P Result 2026: ધોરણ 10 અને 12નું પરિણામ ક્યારે આવશે? સંપૂર્ણ માહિતી અને Direct Link
ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ માટે સૌથી મહત્વનો સમય નજીક આવી રહ્યો છે Gujarat Secondary and Higher Secondary Education Board દ્વારા માર્ચ માં લેવાયેલ ધોરણ 10 અને ધોરણ 12 ના બોર્ડ પરીક્ષાના પરિણામ ની આતુરતાથી વિદ્યાર્થીઓ દ્વારા રાહ જોવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 SSC ની પરીક્ષા 26 ફેબ્રુઆરી થી 16 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 13 સુધી અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરી થ 16 માર્ચ સુધી યોજવામાં આવી હતી.તમે પણ તમારુ રિઝલ્ટ ક્યારે આવશે અથવા તો માર્કશીટ કેવી રીતે ડાઉનલોડ કરવી જેવા પ્રશ્નોના જવાબ શોધી રહ્યા છો તો આ લેખમાં તમને તમામ માહિતી સરળ ભાષામાં મળશે.
GSEB Result 2026 Date અને Time (Expected)
દર વર્ષની જેમ આ વર્ષે પણ 2026 માં પરિણામ મે મહિનામાં પ્રથમ અઠવાડિયામાં જાહેર થવાની શક્યતા છે. ધોરણ 10 નું પરિણામ બીજા વીકમાં આવી શકે તેવી શક્યતાઓ છે અને ધોરણ 12 ની પરીક્ષાનું પરિણામ પ્રથમ સપ્તાહ દરમિયાન જાહેર થઈ શકે છે.
ધોરણ 10 બોર્ડ પરીક્ષા 2026 બાદ માટે સરકારી નોકરી ની તૈયારી માટે આ મહત્વપૂર્ણ ગાઇડ જરૂર વાંચો .
GSEB result 2026 કેવી રીતે ચેક કરવું સ્ટેપ બાય સ્ટેપ
method :1
ઘણા વિદ્યાર્થીઓનું રીઝલ્ટ ચેક કરતી વખતે મુશ્કેલી પડે છે અહીં સરળ સ્ટેપ આપ્યા છે.
ઓફિસીલી વેબસાઈટ પરથી રીઝલ્ટ ચેક કરો
- સૌપ્રથમ વિદ્યાર્થીઓ google માં જઈને GSEB result સર્ચ કરો
- GSEB ની ઓફિશિયલ વેબસાઈટ ઓપન કરો.
- HSC અથવા SSC રીઝલ્ટ 2026 પર ક્લિક કરો
- તમારો સીટ નંબર દાખલ કરો.
- SUBMIT બટન પર ક્લિક કરો. તમારું રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે.
method :2
Whatsapp દ્વારા રિઝલ્ટ મેળવો
સૌપ્રથમ તમારા કોન્ટેક્ટ લિસ્ટ માં બોર્ડ દ્વારા માં આપવામાં આવેલ નંબર સેવ કરો.
હવે whatsapp એપ્લિકેશન ઓપન કરો અને તેમાં સેવ કરેલ નંબર ઉપર ચેટબોક્સમાં ચેટ કરો.
એ નંબર ઉપર તમારો SSC/HSC સીટ નંબર મોકલો. ગણતરી ની જ સેકન્ડમાં તમારો રીઝલ્ટ WHATSAPP પર RESULT મળશે
આ રીત ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે બેસ્ટ છે.
method :3
એસએમએસ દ્વારા રીઝલ્ટ છે
જો ઇન્ટરનેટ ન હોય તો એસએમએસ થી પણ રિઝલ્ટ મેળવી શકાય છે.
- મોબાઇલમાં મેસેજ લખો
- મોબાઇલમાં મેસેજ ચેટ બોક્સ માં SSC/HSC seat Number મોકલો.
- આ મેસેજ 56263 નંબર પણ મોકલો
- થોડા સમયમાં રીઝલ્ટ એસએમએસ માં આવશે.
વિદ્યાર્થીઓએ gseb ની સત્તાવાર વેબસાઈટ ઉપર થી ઓરીજનલ માર્કશીટ ડાઉનલોડ કરી લેવી. આમ માર્કશીટ ડાઉનલોડ કર્યા બાદ વિદ્યાર્થીઓએ પોતાની તમામ વિગતો ચોકસાઈપૂર્વક તપાસી લેવી ખાસ અનિવાર્ય છે. જેથી જો કોઈ ભૂલચૂક હોય તો સુધાર ને અવકાશ છે.
રીઝલ્ટ માં શું માહિતી મળશે
તમારી માર્કશીટમાં નીચેની માહિતી હશે.
- વિદ્યાર્થીનું નામ
- સીટ નંબર
- વિષય વિષય મુજબ માર્ક્સ
- કુલ કુલ માર્ક
- ગ્રેડ પર્સન્ટેજ
- પાસ/ફેલ સ્ટેટસ
કોઈ માહિતી ખોટી લાગે તો તરત જ સ્કુલ અથવા બોર્ડનો સંપર્ક કરી લેવો. દરેક વિષયમાં ઓછામાં ઓછા ૩૩ ટકા ગુણ હોવા જરૂરી છે પ્રેક્ટીકલ વિષય માટે અલગ નિયમો હોઈ શકે છે.
Rechecking / Revaluation માટે કેવી રીતે Apply કરવું?
જો તમને લાગે કે તમારું રિઝલ્ટ સાચું નથી તો ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ વિદ્યાર્થીઓને રી- ચેકિંગ ની તક આપે છે ઘણીવાર એવું બને છે કે આંસરશીટ ચેક કરતી વખતે નાની ભૂલ રહી જાય છે જેમ કે કોઈ પ્રશ્નના માર્ક્સ ઉમેરવામાં ચૂકી જવું હોય તો આવી સ્થિતિ માં વિદ્યાર્થી રી-ચેકિંગ માટે અરજી કરી શકે છે. વિદ્યાર્થીએ ધ્યાન રાખવું જોઈએ કે રી -ચેકિંગ માટે સમય મર્યાદા હોય છે જેમાં તમારી ફરીથી ડિટેલમાં ચેક કરવામાં આવે છે તેથી જો તમને તમારા માર્કસ વિશે કે શંકા હોય તો આ સુવિધા નો ઉપયોગ કરીને તમે ન્યાય મેળવી શકો છો.
જો Fail થાઓ તો Supplementary Exam શું છે?
જો કોઈ વિદ્યાર્થી ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડના પરિણામમાં ફેલ થાય છે તો તે માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે તેને સપ્લીમેન્ટરીએકઝામ આપવાની તક મળે છે ઘણા વિદ્યાર્થીઓ પરિણામ જોઈને નિરાશ થઈ જાય છે પરંતુ આ અંત નથી આ એક બીજી તક છે પોતાની ભૂલોને સુધારીને સફળ થવાની સપ્લીમેન્ટરી એકઝામ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે હોય છે જેમને એક અથવા બે વિષયમાં ઓછા માર્ક્સ મેળવ્યા હોય. આ પરીક્ષા સામાન્ય રીતે રીઝલ્ટ જાહેર થયા બાદ જુલાઈ મહિનામાં લેવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ ઝડપથી ફરી તૈયારી કરીને પોતાનું એક વર્ષ બગાડ્યા વગર આગળ વધી શકે છે. આ પૂરક પરીક્ષા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાઈ સ્કૂલ ના માધ્યમ થી કરવામાં આવે છે.
ધોરણ 10 અને ધોરણ 12 ના રિઝલ્ટ પછી શું કરવું
ધોરણ 10 પછી વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો નિર્ણય સ્ટ્રીમ પસંદ કરવાનો હોય છે સાયન્સ કોમર્સ અથવા આર્ટસ ત્રણેય સ્ટ્રીમ ની પોતાની વેલ્યુ છે. જો તમને ગણિત વિજ્ઞાનના ટેકનોલોજીમાં રસ હોય તો સાયન્સ છે જ્યારે બિઝનેસ એકાઉન્ટ અને ફાયનાન્સમાં રસ હોય તો કોમર્સ સારો ઓપ્શન છે આર્ટસ સ્ટ્રીમ પણ ઇક્વલી મહત્વની છે જેમાં યુપીએસસી જીપીએસસી ટીચિંગ ઓપ્શન છે. તમે કયા વિષયમાં સ્ટ્રોંગ છો કયા વિષયમાં તમારી કમજોરી છે અને તમને કયા ક્ષેત્ર માં રસ છે આ ત્રણેય બાબતો સમજવી ખૂબ જ જરૂરી છે. ઘણા વિદ્યાર્થીઓ સોસાયટીના પ્રેશરમાં આવીને નિર્ણય લે છે પરંતુ હંમેશા તમારા રસ અને ક્ષમતા પ્રમાણે નિર્ણય લેવો જોઈએ યોગ્ય માર્ગદર્શન માટે ટીચર્સ માતા-પિતા અથવા કેરિયર કાઉન્સિલર ની મદદ પણ લેવી સારી વાત છે.
ધોરણ 12 પછી પણ વિકલ્પ વધુ વધી જાય છે જેને કારણે મૂંઝવણ પણ વધે છે. એન્જિનિયરિંગ, મેડિકલ, બીકોમ ડિપ્લોમા, આઈ.ટી.આઈ, ગવર્મેન્ટ એક્ઝામ્સ એવા ઘણા રસ્તાઓ ખુલ્લા થાય છે અહીં મહત્વનું છે લોંગ ટર્મ પ્લાનિંગ તમારે નક્કી કરવું જોઈએ કે પાંચ વર્ષ પછી તમે ક્યાં પોતાની જાતને જોવા માંગો છો જો તમે પ્રોફેશનલ કોર્સ કરવા માંગો છો તો ઇન્ટરેન્સ એક્ઝામ ની તૈયારી શરૂ કરો અને જો ગ્રેજ્યુએશન કરવું હોય તો સારી કોલેજ પસંદ કરો સાથે સાથે સ્કિલન ડેવેલોપમેન્ટ પર પણ ધ્યાન આપો. કોમ્પ્યુટર સ્કિલ્સ કોમ્યુનિકેશન સ્કીલ અને પ્રેક્ટીકલ નોલેજ ભવિષ્ય માં ખૂબ કામ લાગશે યાદ રાખો રીઝલ્ટ પછીનું યોગ્ય નિર્ણય તમારી ભવિષ્યની સફળતાનો આધાર બને છે.
GSEB result હવે પછી વિદ્યાર્થીઓ માટે સૌથી મહત્વનું છે પોતાનું માઇન્ડસેટ સાચવીને રાખવું. ઘણા વિદ્યાર્થી પોતાનું પરિણામ જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે અથવા ખૂબ જ નિરસ થઈ જાય છે પરંતુ બંને સ્થિતિમાં બેલેન્સ રાખવું જરૂરી છે જો તમને સારા માર્ક્સ મળે હોય તો અતિ ઉત્સાહ માં ન આવો અને જો માર્ક્સ ઓછા આવ્યા હોય તો પેનિક ન થવો રિઝલ્ટ માત્ર એક નંબર છે તમારી રિયલ કાર્યક્ષમતા અને ભવિષ્યની તકો તેના કરતાં ઘણી મોટી છે સૌથી પહેલા તમારે તમારા પર્ફોર્મન્સનું શાંતિથી એનાલિસિસ કરવું જોઈએ કયા સબ્જેક્ટમાં સારું કર્યું અને કયા સબ્જેક્ટમાં સુધારાની જરૂર છે.
રીઝલ્ટ બાદ તાત્કાલિક નિર્ણય લેવા કરતા થોડો સમય વિચાર ને આગળ પગલું નક્કી કરો તમારા short term અને long term goals બનાવવાના છે જેમકે આગળ કંઈ stream ream અથવા કયા course પસંદ કરવા કઈ skill develop કરવી અને કઈ exam માટે તૈયારી કરવી ઘણા વિદ્યાર્થીઓ બીજાને જોઈને decision લે છે જે ઘણીવાર ખોટો સાબિત થાય છે જેથી તમારે તમારા રસ કાર્યક્ષમતા અને ભવિષ્યમાં તેમાં scope ને ધ્યાનમાં રાખીને પસંદગી કરવી જોઈએ આજના સમયમાં માત્ર માર્કસ પૂરતા નથી communication skill , computer knowledge , problem solving અને confidence પણ એટલા જ મહત્વના છે તમે online courses, youtube લર્નિંગ અથવા પ્રેક્ટીકલ એક્સપિરિયન્સ દ્વારા તમારી કૌશલ્ય ક્ષમતા વધારી શકો છો સાથે સાથે રોજનું રૂટિન બનાવો તેમાં સ્ટડી, રેસ્ટ ડેવલપમેન્ટ બધું બેલેન્સ રાખો.
જી.એસ.ઇ.બી રીઝલ્ટ 2026 વિદ્યાર્થીઓ માટે ધ્યાનમાં રાખવાની બાબતો
જીએસઇબી બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઓનલાઈન માર્કશીટ માત્ર તાત્કાલિક સુવિધા માટે છે પરંતુ સત્તાવાર ઉપયોગ માટે મૂળ દસ્તાવેજો જરૂરી છે તેથી આ માર્કશીટ ને કામ ચલાઉ ધોરણ તરીકે જ ઉપયોગમાં લેવાય છે ઘણીવાર વિદ્યાર્થીઓ તાત્કાલિક પોતાના પરિણામ જાણવા માટે અથવા આગળા ના પ્રવેશ પ્રક્રિયામાં પ્રાથમિક રીતે આ ડોક્યુમેન્ટ નો ઉપયોગ કરે છે પરંતુ સરકારી કે ખાનગી સંસ્થાઓમાં સત્તાવાર કામ માટે ઓનલાઈન માર્કશીટ માન્ય ગણાતી નથી તેથી અસલ માર્કશીટ અને પ્રમાણપત્રો શૈક્ષણિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમાં બોર્ડ નો સત્તાવાર સિક્કો અને સહી હોય છે જે તેને માન્યતા આપે છે. આ દસ્તાવેજો આગળના અભ્યાસ ,નોકરી, સ્કોલરશીપ અથવા અન્ય શાસકીય પ્રક્રિયામાં જરૂરી બની શકે છે તેથી પરિણામ જાહેર થયા બાદ વહેલી તકે પોતાની શાળામાંથી અસલ માર્કશીટ અને પ્રમાણપત્રો મેળવી લેવા જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન પડે
GSEB Result 2026 ક્યારે જાહેર થશે?
1️⃣ Gujarat Secondary and Higher Secondary Education Board દ્વારા સામાન્ય રીતે મે મહિનાના પ્રથમ અથવા બીજા અઠવાડિયામાં પરિણામ જાહેર કરવામાં આવે છે. Official date જાહેર થાય ત્યારે website પર update મળશે.
2️⃣ Result કઈ website પર ચેક કરી શકાય?
તમે GSEB ની official website પર જઈને સરળતાથી તમારું result check કરી શકો છો. ઉપરાંત WhatsApp અને SMS દ્વારા પણ result મેળવવાની સુવિધા ઉપલબ્ધ હોય છે.
3️⃣ Result check કરવા માટે શું જરૂરી છે?
તમારે માત્ર તમારો Seat Number જરૂરી છે. આ number તમે તમારા Admit Card માંથી મેળવી શકો છો.
4️⃣ Website open ન થાય તો શું કરવું?
Result ના દિવસે server પર load વધારે હોવાથી website slow થઈ શકે છે. આવી સ્થિતિમાં:
- થોડા સમય બાદ ફરી try કરો
- WhatsApp અથવા SMS method નો ઉપયોગ કરો
5️⃣ Scorecard કેવી રીતે download કરવું?
Result open થયા બાદ “Download” અથવા “Print” option પર ક્લિક કરીને તમે PDF format માં scorecard save કરી શકો છો.
6️⃣ Passing marks કેટલા છે?
દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% માર્ક્સ મેળવવા જરૂરી છે. Practical subjects માટે અલગ rules હોઈ શકે છે.
7️⃣ Fail થવાય તો શું વિકલ્પ છે?
જો કોઈ વિદ્યાર્થી fail થાય છે, તો તે supplementary exam આપી શકે છે. આથી તે પોતાનું એક વર્ષ બગાડ્યા વગર ફરી chance મેળવી શકે છે.
8️⃣ Rechecking / Revaluation કેવી રીતે કરવું?
જો તમને તમારા marks પર શંકા હોય, તો:
- Official website પર form ભરો
- Fees pay કરો
- થોડા દિવસમાં updated result મળશે
- શાળાનો સંપર્ક કરો
9️⃣ Resultમાં કોઈ ભૂલ હોય તો શું કરવું?
જો તમારા નામ, marks અથવા અન્ય માહિતીમાં ભૂલ હોય, તો તરત જ તમારી school અથવા GSEB office નો સંપર્ક કરો.
🔟 Result પછી શું કરવું?
Result પછી તમારા interest અને marks પ્રમાણે stream અથવા course પસંદ કરો. Future planning માટે parents અને teachers સાથે ચર્ચા કરો.

0 Comments