમાં ઘટાડો થયો છે અને કેટલાક સાથે સાથે કેટલાક મહત્વના સુધારા પણ લાગુ કરવામાં આવે છે. આ સુધારા સીધા માતા પિતાની નિર્ણય પર અસર કરે છે એટલે જો તમે જૂની રીતે ફોર્મ ભરો છો તો એડમિશન ન મળવાની  શક્યતાઓ છે. 

RTE Admission 2026માં બેઠકોમાં ઘટાડો અને નવી ફાળવણીને કારણે જિલ્લાવાર સ્પર્ધામાં પણ મોટો તફાવત જોવા મળી રહ્યો છે. મોટા શહેરો જેમ કે અમદાવાદ, સુરત અને વડોદરા જેવા વિસ્તારોમાં private schools ની સંખ્યા વધુ હોવા છતાં અરજદારોની સંખ્યા પણ ખુબજ વધારે હોય છે. જેના કારણે અહીં admission મેળવવાની સંભાવના ઓછી બની શકે છે. બીજી તરફ નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકોની સંખ્યા તુલનાત્મક રીતે ઓછી હોવા છતાં અરજીઓ ઓછી આવતી હોવાથી ત્યાં selection chance વધારે રહે છે. એટલે માતા-પિતાએ માત્ર શહેરની popular schools પર ધ્યાન આપવાને બદલે પોતાના વિસ્તારની આસપાસની અન્ય schools પણ પસંદ કરવી જોઈએ.જો તમે માત્ર 2-3 school પસંદ કરો છો તો તમારો chance ઓછો થઈ જાય છે. પરંતુ જો તમે વધુ schools, વિવિધ માધ્યમ અને અલગ-અલગ locationની school પસંદ કરો છો તો admission મળવાની સંભાવના વધી જાય છે.

વસ્તી ગણતરી કેમ મુલતવી રાખવામાં આવી? તેની પાછળના તમામ કારણો અને નવી અપડેટ 

RTE Gujarat 2026માં બેઠકો ઘટી: 93,860 થી 84,000 સુધીનો ફેરફાર


RTE Admission 2026 ના મહત્વ ના બદલામાં વાત કરીએ તો કુલ બેઠકમાં ઘટાડો ગયા વર્ષે 93,860 બેઠકો ઉપલબ્ધ હતું જ્યારે આ વર્ષે તે ઘટીને લગભગ 84 હજાર જેટલી રહી છે આ ઘટાડાનો સીધો અર્થ એ થાય છે કે હવે દરેક બેઠક માટે સ્પર્ધા વધુ રહેવાની છે અને માતા પિતાએ વધુ સાવચેતી સાથે અરજી કરવાની જરૂર રહેશે ખાસ કરીને શહેરી વિસ્તારમાં જે પહેલીથી જ અરજી સંખ્યા વધુ હોય છે જ્યાં એડમિશન મળવું થોડું મુશ્કેલ બની શકે છે. આ વર્ષે માધ્યમ મુજબ બેઠકોની ફાળવણી પણ એક મહત્વપૂર્ણ ફેક્ટર બની ગઈ છે.

હવે જો મીડીયમ પ્રમાણે વાત કરવામાં આવે તો સૌથી વધુ બેઠકો ગુજરાતી માધ્યમ માટે 41411 બેઠકો આપવામા આવી છે. એ સિવાય ઇંગલિશ માધ્યમમાં 40262 અને હિન્દી માધ્યમ માં 2235 બેઠકો અને અન્ય માધ્યમ માં 320 પર પ્રવેશ ફાળવવામાં આવશે. ખાનગી શાળાઓમાં ગત વર્ષે થયેલા કુલ પ્રવેશ ના આધારે 25%  બેઠકો ફાળવવામાં આવી છે. માતા પિતા એ માત્ર અંગ્રેજી માધ્યમ કેન્દ્રિત કરવાને બદલે ગુજરાતીને અંગ્રેજી બંને માધ્યમને ધ્યાનમાં રાખીને શાળાઓ પસંદ કરવી જોઈએ. 

10 પાસથી ગ્રેજ્યુએટ સુધીની નવી સરકારી ભરતીની સંપૂર્ણ માહિતી અહીં વાંચો

 Morning અને Afternoon Shift પસંદ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી?

Rte Admission 2026-27 માં એક મહત્વપૂર્ણ અને ઉપયોગી સુધારો જોવા મળે છે જે છે પાળી પસંદગી રાજ્યભરમાં કુલ 9709 ખાનગી શાળાઓ આરટી હેઠળ  છે જેમાંથી શ્રેષ્ઠ 56 જેવી શાળાઓ જે સવાર અને બપોર એમ બંને સમયમાં અભ્યાસ ચાલે છે તો આવી શાળાઓમાં હોય માતા પિતાને ફોર્મ ભરતી વખતે શિફ્ટ પસંદ કરવાની તક આપવામાં આવી રહી છે જે જૂની સિસ્ટમ એટલે કે પોર્ટલ ઉપર ઉપલબ્ધ નહોતી. ઘણા લોકો માત્ર સવારની શિફ્ટ જ પસંદ કરે છે કારણ કે તેમને અનુકૂળ લાગે છે. તો કોઈ શાળામાં સવાર અને બપોર બંને શિફ્ટ છે તો એક રીતે બે વિકલ્પ સમાન બની જાય છે તેથી વિદ્યાર્થીઓ માટે એડમિશન મળવાની સંભાવના વધે છે ખાસ કરીને આરટી પોર્ટલ પર  આ  વિકલ્પ એક સ્માર્ટ ફેરફાર છે. 


આવક મર્યાદામાં વધારાનો મોટો ફેરફાર: RTE Admission 2026માં કોને મળશે સૌથી વધુ લાભ?

RTE Admission 2026-27 માટે ચાલુ વર્ષે આવક મર્યાદામાં કરવામાં આવેલ વધારો એક મહત્વપૂર્ણ અને રાહતભર્યો  નિર્ણય છે પહેલા ઘણા પરિવારો માત્ર આવક મર્યાદા થોડી વધારે હોવાને કારણે આ યોજનાનો લાભ લઈ શકતા નહોતા પરંતુ હવે વિભાગ દ્વારા આ મર્યાદા વધારવાથી વધુ વાલી ઓ પોતાના બાળકો માટે અરજી કરી શકશે ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારો માટે આ ફેરફાર ખૂબ જ લાભદાયી સાબિત થશે.

આ અગાઉ આરટી હેઠળ પ્રવેશ માટે ગ્રામ્ય વિસ્તારમાં આવક મર્યાદા 1.20 લાખ અને શહેરી વિસ્તાર માટે 1.50 લાખ રાખવામાં આવી હતી પરંતુ વાલી મંડળ દ્વારા અને વર્તમાન મોંઘવારી તેમજ અન્ય રાજ્યોના ઉદાહરણોનો ઉલ્લેખ કરીને સરકાર સમક્ષ આવક મર્યાદા ને લઈને રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે શિક્ષણ વિભાગ દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારો એમ બંને માટે આવક મર્યાદા વધારીને રૂપિયા 6 લાખ કરવામાં આવી.

જિલ્લાઓમાં વાલીઓને ઓનલાઈન ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી અમુક જિલ્લા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે બનાસકાંઠા જેવા જિલ્લામાં વાલીઓના માર્ગદર્શન અને સહાયતા માટે નવા લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા કૈલાસ મંદિર પાસે બેચરપુરા ખાતે જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવે છે. કોઈપણ પ્રકારની માહિતી માટે  કચેરી નો તાત્કાલિક સંપર્ક કરી શકે છે અથવા હેલ્પલાઇન નંબર 02742-253189 નંબર ડાયલ કરી શકે છે. વધુમાં નોડલ અધિકારીનો સંપર્કમાં કરી શકે છે.


RTE Gujarat 2026 અગ્રતા ક્રમ પ્રમાણે admission કેવી રીતે મળશે?

અગ્રતાક્રમ મુજબ બેઠકોની ફાળવણી આરટી પ્રક્રિયાને વધુને સુસંગત અને પારદર્શક બનાવે છે જેમાં સાચા વિદ્યાર્થીને પ્રથમ સ્થાન મળે છે.RTE અંતર્ગત 13 કેટેગરી પ્રમાણે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. જે માટેનો તેમનો ક્રમ પણ નક્કી કરવામાં આવ. આ અગ્રતાક્રમ અનુસાર વિદ્યાર્થીઓને પ્રથમ પ્રવેશ આપવામાં આવે છે. તે મુજબ અનાથ બાળકો, બાળમજૂરના બાળકો, દિવ્યાંગ બાળકો તેમજ શહીદ જવાન  ના બાળકો તેમજ બીપીએલ કાર્ડ ધારકોના સંતાનોને પ્રથમ અગ્રતા આપવામાં આવે છે. જે બાદ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગોનો સમાવેશ કરવામાં આવે છે. 

જોકે ગયા વર્ષે આંગણવાડીના બાળકોને અનામત કેટેગરીના બાળકો કરતા પહેલા અગ્રતા આપવામાં આપવામાં આવતી હતી. જોકે ચાલુ વર્ષે એટલે કે 2026-27 માં અનામત કેટેગરીના બાળકોને પ્રવેશમાં પ્રથમ પ્રાથમિકતા આપવાનું નક્કી કરવામાં આવેલું છે.



RTE Gujarat 2026માં ફોર્મ ભરતી વખતે કયા દસ્તાવેજો જરૂરી છે?

આ અગાઉ આર.ટી એડમિશન મેળવવા માટે પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા વાલીઓને પોતાના બાળકને ધોરણ-1 માં પ્રવેશ મેળવવા માટે રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો, આવકનું પ્રમાણપત્ર તેમજ જન્મનું પ્રમાણપત્ર, ઇન્કમટેક્સ રિટર્ન તથા ઇન્કમટેક્સ રિટર્ન ભરેલ ન હોય તેવા કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોય તેવા અંગેનું સેલ્ફ ડિકલેરેશન જેવા જરૂરી દસ્તાવેજો તૈયાર કરવા માટે આદેશ આપેલ છે. અરજી પત્રક સ્વીકારવાની છેલ્લી તારીખ 17 એપ્રિલ છે. આ તમામ દસ્તાવેજો ઓનલાઇન ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના રહેશે. ઓનલાઇન ફોર્મ ની પ્રિન્ટ વાલીઓ પોતાની પાસે રાખવાની રહેશે ઓનલાઇન ફરેલ ફોર્મ ક્યાંય પણ જમા કરાવવાનું રહેશે નહીં.જે વાલીઓ પોતાના બાળકને આ યોજના હેઠળ પ્રવેશ અપાવવા ઈચ્છે છે તેમને પોતાના બાળકની ઉંમર 1 જુન 2026 ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ. જો બાળકની ઉંમર છ વર્ષ પૂર્ણ નહીં થતા હોય તો તેઓની અરજી રદ ગણવામાં આવશે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ https://rte.orpgujarat.com છે . વાલીઓએ  આ વેબસાઈટ ઉપર નિયમિત સુચનાઓ  મેળવી અમલ કરવો.



RTE Admission 2026-27 માતા-પિતાઓ માટે એક સામાન્ય પ્રક્રિયા નથી, પરંતુ એક એવી તક છે જે તમારા બાળકના ભવિષ્યને નવી દિશા આપી શકે છે. આ વર્ષે થયેલા મહત્વપૂર્ણ ફેરફારો — જેમ કે બેઠકોમાં ઘટાડો, Shift Choice વિકલ્પ, આવક મર્યાદામાં વધારો અને માધ્યમ મુજબ બેઠકોની નવી ફાળવણી — એ સ્પષ્ટ કરે છે કે હવે માત્ર form ભરવું પૂરતું નથી, પરંતુ સમજદારીથી અને યોજના સાથે આગળ વધવું જરૂરી બની ગયું છે. ઘણા માતા-પિતા હજુ પણ જૂની રીતથી અરજી કરે છે, માત્ર જાણીતી શાળાઓ પસંદ કરે છે અથવા સંપૂર્ણ માહિતી વિના form submit કરે છે, જેના કારણે admission મળવાની તક ઓછી થઈ જાય છે. જો તમે આ વખતે થોડું વધારે ધ્યાન આપશો, જેમ કે વધુ schools પસંદ કરવી, બંને shift નો ઉપયોગ કરવો, Gujarati અને English બંને medium consider કરવું અને documents perfectly તૈયાર રાખવા — તો ઓછી બેઠકો હોવા છતાં પણ તમારી સફળતા શક્ય છે. યાદ રાખો, RTE માત્ર મફત શિક્ષણ નથી, પરંતુ તમારા બાળકને સારી શાળા, સારું environment અને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જવાની શરૂઆત છે.

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

1. RTE Admission 2026 માટે ઓનલાઈન અરજી ક્યારે સુધી કરી શકાશે?

RTE Admission 2026-27 માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 17 એપ્રિલ 2026 રાખવામાં આવી છે. માતા-પિતાએ છેલ્લી તારીખ સુધી રાહ જોયા વગર સમયસર ફોર્મ ભરવું જોઈએ.

2. આ વર્ષે RTEમાં કુલ કેટલી બેઠકો ઉપલબ્ધ છે?

આ વર્ષે RTE હેઠળ આશરે 84,000 જેટલી બેઠકો ઉપલબ્ધ છે, જે ગયા વર્ષ કરતાં ઓછી છે. તેથી competition વધુ રહેવાની શક્યતા છે.

3. Shift Choice Option શું છે?

Shift Choice Option હેઠળ માતા-પિતાને શાળાની સવાર (Morning) અને બપોર (Afternoon) શિફ્ટમાંથી પસંદગી કરવાની તક મળે છે. બંને શિફ્ટ પસંદ કરવાથી admission chance વધે છે.

4. RTE Admission માટે આવક મર્યાદા કેટલી છે?

આ વર્ષે આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે, જેથી વધુ પરિવારો આ યોજનાનો લાભ લઈ શકે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માટે આવક મર્યાદા અલગ હોઈ શકે છે.

5. શું માત્ર English Medium શાળામાં જ અરજી કરવી જોઈએ?

ના, માત્ર English medium પસંદ કરવાથી competition વધી શકે છે. Gujarati medium સહિત અન્ય વિકલ્પો પણ પસંદ કરવાથી admission મળવાની શક્યતા વધી શકે છે.

6. RTEમાં admission કેવી રીતે આપવામાં આવે છે?

RTE હેઠળ admission Computerized Lottery System દ્વારા આપવામાં આવે છે, પરંતુ પહેલા અગ્રતા ક્રમ મુજબ બેઠકો ફાળવવામાં આવે છે.

7. ફોર્મ ભરતી વખતે કેટલા schools પસંદ કરવી જોઈએ?

માતા-પિતાએ ઓછામાં ઓછા 5 થી 10 schools પસંદ કરવી જોઈએ જેથી admission chance વધે.

8. RTE form reject થવાનું મુખ્ય કારણ શું છે?

મુખ્ય કારણોમાં document mismatch, ખોટી માહિતી, અધૂરા documents અને incorrect category selection સામેલ છે.

9. શું છેલ્લી તારીખે form ભરવું યોગ્ય છે?

ના, છેલ્લી તારીખે website પર load વધારે હોવાથી error આવી શકે છે. તેથી શરૂઆતમાં જ form ભરવું વધુ સારું છે.

10. શું RTE હેઠળ સંપૂર્ણ મફત શિક્ષણ મળે છે?

હા, RTE હેઠળ પસંદ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ 1 થી 8 સુધી મફત શિક્ષણ આપવામાં આવે છે.


તમારા બાળકને ખાનગી શાળામાં મફત પ્રવેશ અપાવવા માટે RTE યોજના ખૂબ જ ઉપયોગી છે. સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો 👉 RTE Admission 2026 Gujarat માહિતી


Post a Comment

0 Comments